શનિવારના દિવસે પોતાના ખિસ્સામાં અથવા તો પર્સમાં રાખો આ વસ્તુ, સાંજ સુધીના અવશ્ય ફાયદો થશે

0
3922

જો તમે શનિદેવને ખુશ કરવા માંગો છો તો તેના માટે શનિવાર દિવસ એકદમ યોગ્ય છે. શનિવારના દિવસે શનિદેવના મંદિરમાં સવારથી જ લાંબી લાઈન જોવામાં આવે છે, લોકો શનિદેવના પ્રભાવથી બચવા માટે તથા તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તેમની પૂજા કરે છે. શનિવારના દિવસે તમે જોયું હશે કે ઘણા લોકો તેમના નામ પર દાન કરે છે, દાનમાં મોટાભાગે સરસોનું તેલ અને પૈસા હોય છે. જેના પર શનિદેવનો પ્રકોપ હોય છે તે પોતાનું બધું જ કામ છોડીને તેમને ખુશ કરવા માટે લાગી જાય છે.

ઘણા લોકો ઈચ્છા હોવા છતાં પણ શનિવારના દિવસે મંદિર જઈ શકતા નથી પરંતુ તેમને શનિદેવને ખુશ પણ કરવા છે તો તેના માટે શું કરવું? ‌ તેના માટે હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને એવી એક વાત જણાવવા જઈ રહ્યા છીએ જેનું પાલન કરીને તમે શનિદેવની કૃપા મેળવી શકો છો. આજે અમે તમને એવી એક વસ્તુ બતાવવા જઈ રહ્યા છીએ જેમાંથી કોઈ એક વસ્તુ તમે પોતાના ખિસ્સામાં અથવા તો પર્સમાં રાખી ને શનિદેવ ના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો.

શનિદેવને બ્લૂ રંગના ફૂલ ખૂબ જ પસંદ હોય છે, એટલા માટે ભક્તો તેમને ડો રંગના ફૂલો ચડાવે છે. જો તમે કોઈપણ કારણોસર આ ફૂલો ચઢાવી નથી શકતા તો તેને પોતાના ખિસ્સામાં અથવા પર્સમાં રાખી લો. સાંજ સુધીમાં તમને તેનો ફાયદો જરૂર દેખાઈ આવશે અને તમારુ બગડેલું કામ જરૂર સુધરી જશે.

શનિવારના દિવસે જો તમે તલનું દાન કરો છો તો તેના લીધે તમારા જીવનમાં ખૂબ જ ખુશહાલી આવશે અને તેનાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે. જો તમે કોઈ કારણોસર શનિવારના દિવસે તલનું દાન નથી કરી શકતા તો તલના થોડા દાણા લઈને તેને પોતાના ખિસ્સામાં અથવા પર્સમાં રાખી લો તેના લીધે નિશ્ચિતપણે તમને ફાયદો જણાશે.

કાળા અડદ ની દાળ ને શનિવારના દિવસે દાન કરવાથી તમારા બધા જ શારીરિક કષ્ટ દૂર થઈ જાય છે. દાન ન કરી શકવાની પરિસ્થિતિમાં તમે તેને પોતાના ખિસ્સા અથવા પર્સમાં રાખી શકો છો.

શાસ્ત્રોમાં શનિદેવને પ્રસન્ન કરવા વિશે જણાવ્યું છે કે કાળા રંગના વસ્ત્રોનું દાન કરો. જો દાન કરવું સંભવ ના હોય તો કાળા રંગના કપડાં પહેરો. જો કોઈ કારણવશ એ પણ નથી કરી શકતા તો કાળા રંગનો રૂમાલ ખિસ્સામાં જરૂર રાખવું તેનાથી લાભ મળશે.

જો તમે શનિવારના દિવસે કાજળ નું દાન કરો છો તો તમારી આંખોની દ્રષ્ટિ વધશે અને તમને આંખ સંબંધી રોગ પણ દૂર થશે. તમે પોતે પણ શનિવાર ના દિવસે પોતાની આંખોમાં કાજળ લગાવી શકો છો, જો તમે ના લગાવવા ઈચ્છતા હોય તો તેને પોતાની પાસે જરૂર રાખો.

શનિવારના દિવસે તમે લોખંડ અથવા કાચ ની ગોળીઓ પણ પોતાની પાસે રાખી શકો છો આવું કરવાથી શનિ અને રાહુ બંનેના અશુભ પ્રભાવથી બચી શકાય છે.

આજે શનિદેવનો દિવસ છે તો તમને પણ કોમેન્ટમાં જય શનિદેવ અવશ્ય લખજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here