આપણે લોકો માર્કેટમાં નવું પર્સ, હેન્ડબેગ, શુઝ ની ખરીદી કરીને લાવીએ છીએ ત્યારે તેમાં સિલિકા જેલ નું પેકેટ નીકળે છે. જેને આપણે બેકાર સમજીને ફેંકી દઈએ છીએ. ઘણા લોકો એ વાતથી અજાણ છે કે સિલિકા જેલ નો અલગ અલગ રીતે ઉપયોગ કરી શકીએ છીએ.
સિલિકા જેલ માં સિલિકા ડાયોક્સાઇડ બને છે અને હવામાં રહેલા ભેજને આસાનીથી ચૂસી લે છે. સિલિકા જેલ નું ૧૦ ગ્રામ નું પાઉચ ૪ ગ્રામ સુધી પાણી ચૂસી શકે છે. આ સિવાય પણ તેના અગણિત ફાયદાઓ છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે સિલિકા જેલ આપણા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
જીમ બેગની દુર્ગંધ દૂર કરે છે
કોઈપણ વસ્તુ માં બેક્ટેરિયા ઉત્પન્ન થવામાં ભેજ નો હાથ હોય છે. જો કોઈ પણ કારણથી બેગમાં ભેજને લીધે દુર્ગંધ આવવા લાગે તો બેગ માં સિલિકા જેલ નું પાઉચ રાખી દો. તેનાથી બેગ માં થી આવતી દુર્ગંધ દૂર થઈ જશે સાથોસાથ બેક્ટેરિયાનો પણ નાશ થઇ જશે.
મેકઅપ બેગ રાખો તાજી
ઘણીવાર એવું બને છે કે મેકઅપ બેગ ફ્રેશ નથી દેખાતું. એવામાં મેકઅપ બેગમાં સિલિકા જેલ પાઉચ રાખી દો. તેના લીધે બેગ ફ્રેશ રહેશે સાથોસાથ પ્રોડક્ટમાં રહેલો ભેજ પણ દૂર થઈ જશે.
ફોટો અને પુસ્તકો માટે છે ઉપયોગી
ઘણીવાર એવું બને છે કે વધારે સમય સુધી પુસ્તક અને ફોટો પડી રહેવાથી તેમાં પીળાશ આવી જાય છે. તેવામાં સિલિકા જેલ ના પાઉચ ને પુસ્તકો સાથે રાખી દો. સાથોસાથ તેમાંથી આવતી અજીબ પ્રકારની દુર્ગંધ પણ દૂર થઇ શકે છે.
ચાંદીની ચમક
લાંબો સમય થયા બાદ ચાંદીની ચમક ગાયબ થઈ જાય છે. એવા સમયે આપણે ચાંદીના દાગીના ને પોલિશ કરાવીએ છીએ. પરંતુ સિલિકા જેલ ના પાઉચ ના ઉપયોગથી ચાંદીની ચમક જાળવી શકાય છે. ચાંદી ને સિલિકા જેલ ના પેકેટમાં વિટાળીને રાખી દો.
ફૂલોને રાખો તાજા
ફૂલોમાં ભેજનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં હોય છે. એટલા માટે સિલિકા જેલ ની ભેજ ચૂસવા ની પ્રક્રિયા ખૂબ જ ધીમી થાય છે. તેવામાં ફૂલો ઘણા દિવસો સુધી તાજા રહે છે. એટલા માટે ઘરમાં રાખવામાં આવેલ ફૂલદાની માં સિલિકા જેલ રાખી દો. આવું કરવાથી ફૂલો એકદમ તાજા રહેશે.