ચા વિશે તો જેટલું કહીએ તેટલું ઓછું છે, ચા મારી અને તમારી જિંદગી સાથે જોડાયેલી છે જેને પોતાનાથી દૂર ના કરી શકાય. શિયાળો હોય કે ઉનાળો હોય ચા ના રસિયાઓ માટે તો ગમે ત્યારે તેનો આનંદ લઈ શકાય છે. ઘણા લોકોનો દિવસ જ ચા થી શરૂ થાય છે અને ચા સાથે જ પૂરો પણ થાય છે. આ સિવાય તમને જણાવી દઈએ કે ચા સ્વાસ્થ્યવર્ધક પણ છે જેની બહુ ઓછા લોકોને જાણ હશે, તો ચાલો તમને આજે તેને ફાયદાઓ પણ જણાવી દઈએ.
ચા માં એન્ટિઓક્ષિડેંટ સામેલ હોય છે, જ તમારી ઉંમર વધાવી અને પ્રદૂષણના પ્રકોપ સામે તમારા શરીરનું રક્ષણ કરે છે. ચા માં કોફીની સરખામણીમાં ઓછું કેફિન હોય છે. કોફીમાં ચા કરતાં ૩ થી ૪ ગણું વધારે કેફિન હોય છે. ચા પીવાથી અપચો, માથાનો દુખાવો વગેરેમાં રાહત રહે છે.
ચા હ્રદયનો હુમલો અને સ્ટ્રોકના જોખમને ઓછું કરી નાંખે છે. ચાનું નિયમિત સેવન કરવાથી ધમનીઓ ચીકણી અને કોલેસ્ટ્રોલ મુક્ત રહે છે. છ કપથી વધારે ચા પીવાથી હ્રદયની બીમારી થવાનો ખતરો ૩૩% ઓછો થઈ જાય છે. ચા પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધતો થાય છે જેના લીધે સંક્રમણ થી લડવામાં સહાય મળે છે. શરદી અને ખાંસી જેવી બીમારીઓ આદું વાળી ચા પીવાથી ખતમ થઈ જાય છે.
ચા તમારા હાડકાઓને પણ બચાવે છે. ફક્ત એટલા માટે જ નહીં કે તેમાં દૂધ પણ મળેલું હોય છે પરંતુ એક અધ્યનમાં એ લોકોની તુલના એકસાથે કરવામાં આવી જેમાં લોકો ૧૦ વર્ષની ચાનું સેવન કરતાં હોય અને જે લોકો ચા બિલકુલ ના પીતા હોય. આ રિપોર્ટમાં જાણવા મળ્યું કે જે લોકો ચાનું સેવન કરે છે તેમના હાડકાં ઉંમર, વધારે પડતાં વજન અને બીજા જોખમો છતાં પણ વધારે મજબૂત છે.
ચા પીવાથી તમારા દાંત મજબૂત બને છે. જો તમને ખાંડ વગરની ચાનું સેવન કરશો તો આવું જરૂરથી થશે. ચા હકીકતમાં ફ્લોરાઈડ થી બને છે જે પ્લેગને દૂર રાખે છે. અને દાંત અને પેઢાને મજબૂત રાખે છે. ચા કેલરી મુક્ત છે, ચા માં કોઈપણ પ્રકારની કેલેરી નથી હોતી, જ્યાં સુધી તમે તેમાં કોઈ ખાંડ કે દૂધનું મિશ્રણ નથી કરતાં.
તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.
(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !