શાકભાજી વેંચીને તથા અન્ય ઘરના કામો કરીને દિકરીને બનાવી ડોક્ટર

0
1118

આજે અમે તમને એવી મા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે શાકભાજી વેચીને, ઘરોમાં કચરા-પોતા કરીને તથા સ્ટેન્ડ પર પાણી વેચીને પોતાની દીકરીને ડોક્ટર બનાવી છે. આ મહિલાનું નામ સુમિત્રા છે. તે ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લાના મૌહદ વિસ્તારમાં રહે છે. સુમિત્રા એ જણાવ્યું હતું કે તેના પાંચ બાળકો છે જેમાં બે દીકરા અને ત્રણ દીકરીઓ છે. લગભગ ૧૨ વર્ષ પહેલા તેમના પતિનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યારથી પાંચ બાળકોની જવાબદારી સુમિત્રા જ સંભાળી રહી છે. બાળકોના પાલનપોષણ માટે તેમણે લોકોના ઘરમાં કચરા પોતા પણ કર્યા છે તથા સ્ટેન્ડ પર પાણી પણ વેંચેલું છે.

ગંભીર બીમારીને કારણે પતિના મૃત્યુ બાદ ઘરની તમામ જવાબદારી સુમિત્રા પર આવી ગઇ હતી. સુમિત્રા વધારે ભણેલ-ગણેલ નથી પરંતુ તે ગરીબીના કારણે બાળકોના અભ્યાસમાં કંઈપણ અડચણ આવવા દેવા માગતા ન હતા. જેથી કરીને તેમણે ઘરોના કામ, શાકભાજી વેચવું તથા પાણી વેચવું જેવા કામો કરીને બાળકોને શિક્ષણ અપાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે “તેમની સૌથી મોટી દીકરી અનિતા અભ્યાસમાં ખૂબ જ હોશિયાર છે અને ડોક્ટર બનવા માંગતી હતી. હું જાણતી હતી કે ડૉક્ટર અને એન્જિનિયર મોટા ઘરના બાળકો જ બને છે, ગરીબ પરિવારના બાળકો નહીં. પરંતુ એ પણ જાણતી હતી કે દુનિયામાં કોઈ પણ કામ અશક્ય નથી. એક મા હોવાના લીધે મારી ફરજ બને છે કે હું મારા બાળકોના દરેક સપના પૂરા કરું અને તેમની મદદ કરું.”

તેમણે કહ્યું કે, “મેં મારું સમગ્ર જીવન ગરીબીમાં વિતાવ્યું છે. પરંતુ ગરીબીના કારણે મારા બાળકો ના સપના તૂટતા જોવા માંગતી ન હતી. ત્યારબાદ મેં મારી દીકરી ના ડોક્ટર બનવાના સપનાને પૂર્ણ કર્યું. અનિતા ૧૦મા 71% અને ૧૨માં 75% માર્ક સાથે પાસ થઈ સાથે જ સ્કૂલમાં પણ ટોપ કર્યું હતું.

વળી આ નેતાએ કહ્યું હતું કે, “માં એ મને ડોક્ટર બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે. વળી જ્યારે મારા પિતાનું મૃત્યુ બિમારીના કારણે થયો ત્યારે તેમના ઈલાજ માટે પૈસા પણ નહોતા. મેં ગરીબી જોઈ છે એટલા માટે ભવિષ્યમાં એવા લોકોનો મફતમાં ઇલાજ કરીશ જે ગરીબ હોવાને કારણે હોસ્પિટલ જઈ શકતા નથી. એવું કહી શકાય કે એક મા પોતાના બાળકો માટે એ બધું જ કરી શકે છે જે લોકોને અશક્ય લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here