સ્ત્રી અને પૂરુષ વચ્ચે ફકત એક જ પ્રકારના સંબંધો હોઇ શકે?

0
7946
સ્ત્રી અને પૂરુષ વચ્ચે ફકત એક જ પ્રકારના સંબંધો હોઇ શકે એવી વિક્રુત માન્યતા ધરાવતા સમાજ માટે ફેસબુક એક લપડાક છે. વિજાતીય આકર્ષણ સૌ કોઇને હોય એ સ્વાભાવિક છે. દરેક પૂરુષને સ્ત્રીમિત્ર જોડે તથા કોઇપણ સ્ત્રીને પૂરુષ મિત્ર જોડે વધારે ફાવે છે અને આવી દોસ્તી લાંબી ટકે પણ છે.એક સ્ત્રી બીજી સ્ત્રી મિત્ર ને જે નથી કહી શકતી તેવી સંવદનશીલ બાબતો સ્ત્રીઓ પૂરૂષ મિત્ર ને એક્દમ સહજતાથી કહી દે છે.કોઇપણ પ્રકારની ગુનાહિત લાગણી અનુભવ્યા વગર…..ફેસબુક પર થતી સ્ત્રી-પૂરુષ ની મૈત્રી એટલે “લફરૂ” જ એવુ જરૂરી નથી જ નથી.
  આવી દોસ્તીને “લફરા”નુ નામ આપનારા વ્યક્તિઓ પોતે જ માનસિક વિક્રુતિ ધરાવતા હોવા જોઇએ,જેને “પીળુ “દેખાતુ હોય એમણે પોતે “કમળા”ની દવા કરાવવી જોઇએ…હું ફેસબુક પર એવા ઘણા સ્ત્રી- પૂરુષ મિત્રોને ઓળખું છું જેઓ એકબીજા સાથે ખુબ સન્માન પૂર્વક અને સહજતાથી વર્તે છે. એકેબીજા વચ્ચે સેંકડો કિલોમીટર ના અંતર હોવા છતાં, એક્બીજાને ક્યારેય મળ્યા ના હોવા છતા એટલા નિકટ છે કે રુબરૂ મળવાની પણ ક્યારેય જરૂર લાગતી નથી. મને ખુદ ને પણ કયારેક એટ્લી નવાઇ લાગે છે કે ખરેખર આ શક્ય છે? દૂર દૂર સુધી ક્યાંય હવસ અને વાસનાના નામો નિશાન જોવા નથી મળતા. ફેસબૂક થી લગ્નેતર બાહ્ય સંબંધો જ વિકસે છે એવું માનવું ભૂલભરેલુ છે. આવું કોઇ કોઇ કિસ્સામા બન્યું પણ હશે પરંતુ એને લીધે સમગ્ર મિત્ર જગત માટે ખોટી ગ્રંથિ બાંધી લેવી પણ યોગ્ય નથી. ફેસબુકે મને ખુબ સારા મિત્રો આપ્યા છે.જે અરસપરસ વ્યથા-વેદના પણ સમજે છે અને એકેબીજાને માન સન્માન પણ આપે છે. આભાર “ફેસબુક” કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here