શાસ્ત્રો અનુસાર જો તમને સારી આવક થઈ રહી છે તો ભુલીને પણ ના કરતાં આ કામ

0
423

માતા લક્ષ્મીની કૃપા વગર જીવન પસાર કરવુ તે મુશ્કેલ કામ છે. જો માતા લક્ષ્મી કોઈના ઉપર મહેરબાન થઇ જાય તો તેનું કિસ્મત બદલી જાય છે. અને જો માતા લક્ષ્મી કોઈનાથી ક્રોધિત થઈ જાય તો વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેવા માણસો થી માતા લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે એ તમને જણાવીશું.

શાસ્ત્રો અનુસાર જે માણસો માતા લક્ષ્મીની પૂજા નથી કરતા, લક્ષ્મી કે ધનના આવવાથી અહંકારમાં ભરાઈ જાય છે અને તે ધન આવવાથી ખોટું કાર્ય કરવા લાગે છે. ખોટા કામોમાં પોતાના ધનનો ઉપયોગ કરે છે તેવા માણસો થી માતા લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે.

આવા માણસો થી માતા લક્ષ્મી થોડાક જ સમયમાં દૂર પણ થઈ જાય છે અને તેના પછી તેમને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. માતા લક્ષ્મી જો એકવાર કોઈનાથી ક્રોધિત થઈ જાય તો ઘણા પ્રયત્નો કરવા છતાં પણ તે એ વ્યક્તિ પાસે નથી આવતા.

જો તમારા પુણ્યકર્મોથી માતા લક્ષ્મી તમારા ઉપર મહેરબાન હોય તો તે સમયે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિધિવત તેમનું પૂજન કરતા રહેવું જોઈએ. કમાયેલા ધનનો થોડોક ભાગ પરોપકારના કાર્યોમાં ખર્ચ કરવો. આમ કરવાથી માતા લક્ષ્મી તમારા ત્યાં સ્થાન બનાવી લેશે અને તમારા જીવનમાં ખુશખુશાલી આવી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here