સાસુ માટે સોનેરી સલાહ, દરેક સ્ત્રીએ જરૂરથી વાંચવું

0
2872

૨૧મી સદીમાં અત્યારે સ્ત્રી પુરુષ સમોવડી બની ગઈ છે. સ્ત્રી સશક્તિકરણ, ભણતર અને રમત ગમતમાં પણ દીકરીઓનો દબદબો રહ્યો છે. આ બધુ બોલવામાં અને વાંચવામાં તો સારું લાગે છે. પણ દીકરીને આ બધી જ તેની ઉપલબ્ધિઑ એક સ્વપ્ન સમાન જ હોય છે.

દીકરી પરણીને સાસરે જાય ત્યારે તેને પ્રાપ્ત કરેલી આ બધી જ સિધ્ધિઓ, આવડત, ભણતર આ બધુ બાજુ પર મૂકી દઈને પોતાના ઘરસંસારમાં વ્યસ્ત થઈ જાય છે. અમુક જગ્યાએ તો સાસરું એટલે તમારા પોતાના વ્યક્તિત્વના વિકાસ ને સાથ આપતું કુટુંબ નહીં પરંતુ સમાજ દ્વારા તૈયાર કરવામાં આવેલી રૂઢીઓ અને વ્યવસ્થાને આગળ વધારવાની એક જગ્યા પણ કહી શકીએ.

દીકરીને સાસરે મોકલવામાં આવે ત્યારે એ જ ધ્યેય આપવામાં આવે છે કે તારે ત્યાં જઈને ઘરના વડીલોની સેવા અને ઘરનાં સંસ્કારો જાળવી રાખવાના હોય છે. આવું કરવા છતાં પણ આપણે તેની પાસેથી આગળ વધવાની આશા રાખીએ છીએ. પોતાની ઇચ્છાઓને મારીને જીવન જીવતી સ્ત્રીઓ આપણી આસપાસ પણ ઘણી જોવા મળે છે. તેમની પાસેથી એક જ શબ્દો સાંભળવા મળે છે કે, હવે તો જવાબદારીઓ માં બંધાઈ ગયા છીએ, પોતાના માટે હવે શું કરીએ? અને તેમાં પણ જો સંયુક્ત કુટુંબ માં રહેતી હોય તો પોતાની દરેક ઇચ્છાઓની બાલી આપવી પડે છે.

અત્યારના સમયમાં વધતાં જતાં છૂટાછેડા ના બનાવો પરથી એવું લાગે છે કે લોકોમાં સહનશક્તિનો ઘટાડો થઈ રહ્યો છે. પણ જો ઘરમાં સાસુ અને વહુ જ સંપીને રહે તો સંબંધોમાં ક્યારેય પણ કડવાશ આવતી નથી. દીકરીને સલાહ તો બધા જ આપે છે પણ જો સાસુ પણ અમુક સલાહોને અનુસરે તો સાસુ-વહુ ના સંબંધો કાયમ માટે સુમેળ ભર્યા રહે છે.

સાસુ એ સૌથી પહેલા તો વહુ શબ્દ જ ભૂલી જવો જોઈએ. વહુ ને “દીકરી” કહીને જ સંબોધન કરવું જોઈએ. કારણ કે આ વહુ શબ્દ જ બધી સમસ્યાઓનું મૂળ છે. દીકરી શબ્દ સાથે એક અલગ જ લાગણી છે જે સંબંધો માં ક્યારેય પણ કડવાશ આવવા દેશે નહીં.

પરણીને ઘરે આવેલી વહુને કોઈ બીજાની વહુ સાથે સરખામણી કરીને તેનું અપમાન કરવું નહીં, એ ના ભૂલો કે તે પણ કોઈના ઘણી દીકરી જ છે. બીજાની વહુ પોતાના ઘરમાં કઈ રીતે રહે છે કઈ રીતે કામ કરે છે એ બધી વાતોમાં સરખામણી ના થઈ શકે, બધાના ઘરમાં અલગ અલગ રીતિરિવાજો હોય છે. તેના વ્યવહાર, કપડાં, દેખાવ અને અવગુણો જોવા કરતાં તેનામાં રહેલા ગુણોને જુઓ જેવી રીતે તમે પોતાની દીકરીના અવગુણોને ભૂલીને ગુણો જ જુઓ છો.

પારકી દીકરી તમારા ઘરને આપવાની શકે એ ફરજ પણ ઘરનાં વડીલોની જ છે, જો આવું નથી થતું તો એમાં ભૂલ વડીલોની છે વહુની નહીં. તમે પોતાના સમયમાં ઘરમાં કેવી રીતે રહેતા અને શું કરતાં એની સરખામણી અત્યારે તેની સાથે ના કરો. પોતાની સાથે સરખામણી તો બિલકુલ જ ના કરો.

તમારી વહુ એની ઉમર પ્રમાણે તેની લાઇફ જીવતી હોય છે માટે તેને તમારી ઉમરમાં તમે જે જીવન જીવ્યા તેમાં તમારી વહૂનો કોઈ દોષ નથી. તમારી વહુ જો સારી રીતે લાઇફ જીવી રહી હોય તો તમારે ખુશ થવું જોઈએ. અત્યારના સમયમાં મેં ઘણી એવી પણ સાસુ જોઈ છે કે જે પોતાની વહુને દીકરી બનાવીને રાખે છે.

એવું ક્યારેય ના માની લેવું કે તમે સાસુ છો એટલે બધી વાતોમાં તમે જ સાચા છો. તમારી ઉમર મોટી છે કે વડીલ છો તો એવું ના બને કે બધી વાતો માં તમારી પાસે જ જ્ઞાન વધારે હોય. વહુનું પણ ઘરમાં માન જળવાય તેની જવાબદારી પણ સાસુની જ છે.

વહુ અને દીકરા પાસેથી કોઈપણ જાતની અપેક્ષાઓ રાખ્યા વગર રહેવું અને તેના દ્વારા મળવામાં આવતો જે પ્રેમ છે તેને માણવાની જ મજા લો. તેમની સાથે સારો સમય પસાર કરો. તમે તેમના માટે કરેલા ઉછેરની કિંમત મેળવવાની લાલચ ના કરો.

જો સાસુ આ અમુલ્ય વાતોને ધ્યાનમાં લે તો ક્યારેય પણ સાસુ અને વહુના સંબંધો બગડશે નહિ અને સાસુ વહુના સંબંધો માં-દીકરી જેવા જ બની રહેશે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here