શાકભાજી વાળાએ કચરાના ઢગલામાંથી મળેલ બાળકીને બનાવી કમિશ્નર, બાળકીએ ૨૫ વર્ષ બાદ આ રીતે ચૂકવ્યું તેનું ઋણ

5
19406

ઘણા સમયે આપણે પરેશાનીઓથી ઘેરાયેલા હોય છે અને ત્યારે ભગવાન કોઈ અજાણ્યા વ્યક્તિને જ આપની મદદ માટે મોકલી આપે છે. એ વ્યક્તિના રૂપમાં ભગવાન જ આપણી સામે પ્રગટ થતાં હોય છે, અને તે સમયે તે વ્યક્તિ જ આપણાં માટે કાર્ય કરે છે, જે ભગવાન કરતાં હોય છે.

વિકટ પરિસ્થિતિઓમાં જ્યારે આપણે કોઈ ખાસ વ્યક્તિની જરૂર હોય છે ત્યારે ભગવાન જરૂર હોય છે જે આપણી મદદ માટે કોઈને મોકલી આપે છે. આજે અમે તમને અહી એવી જ એક ઘટના વિશે વાત કરવાના છીએ જે આસામમાં આવેલા તિનસુખિયા ગામમાં આજથી ૨૫ વર્ષ પહેલા બની હતી.

એવું બન્યું હતું કે આજથી ૨૫ વર્ષ પહેલા સોબરન નામના એક શાકભાજી વેચવાવાળો વ્યક્તિ સાંજના સમયે શાકભાજી વેચીને ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે રસ્તામાં તેને રસ્તાની નીચેની સાઇડ પર એક બાળકના રડવાનો અવાજ સંભળાયો, નજીક જઈને જોયું તો એક બાળકી કપડામાં વીંટેલી રડી રહી હતી. સોબરન એ સમયે કઈ સમજી ના શકયો પણ તેનું હ્રદય ખૂબ જ ભાવુક થઈ ગયું. પોતાની ભાવનાઓને શરણે થઈને તેણે નવજાત બાળકીને પોતાના ખોળામાં લઈ લીધી.

આ સમયે સોબરનની ઉંમર ૩૦ વર્ષની હતી. બાળકીને લઈને તે પોતાના ઘરે આવ્યો, સોબરન અવિવાહિત હતો જેના લીધે તેના માટે બાળકીનું પાલન પોષણ કરવું મુશ્કેલ હતું. છતાં પણ તેણે પોતાના કર્તવ્યનું પાલન ખૂબ જ સારી રીતે કર્યું અને ખૂબ જ ધ્યાન રાખીને તે બાળકીને મોટી કરી જેવી રીતે એક માં-બાપ તેનું ધ્યાન રાખે છે. પોતે એક સમય ભૂખ્યો રહેતો પરંતુ તે બાળકીને કોઈપણ વસ્તુની અગવડતા ન પડવા દીધી. સોબરને એ બાળકીનું બામ જ્યોતિ રાખ્યું, જ્યારે બાળકી થોડી મોટી થઈ તો તેણે સ્કૂલ મોકલવાનું પ્રારંભ કર્યું.

જ્યોતિ ૨૦૧૩માં કમ્પ્યુટર સાઇન્સમાં ગ્રેજયુએટમાં પાસ થઈ અને સરકારી સેવાઓમા પોતાનું યોગદાન દેવા માટે તૈયારી શરૂ કરી દીધી. ૨૦૧૪ માં આસામ સેવા આયોગની પરીક્ષા પાસ કરી જેમાં આસામ સરકારમાં સહાયક આયકરની પોસ્ટ મળી. જ્યોતિની આ ઉપલબ્ધિ પર સોબરન કહે છે કે, તેમની જિંદગીભરની તપસ્યા સફળ થઈ ગઈ, જ્યોતિએ આ પરીક્ષા પાસ કરીને તેમનું અહેસાન ચૂકવી દીધું અને મારા પાલન પોષણને સફળ બનાવી દીધું છે.

આજે જ્યોતિ સોબરનની સાથે રહે છે અને પોતાના પિતા સોબરનનું ખૂબ જ ધ્યાન રાખે છે. આવી રીતે એક શાકભાજીવાળાના વિશાળ હ્રદયે એક બાળકીનું ભવિષ્ય ડૂબવાથી બચાવી લીધું અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

5 COMMENTS

  1. To day such noble man exists is a matter of pride. I do not find words for this great man who gave up his whole life for the sake of adopted girl .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here