શીતળા માતાના આ મંદિરમાં લાખો લિટર પાણીથી પણ નથી ભરતો આ ઘડો, આ છે તેનું કારણ

0
1217

રાજસ્થાનના પાલી જિલ્લામાં શિતલા માતાનુ મંદિર આવેલું છે. આ મંદિર પ્રસિદ્ધ હોવાનુ કારણ એ છે આ મંદિરનો ચમત્કારી ઘડો. કહેવામાં આવે છે કે આ ઘડો આઠસો વર્ષોથી આ મંદિરમાં છે. આંકડાને વર્ષમાં બે વખત બહાર શ્રદ્ધાળુ સામે લાવવામાં આવે છે. વર્ષમાં બે વખત ખોલવામાં આવતા આ ઘડો અડધો ફૂટ ઊંડો અને અડધો ફૂટ પહોળો કહેવામાં આવ્યો છે.

આ ઘડા ઉપર રહેલા પથ્થરને શીતળા સાતમ અને જેઠ મહિનાની પૂનમના હટાવવાની પ્રથા છે. તે સમયે ગામની અને ગામની આજુબાજુ ની મહિલાઓ તે ઘડા ને ભરવાની કોશિશ કરે છે પણ આ ઘડામાં માં ગમે તેટલું પાણી ભરવામાં આવે તે ખાલી જ રહે છે.

માન્યતા અનુસાર ગામની મહિલાઓ આ ઘડામાં ગમે તેટલું પાણી નાખે તોપણ આ ઘડો ૮૦૦ વર્ષમાં એક પણ વખત નથી ભરાયો. પૂજા સંપૂર્ણ થાય તેના પછી મંદિરના પૂજારી શીતળા માતાના ચરણોમાં દૂધનો ભોગ ચડાવે છે અને તેના પછી આ ઘડા આને મૂકી દેવામાં આવે છે. જાણકારી અનુસાર આ ઘડા માં અત્યાર સુધી 50 લાખ લીટરથી વધુ પાણી ભરવામાં આવ્યું છે.

લોકોનું કહેવું છે કે આ ઘડા નું પાણી કોઈ રાક્ષસ આવીને પી લે છે એટલા માટે તેમાં પાણી નથી ભરાતું. આઠસો વર્ષ પહેલા આ ગામ એક રાક્ષસ ના પ્રકોપમાં હતુ ત્યારે લોકોએ શીતળા માતાની તપસ્યા કરી કહેવામાં આવે છે કે તપસ્યાથી ખુશ થઈને શીતળા માતા એક બ્રાહ્મણના સપનામાં આવી અને કહ્યું કે જે દિવસે તેનું લગ્ન થશે તે દિવસે તે રાક્ષસને મારી નાખશે. તે દિવસે માતા એક નાની છોકરીના રૂપમાં પ્રગટ થયા અને પોતાના પગ નીચે દબાવીને રાક્ષસનો અંત કર્યો. રાક્ષસ એ મરવાના અંતિમ સમયમાં શીતળા માતા થી વરદાન માગ્યું કે એને તરસ ખૂબ જ લાગી છે અને માતા ને કહ્યું કે વર્ષમાં બે વખત પાણી પીવડાવવામાં આવે. માતાએ તેને વરદાન આપી દીધું બસ ત્યારથી આ ગામમાં આ પરંપરા નિભાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here