શરીરમાં પાણીની કમી થી થાય છે ૧૦૦ થી પણ વધારે રોગ

0
1342

મિત્રો શુ તમે જાણો કે પાણી ની કમી શરીર માં થવી તે કેટલું ગંભીર રુપ ધારણ કરી શકે છે. દુનિયા માં 50 % લોકો એવા છે જેઓ પાણી પીવા પર ધ્યાન જ નથી આપતા. જો તમે પણ આખા દિવસ માં પાણી પીવા પર ધ્યાન નથી આપતા તો ગંભીર રોગો થી બચવા માટે આજે જ પાણી વધારે માત્રા માં પીવા લાગો. આજે અમે જણાવીશું કે શરીર માં પાણી ની કમી થવાથી ક્યાં ક્યાં રોગો થઈ શકે છે.

આપણું શરીર 75 % પાણી થી બનેલું છે. પાણી બધા જ અંગો ને સારી રીતે કામ કરવા માટે ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્ય ને લઈને થતી બીમારી ઓ પાણી ની કમી ના કારણે જ થાય છે. જે લોકો પાણી ઓછું પીવે છે તેમને લિવર, ફેફસા, પેટ, કિડની વગેરે ની બીમારીઓ થઈ શકે છે. પાણી ની કમી શરીર માં થાય તેના પણ કેટલાક લક્ષણો છે જે આ પ્રમાણે છે.

મોઢા માં દુર્ગંધ આવવી. બ્રશ ન કરવાથી જેમ મોઢામાં દુર્ગંધ આવે છે તેમ પાણી ની કમી ના કારણે પણ દુર્ગંધ આવી શકે છે. મોઢા માં લાળ નું પ્રમાણ ઓછું થવાના કારણે મોઢું સુકાવા લાગે છે જેથી જીવાણુ ઓની માત્રા વધતી જાય છે અને મોઢા માં દુર્ગંધ આવવા લાગે છે.

પાણી ની કમી ના કારણે પીળા રંગનો પેશાબ અને પેશાબ માં બળતરા થાય છે. પરસેવા અને પેશાબ ની વાટે ટોક્સિન લગાતાર શરીર માંથી બહાર નીકળતા હોય છે. યુરિન વધારે એસિડિક થઈ જાય છે અને તેથી પેશાબ કરતા સમયે બળતરા થાય છે.

સાંધા નો દુખાવો અને અકળામણ પણ પાણી ની કમી ના કારણે થાય છે. એક જગ્યાએ વધારવા સમય બેસી રહેવાથી પાણી ની કમી ના કારણે અકળામણ થવા લાગે છે. પાણી ની કમી ના કારણે તરલ ની માત્રા ઘટવા લાગે છે તેથી શરીર ના કેટલાક સાંધાઓ માં દુખાવો થવો લાગે છે.

જ્યારે શરીર માં પાણી ની કમી હોય છે ત્યારે ભૂખ વારંવાર લાગવા માંડે છે. લોકો વારંવાર ભૂખ લાગે એટલે ખાવા માંડે છે પરંતુ તે પાણી ની તરસ હોય છે. વ્યક્તિ જ્યારે વધારે પડતું ખાઈ લે છે ત્યારે તેને પેટનો દુખાવો સહન કરવો પડે છે.

પાણીની કમી ના કારણે થકાન, સુસ્તી અને લાંબા સમય સુધી બીમારી રહે છે. લોહી ઘાટું થઈ જાય છે તેથી બ્લડપ્રેશર વધી જાય છે. શરીર ના બધા જ અંગો માં પાણી ની કમી થવાથી ઘણાં પ્રકાર ની બીમારીઓ ઘર કરી જાય છે.

પાણી ની કમી ના કારણે ત્વચા સૂકી થઈ જાય છે. પાણી ની કમી નો અંદાજો ત્વચા પર થી આસાની થી લગાવી શકાય છે. ભરપુર માત્રા માં પાણી પીવાથી ત્વચા મુલાયમ રહે છે. ખાસ કરીને ઠંડી ના મોસમ માં વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ.

ઘણા લોકો એવા હોય છે જ્યાં સુધી ખૂબ જ તેસ ના લાગે ત્યાં સુધી પાણી નથી પીતા. ખૂબ જ તરસ લાગવી તે પાણી ની કમી ની નિશાની છે. માથા નો દુખાવો, ગુસ્સો વગેરે પાણી ની કમી ના કારણે જ થાય છે.

આંખો નું સુકાવું તે ખૂબ જ ગંભીર સમસ્યા છે. જે અંધાપણું પણ લાવી શકે છે. આજે આપણે કમ્પ્યૂટર અને મોબાઈલ પર આંખો વડે જ બધા કાર્યો કરીએ છીએ તો જરૂરી છે કે અપને ખૂબ જ ઉપયોગી એવી આંખો ને સાચવીએ. પાણી ની કમી ના કારણે આંખો લાલ રહે છે.

કબજિયાત રહેવા વાળા લોકોને હમેશાં વધારે પાણી પીવું જોઈએ. એ સિવાય એસિડિટી, આંતરડા માં સોજો, અપચો, ગેસ, બવાસીર વગેરે બીમારી પણ તેના કારણે જ થાય છે.

જે લોકો વર્કઆઉટ કરે છે તે લોકો ને વધારે પાણી પીવું જોઈએ. પાણી ની કમી ના કારણે મસલ્સ ની ચરબી ઓછી થઈ જાય છે અને એક્સરસાઇઝ કર્યા પછી સાંધા માં દુખાવો થવો લાગે છે.

મિત્રો આ હતા પાણી ની કમી ના લક્ષણો અને તેના થી થતી બીમારી ઓ વિશે ની માહિતી જેને જાણીને હવે તમે ચોક્કસ પાણી વધારે માત્રામાં પીવા લાગશો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here