શરીર તથા પેટની ચરબી દૂર કરવાનો જાદુઇ તથા અકસીર ઈલાજ

0
2974

આજના આ સમય માં આપણાં માથી ઘણા લોકો શરીર ની ચરબી તેમજ બહાર નીકળેલા પેટ થી પરેશાન છે. આવું શરીર ના ઇમબેલન્સ ના લીધે થાય છે. આના લીધે શરીર માં ફેટ ના સેલ શરીર માં જમા થવા લાગે છે. અને સમસ્યા થી છૂટકારો મેળવવા આયુર્વેદ સૌથી વધારે ઉપયોગી અને અકસીર ઈલાજ છે.

પેટની ચરબી ઘટાડવા માટે હળદર અને લીંબુ ખૂબ જ અસરકારક બની શકે છે. હળદરમાં પોટેશિયમ, કૅલ્શિયમ, આયર્ન, સોડિયમ, મૅગ્નેશિયમ અને ઝિંક જેવા મિનરલ્સ હોય છે. તેની સાથે જ તેમાં વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ઈ, અને પ્રોટીન વગેરે પણ હોય છે.સાથે જ તેમાં રહેલ એંટિ ઓકસિડેંટ ગુણ શરીરનું ચયાપચય વધારે છે અને ભૂખ ઓછી કરે છે.

હળદરમાં રહેલું તત્વ શરીર માં ચરબી જામતા રોકે છે તથા લીંબુ માં રહેલું વિટામિન સી પણ વારંવાર ભૂખ લગતા રોકે છે અને પેટ ને સાફ રાખે છે. તેનાથી શરીરની ચપાપચય ની ક્રિયા વધે છે.

૧ કપ ગરમ પાણીમાં અડધું લીંબુ નિચોવી નાખો અને એક ચમચી ના ચોથા ભાગની હળદર એમાં નાખો. આપ ને જો એ મિશ્રણ નો સ્વાદ ના ભાવે તો એમાં થોડું મધ પણ મેળવી શકો છો અને આ મિશ્રણ હુફાળું જ પી જવું.

આ સિવાય હળદર લીંબુ ની ચા પણ શરીર ની ચરબી માટે ઉપયોગ માં લઈ શકાય છે. એક કપ દૂધ ઉકાળો અને તેમાં અડધી ચમચી લીંબુ નો રસ અને અડધી ચમચી મધ મિક્સ કરો હવે તેને હળવી આંચ પર પાંચ મિનિટ સુધી ઉકળવા દો. પાંચ મિનિટ પછી ચા ને ગાળી લો અને ગરમા ગરમ જ પી જાઓ.

હળદર અને લીંબુના મિશ્રણ નો ઉપયોગ તમે જમવાના સલાડ માં પણ કરી શકો છો. આપ કોઈ પણ સલાડ ખાઓ તેમાં એક ચમચી હળદર અને બે ચમચી લીંબુ નો રસ મેળવીને પણ ઉપયોગ માં લઈ શકો છો. તેનાથી શરીર ની ચરબી તેમજ પેટની ફાંદ ઓછી થશે.

ખાસનોંધ : આ રેસીપી લેતા પહેલા કાળજી લેવી પણ ખૂબ જ જરૂરી છે. જો તમને કિડની ની પથરી ની તકલીફ હોય કે ગોલ સ્ટોન હોય અથવા જોઈ ઓપરેશન કરાવેલ હોય અથવા તો કોઈ મહિલા પ્રેગ્નંટ હોય તો પણ ડોક્ટરને પૂછીને અને સલાહ લઈ ને પછી જ આ રેસીપી નું સેવન કરવું.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here