શું છે વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે લડાઈનું કારણ?

0
559

એવું કોઈ ભાગ્યેજ હશે જે વિરાટ કોહલી અને રોહિત શર્મા ને નહીં જાણતું હોય, ક્રિકેટ વિશ્વમાં બંને ખેલાડીઓની એક અલગ જ જગ્યા છે પણ શું તમે જાણો છો કે આ બંને ખેલાડીઓ વચ્ચે અત્યારે એકબીજા ની આમને સામને છે. બંને ખેલાડીઓમાં એક યુધ્ધ ચાલી રહ્યું છે. બંને એકબીજા સાથે હરીફાઈ કરી રહ્યા છે. ક્રિકેટમાં આ બંને વચ્ચે ચાલી રહેલી લડાઈમાં શું ભારતીય ક્રિકેટને નુકશાન થશે?

વિરાટ અને રોહિત ના ફૅન ને આ સમાચાર થી જટ્કો લાગી શકે છે પરંતુ ગભરાવવાની જરૂર નથી કેમ કે આ હરીફાઈ આમને સામને ની નથી પરંતુ આઇસીસી રેન્કીંગમાં એકબીજાથી આગળ નીકળવાની છે અને આનો ફાયદો ભારતીય ક્રિકેટને જરૂરથી થવાનો છે. આઇસીસી રેન્કીંગમાં અત્યારે વિરાટ કોહલી નંબર-૧ પર છે અને રોહિત શર્મા નંબર-૨ પર છે. રોહિત શર્માની ઇચ્છા એવી હશે કે થોડા મહિનાઓમા તે વિરાટ કોહલીને પછાડીને આઇસીસીના નંબર-૧ બેટ્સમેન નું સ્થાન પ્રાપ્ત કરી લે.

અહિયાં ઇચ્છા ફક્ત ટીમને જીતાડવાની નથી પરંતુ એકબીજાને હરવવાની પણ છે એટલે જ આ લડાઈ માં રસાકસી પણ ખૂબ જ છે. આ ભારત માટે સારી બાબત કહેવાય કે ભારતના કપ્તાન અને ઉપકપ્તાન બંને આઇસીસી રેન્કીંગમાં નંબર-૧ અને નંબર-૨ પર છે. વિરાટને તો આદત પડી ગઈ છે નંબર-૧ પર રહેવાની પણ હવે તેની ખુરશી પર રોહિતની પણ નજર પડી ગઈ છે.

ક્રિકેટ વિશ્વમાં આ બંને એટલા માટે નંબર-૧ નથી કારણ કે તેમણે રન બનાવેલા છે પરંતુ ક્રિકેટ વિશ્વમાં એમના થી મોટો પ્લેયર પણ કોઈ નથી. અત્યારની સિરીઝ માં તો રોહિતનું આગળ નીકળવું શક્ય નથી પરંતુ વર્લ્ડ કપ સુધી આ બંને મહાન ખેલાડીઓ વચ્ચે આ લડાઈ ચાલતી રહેશે. આ બંને ભારત માટે મેચ જીતાડવાની ક્ષમતા ધરાવતા ખેલાડી છે, જો આ બંને ખેલાડીઓ રન બતાવે તો ભારતની જીત નક્કી હોય છે. રોહિત શર્મા તો ૨૦૦ રન મારવા માટે પ્રખ્યાત છે.

વિરાટ કોહલી એક ખેલાડી તરીકે શું છે એ અત્યારે દરેક વ્યક્તિ જાણે છે, દુનિયા માં ક્રિકેટના દરેક ફોરમેટમાં વિરાટ કોહલીથી સારો ખેલાડી અત્યારે કોઈ નથી. તેમ છતાં પણ જો રોહિત શર્મા વિરાટ કોહલીને ટક્કર આપી શકે તો આપ અંદાજો લગાવી શકો છે કે રોહિત શર્મા જેવો ખેલાડી એક દિવસીય ક્રિકેટમાં મળવો મુશ્કેલ છે. વિરાટ કોહલીએ ખુદ કહ્યું છે કે જ્યારે રોહિત શર્માને જ્યારે સામે રોહિત શર્મા પોતાના અંદાજમાં બૅટિંગ કરતાં હોય ત્યારે હું પણ સામે ઊભો રહી બસ જોતો રહું છુ.

તમારો મનપસંદ ખેલાડી ક્યો છે એ કોમેન્ટ માં જરૂરથી જણાવશો.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here