સરકાર તમારા ખાતામાં જમા કરાવશે દર મહિને ૨૫૦૦ રૂપિયા, ફક્ત કરવાનું રહેશે આ નાનું કામ

8
10191

નવા વર્ષમાં સરકાર યૂનિવર્સલ બેસિક સ્કીમ (UBI) સ્કીમનો સૌથી મોટી ભેટ સામાન્ય વ્યક્તિને મળી શકે છે. હકીકતમાં આ સ્કીમની ચર્ચા તો ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી. હાલના સમયમાં જ અલગ અલગ મંત્રાલયો પાસેથી આ માટેની સૂચનો મંગાવવામાં આવેલા હતા. આ સ્કીમ અંતર્ગત સરકાર દેશના દરેક નાગરિકને કોઈપણ શરત વિના એક નક્કી કરેલ રકમ આપશે.

આ સ્કીમ અંતર્ગત લગભગ ૧૦ કરોડ લોકોને સમાવી લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે ૨૦૧૬-૧૭ માં કરવામાં આવેલા આર્થિક સર્વેમાં આ સ્કીમને અપનાવવાની સલાહ દેવામાં આવી હતી. આવા સમયે આશા રાખવામા આવે છે કે આ વર્ષના બજેટમાં આ યોજનાની જાહેરાત થઈ શકે છે.

આ સ્કીમને લાગુ કર્યા બાદ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી રકમને દેશના દરેક નાગરિકના ખાતામાં સીધી જ ટ્રાન્સફર કરવામાં આવશે. આ યોજનાની ખાસ વાત એ છે કે આમાં વ્યક્તિની આર્થિક અને સામાજિક અવસ્થાને ધ્યાનમાં લેવામાં નહીં આવે. આ યોજના કોઈ ખાસ વર્ગને ધ્યાનમાં રાખીને નથી બનાવવામાં આવેલ પરંતુ દેશના દરેક નાગરિક માટે આ સ્કીમ લાવવામાં આવી રહી છે.

આ યોજનામાં કોઈપણ પ્રકારની શરતો નથી રાખવામા આવેલી એટલે કે સ્કીમનો લાભ લેવા માટે તમારે કોઈ આધાર પુરાવા આપવાની જરૂર નથી. આ સ્કીમમાં જેઓ બેરોજગાર લોકો છે તેઓને સૌથી વધારે લાભ આપશે. એવું પણ માનવમાં આવી રહ્યું છે કે આ સ્કીમમાં લાભાર્થીઓને અંદાજે ૨૦૦૦ થી ૨૫૦૦ રૂપિયાની દર મહિને સરકાર દ્વારા આપવામાં આવશે.

આ યોજનાનુ વિવરણ પ્રધાનમંત્રીને દર્શાવવામાં આવનાર છે જો તેમણે આ યોજના પસંદ પડી તો ૧લી જાન્યુઆરી ૨૦૧૯ના રોજ દેશની બજેટ સંસદમાં રજૂ થવાનું છે તેમાં આ યોજનાની જાહેરાત થઈ શકે છે. શરૂઆતમાં આ યોજનામાં ૧૦ કરોડ લોકોને આવરી લેવામાં આવશે.

સરકાર આ યોજના હેઠળ છેલ્લા બે વર્ષથી કામ કરી રહી છે. હકીકતમાં આ યોજનાને નોટબંધી બાદ રજૂ કરવાની હતી પરંતુ નોટબંધીના પરિણામોને કારણે આ યોજનાને રજૂ કરી શકાય નહીં અને યોજનાને મુલત્વી રાખવી પડી. હવે સરકારે આ યોજનાને ૨૦૧૯ની ચૂંટણી પહેલા લોંચ કરવાનું મન સરકાર દ્વારા બનાવી લેવામાં આવ્યું છે.

આ યોજનાને લાગુ કરવા માટે આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે. યોજનામાં લાભ મેળવનારા લાભાર્થીનો આધાર નંબર બેન્ક સાથે લિન્ક કરવામાં આવશે. એટલે કે સરકાર આ યોજના અંતર્ગત જે પૈસા આપશે એ સીધા જ લાભાર્થીના ખાતામાં જ જમા થઈ જશે. સરકારના કહેવા મુજબ આ મુજબ સરકાર અને લાભાર્થી વચ્ચે કોઈ વચેટિયા નહીં રહે. જેના માટે ખાસ જરૂરી છે કે તમારું આધાર કાર્ડ બેન્ક સાથે લિન્ક કરેલું હોવું જોઈએ. જો આધાર લિન્ક ના કરાવેલું હોય તો આ યોજનાનો લાભ લેવા અત્યારે જ લિન્ક કરવી લો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here