શિયાળામાં કરો આ જ્યુસનું સેવન અને વજન ઘટાડવા માટે આશ્ચર્યજનક પરિણામો મેળવો તથા રહો તંદુરસ્ત આખું વર્ષ

0
799

આયુર્વેદશાસ્ત્રનું મહત્ત્વ છેલ્લાં કેટલાંક વર્ષો પછી લોકોને સમજાયું છે. ભારતમાંથી યોગ અને આયુર્વેદ એ બે વસ્તુનો પ્રચાર વિદેશો સુધી પહોંચ્યો એ પછી ભારતીયોને આયુર્વેદશાસ્ત્રની મહત્તા ધ્યાનમાં આવી હતી. સૈકાઓ પહેલાં આપણાં ઋષિમુનિઓ વાઢકાપ અને ઔષધિઓ મારફતે રોગોનો ઇલાજ કરતાં હતાં. આ વિષય ઘણો ગહન છે જેની માહિતી આયુર્વેદિક ગ્રંથોનાં અધ્યયન થકી મળશે.

શિયાળાની ઠંડી દરમિયાન પેદાં થતી કફવર્ધક બિમારીઓનો ઉકેલ કેટલાંક આયુર્વેદિક ઔષધો જે આપણી આસપાસ સહેલાઈથી ઉપલબ્ધ છે તેનું વ્યવસ્થિત સેવન કરવાથી મળી શકે છે. શિયાળામાં કફનું શમન કરવાં માટે દુધી, તજ, ફુદીનો, ધાણા, ગાજર વગેરેનું સુપ અથવાં રસ બનાવીને પીશો તો મહિનાઓ સુધી બિમારી નહીં ફરકે.

દુધીનો રસ : કોલેસ્ટ્રોલ, વજન વધતું ઘટાડવાં માટે દુધીનો રસ ઉત્તમ છે. રોજ એક કપ દુધીનો રસ ફુદીનો અને ધાણાં નાખીને પીઓ, હાર્ટએટેક કે પેરેલિસિસ થવાની શક્યતા નહીં રહે. દુધીમાં પુષ્કળ પ્રમાણમાં બીટા કેરોટીન હોય છે. જે અદ્ભુત ગુણકારી છે. એમાં પણ કાચી દુધી શ્રેષ્ઠ છે. કાચી દુધીનું સલાડ બનાવીને ભોજનમાં સેવન કરી શકાય છે. ભોજનમાં તુરીયા, ટીંડોરા, કારેલા કાચેકાચાં ખાવ.

સિઝનમાં કારેલાં સસ્તા ભાવે સારાં મળી જાય તો માર્કેટ માંથી લાવીને એનાં કટકા કરીને સુકવણી કરો. એનો પાવડર બનશે તે દરેક બિમારીમાં કામ લાગશે. તમને ખબર હશે કે, કારેલાં ડાયાબીટીસની બિમારીનું સચોટ ઔષધ છે. એ સિવાયનાં ઘણાંખરાં રોગમાં કારેલાનાં પાવડરનો ઉપયોગ કરી શકાય છે.

એક વાત નોંધી લો કે, મિક્સ ફળ કે શાકભાજી ક્યારેય ના ખાવ, ચાર પાંચ પ્રકારનાં શાકભાજી ખાશો નહીં. આયુર્વેદનાં વિશેષજ્ઞોનું માનવું છે કે, એક દિવસમાં ફક્ત એક શાક અને એક દાળ બનાવીને પેટ ભરીને આરોગો.
બીજી એક ખાસ વાત : અડદની દાળ અને દહીં એકસાથે ન ખાવ. જો દહીં ખાવાની ઇચ્છા થાય તો ખાલી દહીં અથવાં ખાલી વડા ખાવ, તેમ દહીં અને ખીર એકસાથે ન ખાવ. મધ સાથે ઘી પણ ખાશો નહીં. જો ખાશો તો મૂશ્કેલીમાં મૂકાઇ જશો. આયુર્વેદશાસ્ત્રમાં આનાં કારણો દર્શાવેલ છે.

આપણે દરેક રસોઈમાં રીફાઇન્ડ તેલનો ઉપયોગ કરીએ છીએ. એ તેલ રીફાઇન્ડ કરતી વખતે એમાં વીસથી વધારે નૂકશાનકારક કેમિકલ્સ નાખવામાં આવે છે. એનાં બદલે રસોડામાં ઘાણીનું શુદ્ધ તેલ વાપરો. મોટાભાગની બિમારી આવાં રીફાઇન્ડ તેલથી થતી હોય છે. એ રીતે ઘી ફક્ત દેશી ગાયનું ખાવાનો આગ્રહ રાખો. આટલું કરશો તો બિમારી તમારાથી જોજનો દૂર રહેશે.

લેખન અને સંપાદન : મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર)

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here