શિવજીના આ મંદિરમાં શિવલિંગને ફુલ કે ફળ નહીં પરંતુ ચડાવવામાં આવે છે સાવરણી

3
577

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં ભગવાન ભોલેનાથ નું એક અનોખુ શિવમંદિર છે. જેમાં શિવભક્ત ભોળાનાથને શિવલિંગ ઉપર ફૂલ, દૂધ, બીલીપત્ર ની સાથે સાવરણી પણ અર્પિત કરે છે. સંભલ જિલ્લામાં આવેલ બહુ જોઈ થાણા વિસ્તારમાં સો વર્ષથી પણ વધારે પ્રાચીન આ શિવ મંદિર વિશે માન્યતા છે કે શિવલિંગ ઉપર સાવરણી અર્પિત કરવાથી કોઈ પણ પ્રકારના ચામડીના રોગ થતા નથી.

મહાશિવરાત્રીના દિવસે દેશભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પાતાલેશ્વર મંદિરમાં પહોંચીને ચામડીના રોગોમાંથી મુક્તિ મેળવવા માટે શિવલિંગ પર સાવરણી અર્પિત કરે છે. આ મંદિરના પરિસરમાં આવેલી દુકાનો પર પ્રસાદની સામગ્રી સાથે સાવરણી પણ વેચવામાં આવે છે. મહાશિવરાત્રી પર મંદિરના પરિસરમાં વિશાળ મેળાનું આયોજન થાય છે. જેના માટે ઘણા દિવસો પહેલા જ તૈયારીઓ શરૂ થઇ જાય છે. ખાસ વાત તો એ છે કે આ અનોખા શિવમંદિરના વ્યવસ્થા માટે કોઈ કમિટી ટ્રસ્ટ નથી. મહાશિવરાત્રી પર આવનારા લાખો શિવભક્તો માટે આ વિસ્તારના શિવભક્તોના સહયોગ દ્વારા જ વ્યવસ્થા જાળવવામાં આવે છે.

સંભલ જિલ્લામાં આવેલ ગામ સાદાત વાળી માં ભગવાન શિવના સ્થાપિત આ શિવલિંગ વિશે કહેવામાં આવે છે કે લગભગ સો વર્ષ પહેલા જંગલમાં પશુ ચરાવવા માટે આવેલ બાળક શિવલિંગ પર ઘાસ કાપવા માટે ની દાંતીની ધારને ધારદાર બનાવતો હતો. એ દરમિયાન ગામમાં ચામડીના રોગથી પીડાતા એક વ્યક્તિને આ શિવલિંગ સ્વપ્નમાં દેખાયું, સપનામાં શિવલિંગને જોયા બાદ તેણે શિવલિંગની સ્થાપના ના ઉદ્દેશથી જંગલમાં ગ્રામીણોની મદદથી શિવલિંગને ખોદવા માટે પહોંચ્યા. પરંતુ ગામના લોકો ખૂબ જ ઊંડે સુધી ખોદકામ કરવા છતાં પણ શિવલીંગ મેળવી શક્યા નહીં.

જેને લઇને એ વ્યક્તિએ ભગવાન પાતાલેશ્વર શિવ મંદિરના નામથી જંગલમાં શિવ મંદિરનું નિર્માણ કર્યું. એવું કહેવામાં આવે છે કે મંદિરના નિર્માણ બાદ ચામડીના રોગોથી પીડિત એ વ્યક્તિના ચામડીના રોગો ચમત્કારિક રીતે ખતમ થઈ ગયા હતા. તેના ચામડીના રોગોથી મુક્તિ થયા બાદ ચામડીના રોગોથી પીડિત લોકો ભારે સંખ્યામાં મંદિર પહોંચવા લાગ્યા. ગામના લોકો જણાવે છે કે મંદિરમાં ચામડીના રોગોમાંથી મુક્તિ મેળવવા માટે શિવલિંગ પર સાવરણી અર્પિત કરવાવાળાને ક્યારેય પણ ચામડીના રોગ થતા નથી. શિવલિંગ પર સાવરણી અર્પિત કરવાની આ અનોખી પરંપરા આજે પણ ચાલે છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

3 COMMENTS

  1. બહુ સરસ ..

    ભાઈ મારુ નામ sachin patel છે અને હું http://www.gujjuadvice.in બ્લોગ નો મલિક છું.

    મારે જાણવું છે તમારા ફેસબુક પેજ પર એડવાટાઇજમેન્ટ કઇ રીતે ચાલુ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here