ફેસબુક ના લીધે ઘણા અજાણ્યા વ્યક્તિઓ પણ આપણી નજીક આવતા થયા છે. આપણાથી દૂર રહેલા પણ લોકો સાથે પણ મિત્રતા કેળવી શકીએ છીએ. પરંતુ સમાજમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે ફક્ત એકજ પ્રકારના સંબંધ હોઈ શકે તેવી વિકૃત માનસિકતા ધરાવતા લોકો માટે ફેસબુક એક લપડાક સમાન છે.
વિજાતીય આકર્ષણ દરેક વ્યક્તિને હોય છે એ સ્વાભાવિક બાબત છે. દરેક પુરુષને તેની કોઈ સ્ત્રી મિત્ર જોડે અથવા તો કોઈ સ્ત્રીને તેના પુરુષ મિત્ર જોડે સારી એવી દોસ્તી હોઈ શકે છે અને એ લાંબો સમય ટકી પણ રહે છે. એક સ્ત્રી પોતાની કોઈ બાબત બીજી સ્ત્રી મિત્ર ને જે નથી કરી શકતી તેવી સંવેદનશીલ બાબતો પોતાના પુરુષ મિત્ર ને એકદમ સહજતાથી કહી દે છે, તે પણ કોઇ પ્રકારની ગુનાહિત લાગણી નો અનુભવ કર્યા વગર. ફેસબુક પર થતી પુરુષ અને સ્ત્રી વચ્ચેની મિત્રતા એ ફક્ત એક “લફરું” જશે એવું જરૂરી નથી.
આવા સંબંધોને “લફરું” નામ આપતા વ્યક્તિઓ પોતે માનસિક વિકૃતિથી પીડાતા હોય છે. જેમને બધી જ જગ્યા પર પીળું દેખાઈ રહ્યું હોય તેમણે “કમળા” ની દવા કરાવવાની જરૂર હોય છે. એવા વ્યક્તિઓને બધા જ સંબંધોમાં વિકૃતિ જ નજર આવે છે, માટે તેમણે પોતાનો દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે.
હું પોતે પણ હાલમાં ફેસબુક પર એવા ઘણા સ્ત્રી પુરુષ મિત્રો ને ઓળખું છું જેવો એકબીજા સાથે ખુબજ સન્માનપૂર્વક તથા સહજતાથી વર્તે છે. એકબીજા વચ્ચે ઘણા કિલોમીટરનું અંતર હોવા છતાં પણ તથા ક્યારે પણ એકબીજાને ના મળ્યા હોવા છતાં પણ સંબંધોને સારી રીતે નિભાવી જાણે છે. તેઓ એકબીજાને એટલા નિકટ હોય છે કે તેઓને રૂબરૂ મળવાની પણ જરૂર લાગતી નથી.
આવા સંબંધોને જોઈને ક્યારેક મને પોતાને પણ નવાઈ લાગે છે કે શું ખરેખર આ શક્ય છે? આ પ્રકારના સંબંધો માં દૂર દૂર સુધી ક્યાંય પણ હવસ અને વાસના નામોનિશાન જોવા મળતા નથી.
સમાજમાં એવી માન્યતા રહેલી છે કે ફેસબુકથી ફક્ત લગ્નેતર બાહ્ય સંબંધો જ વિકસે છે, જે માનવું ભૂલ ભરેલું છે. હા, થોડા કિસ્સાઓમાં આવું બન્યું હશે પરંતુ તેના લીધે સમગ્ર સ્ત્રી પુરુષ મિત્ર માટે આવી ખોટી ગ્રંથિ બાંધી લેવી તે પણ યોગ્ય બાબત નથી.
ફેસબુકે મને પણ ખૂબ જ સારા મિત્રો ની ભેટ આપી છે, જે અરસપરસ વ્યથા તથા વેદના સમજે છે તથા એકબીજાનું માન સન્માન પણ ખૂબ જ સારી રીતે જાળવે છે.
આભાર “ફેસબુક”
તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો તથા તમને અમારો આર્ટિક્લ પસંદ આવ્યો હોય તો શેયર જરૂર કરજો.
Very nice and right.
Very nice and true