શિયાળામાં તંદુરસ્તી જાળવી રાખવાનો અદભૂત ઉપાય અજમાવો અને ઘોડા જેવી તાકાત મેળવો

0
781

ઘઉંનાં જ્વારાનાં રસને ગુણોનો ભંડાર માનવામાં આવે છે. કેમકે જવારા માંથી ઝડપથી સીધું લોહી બને છે. જેનાં મારફત શરીરને ઉર્જા પ્રાપ્ત થાય છે. ઘઉંનાં જ્વારાનાં રસનાં અઢળક ફાયદાઓ છે. ચાલો આપણે એ રસનાં ઉપયોગ,અને ફાયદાઓ બાબતે આગળ વિગતવાર જોઈએ.

વિદેશી વૈજ્ઞાનિકો પણ ઘઉંનાં જ્વારાનું મહત્ત્વ સ્વિકારે છે. જ્વારાનાં રસ એનિમિયા, ડાયાબીટીસ, કેન્સર, એસિડીટી, ભગંદર, ખાંસી, મુત્રરોગ, દમ, નેત્રરોગ, લોહીની ઉણપ, વાયુવિકાર, મુત્રાશયની પથરી સહિતનાં અનેક રોગોનો રામબાણ ઇલાજ છે. જ્વારાનો રસ ક્લોરોફીન યુક્ત હોઇ તેમજ તેમાં વિટામિન B-C-E પ્રચુર માત્રામાં હોવાથી શરીરને જરુરી ઉર્જા મળે છે,લોહીની ઉણપ દૂર થાય છે, વૃદ્ધત્વ અટકાવે છે. ઘઉંનાં જ્વારાનો  રસ એટલાં માટે Green blood તરીકે ઓળખાય છે કે, તેમાંથી ઝડપી સીધું લોહી બની જાય છે.

ઘઉંનાં જ્વારા નાનાં કુંડામાં ઉગાડવાની સરળ પદ્ધતિ અહીં બતાવી છે એ રીતે ઉગાડવાથી રોજે રોજ તાજેતાજો રસ પ્રાપ્ત થાય છે. આ માટે માટીનાં નાની સાઇઝનાં પંદર કુંડા બહારથી લાવવાં. દરરોજ એક એક કુંડાની અંદર માટીમાં ૫૦ ગ્રામ ઘઉં ક્રમશઃ વેરી દેવા.

આ રીતે પંદરે પંદર કુંડામાં વ્યવસ્થિત ઘઉં વાવી દો પરંતુ યાદ રહે કે, પંદર દિવસ પછી પહેલે દિવસે વાવેલ જ્વારા ઉપયોગ કરવાં લાયક બની જશે. પહેલે દિવસે જે કુંડાનાં જ્વારાનો ઉપયોગ કરો તેની સાથે જ તેમાં બીજાં કુંડામાં ઘઉ વાવી દેવાં. એ રીતે રોજે રોજ જ્વારા કુંડા માંથી કાઢતાં જશો એમ એમ નવાં ઘઉં વાવતાં જવાનું ભૂલવું નહીં જેથી નિયમિત જ્વારા મળતાં રહેશે.

બીજી એક વાત યાદ રાખશો કે, જ્વારાનાં મૂળનો હિસ્સો કાઢીને ફેંકી દેવો. જવારાનાં લીલાં ભાગનો ઉપયોગ આપણે કરવાનો છે. બાકીનો સફેદ ભાગ દૂર કરીને રસ કાઢવાનો છે. જ્યારે પાંચ થી છ ઇંચ જેટલી ઉંચાઈનાં જ્વારા થાય ત્યારે તેનો રસ કાઢવો એ ખાસ યાદ રાખશો.

બીજું કે, રોજેરોજ તાજો રસ પીવાનો આગ્રહ રાખવો તોજ એનાં ગુણની અસર દેખાશે. બજારમાં જ્વારાનો રસ વેંચાય છે. એ તાજો કે, શુદ્ધ હોવાની કોઈ ગેરંટી હોતી નથી. એવો રસ પીવાથી કોઈ ફાયદો થશે નહીં તેથી ઘરે બનાવીને રોજેરોજ તાજો રસ પીઓ.

આ રીતે આંબળા, ચીકુ, દાડમ, કેરી, પપૈયા વગેરે જ્યુસર વડે જ્યુસ બનાવી સેવન કરી શકાય છે. જે સસ્તુ અને ગુણવત્તા યુક્ત હોય છે. દરેક પ્રસંગ કે, મોસમમાં ફળોનો રસ તંદુરસ્તી માટે ઉત્તમ મનાય છે. હાલમાં શિયાળો બેસી ગયો છે, માર્કેટમાં આંબળાની આવક વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે આપણે એનું સેવન કરીને શરીરની તંદુરસ્તી જાળવી રાખીએ.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here