શરીરના અનેક રોગો માટે પાન છે ઉતમ ઔષધ, પાનનાં ફાયદાઓ જાણીને તમે ચોંકી જશો

0
1674

પણ આપણે જમવા પછી ઉપયોગમાં લઈએ છીએ. પાનને જમ્યા બાદ ખાવાથી પાચન કરવામાં મદદ કરે છે. પાનથી રોગોનો ઉપચાર પણ કરવામાં આવે છે. આ સિવાય પાનનો ઉપયોગ ધાર્મિક વિધિ, પૂજા, અર્ચના, ટોણાં-ટોટકામાં બહુ જ મહત્વ છે. સામાન્ય રીતે તો લોકો આનો ઉપયોગ જમ્યા બાદ પાચન કરવા માટે અને મોઢાના સ્વાદ માટે કરે છે.

ખૂબ જ ઓછા લોકો જાણે છે કે પાન ફક્ત સ્વાદ માટે જ ઉપયોગ નથી લેવામાં આવતા પરંતુ શરીરના સ્વાસ્થ્ય માટે અને અલગ અલગ પ્રકારના રોગોથી પણ બચાવી રાખવા માટે પાન ઉપયોગમાં લેવામાં આવે છે અને ઘણી બીમારીઓનો ઉપચાર કરે છે. પાન બનાવવામાં ઉપયોગ માં આવતા પદાર્થો જેવા જે ચૂનો, કાથો વગેરે પદાર્થો કોઈને કોઈ રીતે મોઢા માટે ઉપયોગી છે.

જે લોકોને દાંતોમાં પાયેરિયાની તકલીફ રહેતી હોય અને તકલીફથી પીડાતા હોય જેના માટે તેઓ અનેક પ્રકારની દવાઓ ખાતા હોય તથા અનેક પ્રકારના પરહેજ કરવા પડતાં હોય તો એમના માટે પાન એક સારો ઉપાય છે. આ માટે પાન માં ૧૦ ગ્રામ કપૂર મેળવીને દિવસમાં ૩ થી ૪ વખત પાનનું સેવન કરે જલ્દી જ એમની પાયેરિયાની તકલીફ દૂર થઈ જશે. બસ તેમણે એક વાત ની કાળજી લેવાની છે કે પાન ચવતી વખતે મોઢામાં બનતા કપૂરના રસને ગળી જઈને પેટમાં ન જવા દેવો તેને બહાર જ કાઢી નાંખવો.

પાન ફક્ત પાયેરિયા જ માટે નહીં પરંતુ આખા મોઢા માટે સ્વાસ્થ્ય વર્ધક હોય છે કેમ કે એમાં અમુક એવા તત્વો હોય છે જે મોઢા માં બેક્ટેરિયાના પ્રભાવને ઓછો કરી નાંખે છે અને મોઢાની દુર્ગંધને ભગાડવામાં મદદ કરે છે. તેમાં ઉપયોગ માં લેવામાં આવતો કાથો, લવિંગ અને એલચી મોધને ફ્રેશ રાખે છે. જે વ્યક્તિ પાન ખાતો હોય છે તેમની લાળમાં ascorbic acid સ્તર પાન સામાન્ય રહે છે જેના કારણે તેમણે મોઢાને સંબંધિત કોઈપણ બીમારીઓથી સુરક્ષા મળે છે. પાન પેઢાનો સોજો અને ગાંઠને પણ દૂર કરવામાં લાભકારી છે.

જો તમને ઉધરસ છે તો હળદરને ગરમ કરીને પાનમાં લગાવીને તેને ચાવવું જોઈએ. જો આ કરવા છતાં પણ ઉધરસમાં રાહત નથી મળતી તો હળદર ની સાથે સાથે અજમા પણ ઉમેરી શકો છે તેનાથી તમને આરામ મળશે. જે લોકોને કિડની સંબધિત બીમારી છે એ લોકો સવાર-સાંજ પાન જરૂરથી ચાવવુ જોઈએ તેનાથી કિડનીની ગંદકી સાફ થઈ જશે અને કિડનીની કાર્યક્ષમતા માં વધારો થાય છે.

ઘણા લોકોને અલ્પમૂત્ર એટલે કે પેશાબનું પ્રમાણ ઓછું આવવું જેવી તકલીફ હોય છે જેના લીધે તેમણે પેટ સંબધિત અનેક બીમારીઓ શિકાર બનાવી લે છે. આ તકલીફ ના ઉપાય માટે પાનના પત્તાનો રસ કાઢીને તેને પાતળા દૂધ સાથે લેવાથી અલ્પમૂત્રની સમસ્યા દૂર થશે.

પાનના પત્તાઓમાં એવા antioxydent તત્વ આવે છે જેનાથી ત્વચામાં ચમક આવે છે અને સૌંદર્ય વધે છે. પાન લોહીને સાફ કરીને ખીલ અને ત્વચા સંબધિત અનેક બીમારીઓ થી બચાવે છે.

જે લોકોના નવા લગ્ન થયા હોય એ લોકોએ પાનનું સેવન કરતાં હોય છે. એ પાછળનું કારણ એ છે કે દરરોજ પાનનું સેવન કરવાથી કામભાવના વધી જાય છે, જેનાથી તમે તમારા સાથી સાથે વિતાવેલા પળોને વધારે ખુશનુમા બનાવી શકો છે.

જમ્યા પછી પાન ખાવાથી તેના રસથી બનતી લાળ પાચનતંત્રને લાભદાયક છે. તેનાથી કબજિયાત જેવી બીમારીથી પણ છૂટકારો મળે છે કેમ કે પાન પાચનતંત્ર અને કિડની માટે ફાયદાકારક છે.

ઘણા લોકોનો વજન બહુ ઓછો હોય છે તો ઘણે બહુજ ઓછી ભૂખ લાગે છે, આવા માં પાનનું દરરોજ સેવન કરવાથી વ્યક્તિની ભૂખ અને તરસ વધી જાય છે અને એ પેટ ભરીને જામી શકે છે. ભૂખ વધારવા માટે જો તમે દેશી પાનનો ઉપયોગ કરો છો તો એ વધારે લાભદાયક છે.

જો તમે પાનનો સાચી રીતે ઉપયોગ કરો છો એટલે કે તમાકુ વાળા પાન નહીં પણ મીઠા પાનને તો એ ફાયદાકારક રહે છે પરંતુ આ જ પાન ને તમમે તમાકુ સાથે સેવન કરો છો તો એ તમારા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક બને છે. માટે સાચી રીત થી પાનનો ઉપયોગ ખૂબ  જ લાભદાયક છે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here