મોર્ડન લાઈફ સ્ટાઈલ માં કાગળમાં રોટલી ટાળવી અને ખાવાનું પેક કરવું એ ઘણું જૂનું થઈ ગયું છે. સમાચાર પત્ર અને કાગળ ની જગ્યા હવે ચમકતી એલ્યુમિનિયમ ફોઇલે લઈ લીધી છે. ઓફિસે જવાનું હોય કે પછી બાળકો નું ટિફિન બોક્સ તૈયાર કરવાનું હોય મોટા ભાગના લોકો એલ્યુમિનિયમની ફોઈલમાં જમવાનું પેક કરવાનું પસંદ કરે છે.
જેના કારણે જમવાનું તાજુ અને લાંબો સમય સુધી ગરમ રહે છે. પરંતુ શું તમે જાણો છો કે એલ્યુમિનિયમ ફોઇલ ને લીધે તમારો ખોરાક તમને કેટલું નુકસાન કરે છે? તો આવો જાણીએ કેવી રીતે.
એલ્યુમિનિયમ ફોઇલ ના નુકસાન ને લઈને ઘણી શોધખોળ થઈ ચુકેલ છે. હાલમાં ન્યુટ્રીશન અને એક્સરસાઇઝ સાઈન્સ એક્સપર્ટ ઋજુતા દિવેકર એ પોતાની ફેસબુક વોલ પર એક વીડિયો પોસ્ટ કરેલ હતો. જેમાં તેઓએ એલ્યુમિનિયમ ફોઈલમાં ખોરાક એક કરવાથી થતા નુકસાન વિશેષ જણાવ્યું હતું.
તેમના જણાવ્યા અનુસાર ભોજન એલ્યુમિનિયમ ફૂલ અથવા પ્લાસ્ટિકના લંચ બોક્સમાં પેક કરવાને બદલે કાચના વાસણમાં એક કરવું વધારે યોગ્ય રહેશે. તેનાથી ખોરાક ના પોષક તત્વો નાશ પામતા નથી. તેમનું કહેવું છે કે પાણી પણ કાચ, માટી અથવા કાસા ની બોટલ માં જ પીવું જોઈએ.
વિશેષજ્ઞ પણ ખોરાક પેક કરવા માટે એલ્યુમિનિયમ ફોઈલ ના પ્રયોગને યોગ્ય માનતા નથી. તેમના જણાવ્યા અનુસાર ખોરાક જ્યારે એલ્યુમિનિયમ ફોઇલ ના સંપર્ક માં આવે છે તો તેની તાસીર બદલી જાય છે. તેમાં એલ્યુમિનિયમના તત્વ આવવા લાગે છે જેના કારણે ખોરાકની ગુણવત્તા પ્રભાવિત થાય છે.
ઉતાવળમાં ઘણીવાર આપણે ગરમ ખોરાક એલ્યુમિનિયમ ફુલ અથવા પ્લાસ્ટિક પેપર માં પેદા કરીએ છીએ પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. તેનાથી તેમાં રહેલ કેમિકલ ખોરાકમાં ભળી જાય છે. પ્લાસ્ટિક માં જીનો એસ્ટ્રોન નામનું એક ખતરનાક કેમિકલ હોય છે. તેવામાં જ્યારે આપણે ગરમ ખોરાક વાસણમાં પેક કરીએ છીએ તેના લીધે શરીરના હોર્મોનમાં અસંતુલન પેદા થાય છે. જે નાના બાળકોના વિકાસને પણ પ્રભાવિત કરે છે.
ઘણી શોધમાં આ વાત પહેલા પણ સામે આવી ચુકેલ છે કે આવો ખોરાક ખાવા વાળા લોકોને ભુલવાની બીમારી (અલ્ઝાઇમર) પણ થઈ શકે છે. એલ્યુમિનિયમ ફોઈલમાં પેક કરેલ ખોરાક ખાવાથી મગજમાં બનવાવાળી કોશિકાઓની સંખ્યા ઘટતી જાય છે.