જે લોકો ફેસબુક અને વોટ્સએપ જેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપયોગ કરી રહ્યા છે, તેઓ કદાચ જાણતા હશે કે દરેક વાત પર ભરોસો નથી કરી શકાતો. અફવા ફેલાવતા વાયરલ મેસેજ કે સોશિયલ મીડિયા પર કોઈ નવી વાત નથી. હાલના દિવસોમાં વાયરલ થયેલ એક નવા મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે ૭૭૭૮૮૮૯૯૯ નંબર પરથી આવનારી કોલ આપના ફોનમાં આગ લગાડી શકે છે અને બની શકે છે કે તમે મૃત્યુ પણ પામો.
૭૭૭૮૮૮૯૯૯ શું છે?
તમને લાગશે કે આ મેસેજ સાચો છે પરંતુ જણાવી દઈએ કે આ મેસેજ પૂરી રીતે કાલ્પનિક અને ખોટો છે. ઘણા બધા લોકોને એવું લાગી રહ્યું છે કે ૭૭૭૮૮૮૯૯૯ એક નંબર છે. ઘણા લોકો આ મેસેજને ફેસબુક, વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એટલા માટે શેર કરી રહ્યા છે જેથી અન્ય લોકો આ નંબર થી આવનાર કોલ ન ઉઠાવે. આ પહેલા પણ સોશિયલ મીડિયા પર આ પ્રકારની અફવા ફેલાવતા સમાચાર આવી ચૂક્યા છે.
આ મેસેજ માં લખ્યું છે કે, “અર્જન્ટ, કૃપા કરીને ૭૭૭૮૮૮૯૯૯ મોબાઈલ નંબર થી આવનાર કોઈપણ કોલ રીસીવ ના કરો. કોલ રીસીવ કરવા પર તમારો મોબાઈલ બ્લાસ્ટ થઈ શકે છે. કૃપા કરી તમારા મિત્રો સાથે શેયર કરો.” અન્ય એક મેસેજ અનુસાર, “એક મહિલા કોલ રીસીવ કરનાર સાથે વાત કરશે અને જણાવશે કે આ તેનો છેલ્લો કોલ છે. કૃપા કરી આ મેસેજ અન્ય વ્યક્તિઓ સાથે શેયર કરો. પોતાના દોસ્તો અને પરિવારના લોકોને પણ મોકલો.”
૭૭૭૮૮૮૯૯૯ ખોટો નંબર શા માટે છે?
એવા ઘણા કારણો છે જેના લીધે એ સ્પષ્ટ થાય છે કે આ નંબર ખોટો છે. પ્રથમ વાત તો એ કે એવું કોઈ કારણ નથી કે ૭૭૭૮૮૮૯૯૯ પરથી આવતા કોલને કારણે ફોન બ્લાસ્ટ થઈ જાય અને તમે મૃત્યુ પામો. બીજી વાત એ છે કે આ એક નવા આંકડા ૯ નંબર છે, જે ભારતમાં કામ જ નથી કરતો. જો આ કોઈ આંતરરાષ્ટ્રીય નંબર છે તોપણ તેની સાથે કોઈ પણ દેશનો કોડ નથી. છેલ્લી અને મહત્વની વાત એ છે કે હજુ સુધી તેની સાથે જોડાયેલ કોઈ પણ પ્રકારનો કેસ સામે આવેલ નથી જેના કોઈ દસ્તાવેજ હોય.
આ પહેલાં પણ ઘણા અફવા ફેલાવતા ખોટા મેસેજ સામે આવી ચૂક્યા છે જે કોઈપણ સાબિતી વિના વાયરલ થયેલ છે. અમારી વાચકોને સલાહ છે કે આ પ્રકારના મેસેજ ને શેયર ના કરો જેથી કરીને કોઈ પરેશાની ઉભી થાય.