ઝૂંપડપટ્ટીની ગલીઓમાં સ્ટ્રીટ લાઇટ નીચે અભ્યાસ કરીને ગરીબ પરિવારની આ દિકરી બની IAS

0
1976

કહેવામા આવે છે કે વ્યક્તિમાં રહેલી પ્રતિભાને કોઈ રોકી નથી શકતું તથા કોઈપણ પરિસ્થિતી તેને બાંધી નથી શકતી. જો ઈરાદાઓ દ્રઢ હોય તો કોઈપણ લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે. દ્રઢ નિશ્ચય અને મહેનતથી અશક્યને પણ શક્ય કરી શકાય છે અને તેનું ઉત્તમ ઉદાહરણ છે શ્રીગંગાનગર રેલ્વેના ટ્રેક પાસે બનેલી જુપડીઓમાં રહીને સ્ટ્રીટ લાઇટના પ્રકાશમાં રહીને અભ્યાસ કરવાવાળી દલિત પરિવારની દિકરી પૂજા નાયક.

પૂજા નાયકે IAS બનીને આખા દેશમાં પોતાની મહેનત અને દ્રઢ નિશ્ચયથી સાબિત કરી આપ્યું છે કે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. શ્રીગંગાનગર રેલ્વે ટ્રેક પાસે બનેલી જુપડપટ્ટીમાં રહેવાવાળી પૂજા નાયક પ્રતિયોગિતા પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે અને દેશના બીજા ગરીબ છાત્રો માટે એક પ્રેરણાદાયક છે.

એક ગરીબ પરિવારની દિકરી કે જેના બાળપણમાં જ તેના માથા પરથી પિતાનો છાયો જતો રહ્યો હતો અને માતાએ ખૂબ જ મજૂરી કરીને તેની દિકરીને અભ્યાસ કરાવ્યો હતો. ગરીબ દલિત પરિવારની આ દિકરી IAS બન્યાના સમાચાર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયા છે. તમને જણાવી દઈએ કે પૂજા જ્યારે માત્ર ૪ વર્ષની હતી ત્યારે તેમના પિતાનું અવસાન થયેલ હતું.

પૂજા નાયક ખૂબ જ પરિવારિક પૃષ્ઠભૂમિથી આવેલી છે. તેમના ઘરમાં વીજળી પણ નહોતી, ત્યારે તેમણે શેરીઓમાં સ્ટ્રીટ લાઇટના પ્રકાશમાં બેસીને પોતાનો અભ્યાસ કરેલો છે. પૂજા નાયકની બે બહેનો અને ૧ ભાઈ છે. પૂજાની માતાએ મજૂરી કરીને પોતાની ત્રણ દીકરીઓ અને એક દિકરાનું ભરણપોષણ કર્યું હતું.

પૂજા નાયકના આ દ્રઢ નિશ્ચય અને સખત મહેનતને નિશબ્દ પ્રેમ અને પ્રેમનો પાસવર્ડ ની પૂરી ટીમ સલામ કરે છે. અમને વિશ્વાસ છે કે આવનારા સમયમાં આવતી પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઑ અને દેશના ગરીબ બાળકો માટે પૂજા નાયક એક રોલ મોડેલ બની રહેશે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here