સવારે ઉઠ્યા પછી કરો આ ત્રણ એક્સરસાઇઝ, દિવસભર રહેશો એક્ટિવ અને એનર્જી થી ભરેલા

0
1774

સવારે સવારે ઊઠવાનું મન નથી તોપણ ઉઠવું પડે છે. ઉંઘ પુરી ન થવાના કારણે દિવસ ભર સુસ્તી મહેસુસ થયા કરે છે. જો આ સમસ્યા તમને પણ છે તો એક્સરસાઇઝ તમારી ખૂબ જ મદદ કરશે.  એક્સરસાઈઝ કરવા માટે તમારે દરરોજ ફક્ત દસ મિનિટનો સમય કાઢવાનો છે. તેના પછી તમે આખા દિવસ સુધી એક્ટિવ રહેશો અને તમારી એનર્જી પણ બરકરાર રહેશે.

તેના સિવાય તમને રાતમાં ઉંઘ પણ સારી આવશે. જેનાથી તમે ઓછું સૂઈ ને પણ શરીરની બધી જ થકાન આસાનીથી મિટાવી શકશો. આવો તમને કહી દઈએ કે સવારે ઉઠ્યા પછી તમારી કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ અને કઈ રીતે પોતાના દિવસની શરૂઆત કરવી જોઈએ.

સવારે ઉઠ્યા પછી સૌથી પહેલું કામ

ફિટ અને હેલ્ધી રહેવા માટે તમારે સવારે સવારે ઉઠીને જિમ જઈને કલાકો સુધી પરસેવો પાળવાની જરૂર નથી. સવારે ઉઠ્યા પછી સૌથી પહેલાં એક ગ્લાસ સામાન્ય કે નવશેકુ પાણી પીવો અને પછી એક્સરસાઇઝ માટે તૈયાર થઈ જાવ. તમે ઘરના કોઈ રૂમમાં, છત ઉપર, બગીચામાં કે રોડ ઉપર ગમેત્યાં એક્સરસાઇઝ આસાનીથી કરી શકો છો.

સ્ટ્રેચિંગ

સૌથી પહેલાં પોતાના બંને પગ ની વચ્ચે થોડું અંતર રાખતા બીલકુલ સીધા ઊભા રહી જાઓ. હવે પોતાના હાથોની ઉપરની તરફ જેટલું વધારે ઉઠાવી શકો તેટલું ઉઠાવો તેની સાથે જ પોતાની એડીઓ પણ ઉઠાવો. દસ સેકન્ડ રોકાણા પછી ફરીથી પહેલા વાળી પોઝિશનમાં આવી જાવ. તેના પછી પોતાના હાથોને ડાબી જમણી તરફ ફેલાવો અને પછી વિપરીત દિશામાં લઈ જાય કમરને સ્ટ્રેચ કરો. તેના પછી હાથને બીજી વખત ઉપરની તરફ ઉઠાવીને નીચે ઝુકતા હોય તે રીતે પગની આંગળીઓને અડો. આ બધી ક્રિયાઓ પાંચ-પાંચ વખત કરો. આ રીતે તમારે પુરા શરીરની સ્ટ્રેચિંગ થઈ જશે.

પાવર પુશપ્સ

સ્ટ્રેચિંગ કર્યા પછી તમારી બોડી માટે એક્સરસાઇઝ કરવા તૈયાર થઇ જાય છે. હવે તમારે તરત જ પુશપ્સ કરવાના છે. જેનાથી તમને છાતી, ખભાઓ, બાવડાંમાં અને પગને ફાયદો મળશે. પુશપ્સ કરવા માટે જમીન ઉપર પેટના બળે સૂઈ જાવ અને પોતાની હથેળીઓને જમીન ઉપર એવી રીતે રાખો કે તમારા છાતીની સામે આવે. હવે તમારા હાથની શક્તિ ના સહારે તમારે પુરા શરીરને ઉપર ઉઠાવવાનો અને પછી પહેલા વાળી પોઝીશન માં આવી જાવ. તેનાથી તમારી બાજુમાં જોર પડશે. આમ જેટલા પુશ-અપ કરી શકો છો એટલા કરો શરૂઆતમાં જો તમે પાંચ દસ કરશો તો તે તમારા માટે ફાયદેમંદ રહેશે.

સુમો સ્કવૈટ

સુમો સકવેટ કરવા માટે તમારે કમરની નીચે ના હિસ્સા ની સારી એક્સરસાઇઝ થઈ જશે. તેને કરવા માટે સૌથી પહેલા પોતાના પગોની વચ્ચે થોડી જગ્યા બનાવી ને સીધા ઊભા રહી જાવ. હવે તમારા બંને હાથો ને પોતાના માથાની પાછળ લઈ જાય ને લોક કરી લો. તેના પછી વિના આગળની તરફ ઝૂકી બેસવાની પોઝીશન માં આવી જાઓ. ગોઠણ ને મરોડીને તમે જેટલા નીચે સુધી બેસી શકો છો બેસી જાવ અને પછી ફરીથી ઊભા થઈ જાવ આ રીતે 10 સેટ કરો.

તેના પછી તમે પોતાના ડાબા પગને ડાબી દિશામાં ફેલાવીને ઉપર ઉઠાવો અને પછી પહેલાં જેવી પોઝીશન માં આવી જાવ તેના પછી જમણા પગને જમણી દિશામાં ફેલાવીને ઉપર ઉઠાવો અને પછી પહેલા જેવી પોઝીશન માં આવી જાવ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here