શું કોઈ અપરણિત કપલ હોટલમાં રોકાઈ શકે છે?

0
2895

અવારનવાર તમે સાંભળતા હું છો કે પોલીસ દ્વારા કોઈ હોટલમાં રેડ પાડવામાં આવી અને ત્યાંથી કપલને રંગરેલિયા મનાવતા પકડી પાડવામાં આવ્યા. ત્યારે આવા સમયમાં લોકોના મનમાં વિચાર આવે કે કપલનું આવી રીતે રંગરેલીયા મનાવું શું કોઈ ગુનો છે? તથા પોલીસ તેમની ધરપકડ કરે છે તે કાયદેસર છે કે ગેરકાયદેસર છે? તથા હવે પરિસ્થિતિમાં અપરણિત કપલના કાયદેસરના હક્કો શું હોય છે? તો આજે આપણે આ આર્ટીકલમાં આ વિશે વાત કરીશું.

ભારતમાં દરેક કાનૂન શરૂ થાય છે સંવિધાનથી. સંવિધાનમાં ભારતીય નાગરિકને કોઈપણ જગ્યાએ જવાની પરવાનગી આપવામાં આવી છે. તેમાં અપરણિત મહિલા તથા પુરુષ, જેમની ઉંમર ૧૮ વર્ષથી વધારે હોય અને બંને પોતાની મરજી થી હોટલના રૂમમાં જતા હોય તો એ ગેરકાનુની નથી. કાયદા અનુસાર આ પરણિત કપલ આરામથી હોટલમાં રૂમ રાખીને રોકાઈ શકે છે.

હોટલ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર એવું કોઈ કાયદો નથી જે 18 વર્ષથી ઉપરના યુવક તથા યુવતીને હોટલમાં રૂમ બુક કરવાથી રોકી શકે. પરંતુ સુરક્ષાના હેતુથી બંને પાસે પોતાના આધાર પુરાવા હોવા જરૂરી છે. કાયદા અનુસાર યુવક તથા યુવતીને પોતાની ઈચ્છા અનુસાર કોઈ હોટેલના રૂમમાં પહોંચેલ છે તથા તેમના વિરુદ્ધ કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ ફરિયાદ કરવામાં નથી આવી તો પોલીસ તેમની પૂછપરછ તો કરી શકે છે પરંતુ તેમની ધરપકડ કરી શકતી નથી.

હવે વાત આવે છે શારીરિક સંબંધ બનાવવાની

હોટેલના કોઈપણ રૂમમાં જઈને ૧૮ વર્ષ તથા તેની ઉપરના કપલ પોતાની મરજીથી શારીરિક સંબંધો બાંધી શકે છે. કોઈપણ કપલ નો હોટલમાં રૂમ બુક કરીને શારીરિક સંબંધ બાંધવો ગેરકાનૂની નથી.

હવે વાત આવે છે કે પોલીસ દ્વારા આવી હોટલમાં રેડ શા માટે પાડવામાં આવે છે? તો આપણા દેશમાં વેશ્યાવૃત્તિ એક ગુનો છે. મુખ્યત્વે પોલીસ બે કારણોથી હોટલમાં રેડ પાડે છે. પહેલું કારણ તો એ કે પોલીસને સમાચાર મળેલ હોય કે હોટલમાં કોઇ વેશ્યાવૃત્તિનું કામ ચાલી રહ્યું છે અને બીજું પોલીસને સમાચાર મળેલ હોય કે હોટલમાં કોઈ ગુનેગાર છુપાયેલ છે ત્યારે પોલીસ દ્વારા રેડ પાડવામાં આવે છે. જો કોઇ સંજોગો વસાત કોઈ હોટલમાં તમે યુવતી સાથે પકડાઈ જાઉં છો તો તમારી પાસે પોતાના આધાર પુરાવા હોવા જરૂરી છે. જેમાં બંનેની ઉંમર 18 વર્ષ તથા તેની ઉપરની હોવી જોઈએ.

જો બંનેની ઉંમર ૧૮ વર્ષથી વધારે હોય તથા બંને પોતાની મરજીથી તે હોટેલમાં રોકાયેલા હોય ત્યારે પોલીસ તમને કંઈ નહીં કહે. પરંતુ અહીંયા તમારે એક વાત હંમેશા ધ્યાનમાં રાખવાની છે કે જો યુવતીની ઉંમર ૧૮ વર્ષથી નીચેની છે તો પોલીસ તમારી ધરપકડ કરી શકે છે. કારણકે ૧૮ વર્ષથી નીચેની યુવતી સાથે સહમતિથી પણ બાંધવામાં આવેલ સંબંધ પણ બળાત્કાર જ માનવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here