પોતાની ભાવિ જરૂરિયાતોને પૂરી કરવા માટે પૈસા બચાવવા એક મુશ્કેલ કામ છે. બાળકોના અભ્યાસ થી લઈને તેમના લગ્ન સુધી ભારે ભરખમ ખર્ચાઑ માટે વ્યક્તિ સામાન્ય રીતે પોતાની થોડા થોડા પૈસા બચાવીને રાખે છે. જો કે ઘણી વખત આ કરેલી બચત આપણી જરૂરિયાતો માટે પૂરતી નથી હોતી. આવા સમયે વિચાર આવે છે કે કઈ જગ્યાએ અને કેટલી રકમની બચત કરવી જેથી કરીને સમય પર તે કામ આવી શકે.
ઘણા લોકો આ માટે અલગ અલગ વિકલ્પો પસંદ કરે છે જેમ કે, એફડી, આરડી અને અન્ય જગ્યાઓ પર પોતાના પૈસા ઇન્વેસ્ટ કરે છે જેથી કરીને તેમને જરૂરિયાતના સમયે આ પૈસા મળી શકે. પરંતુ આ બધા વિકલ્પોમાં ૭ થી ૮ ટકાના હિસાબથી જ રિટર્ન મળે છે જે નાની બચતના હિસાબે જરૂરિયાતોને પૂરી નથી કરી શકતા.
જો કે બજારમાં લાંબા સમય માટે પણ એવ ઘણા વિકલ્પો છે જે અત્યારના સમયે તમારી દરેક જરૂરિયાતોને પૂરા કરવા માટે સક્ષમ છે. આ બાબત પર અમે તમને અહિયાં એવ જ એક વિકલ્પ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે સારું એવું રિટર્ન મેળવી શકશો.
બજારમાં સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) એવો એક પ્લાન ઉપલબ્ધ છે જે બજારના અન્ય વિકલ્પોની તુલનમાં સારું એવું રિટર્ન આપી શકે છે. વિશેષજ્ઞો પણ લાંબી અવધીના રોકાણ માટે સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)માં રોકાણ કરવાની સલાહ આપે છે, કેમ કે તેમાં અંદાજે ૧૨ થી ૧૫ ટકા સુધીનું રિટર્ન મળી રહે છે.
માની લો કે અત્યારે તમારી ઉંમર ૩૦ વર્ષ છે અને તમે કોઈ સારી એવી જગ્યાએ નોકરી કરી રહ્યા છો અથવા તો તમારો સારો એવો વેપાર ધંધો છે જેમાં તમારી મહિનાની આવક ૪૦ હજાર આસપાસ છે તો તમે દરરોજના ૫૦૦ રૂપિયાની બચત કરી શકો છો. આ બચતને તમે આગલા ૨૦ વર્ષ સુધી જાળવી રાખવાની છે. સામાન્ય વાત છે કે આટલા વર્ષોમાં તમારો પગાર અથવા તો ધંધાની આવકમાં પણ વધારો થશે પણ તમારી બચતની રકમ તો એટલી જ રહેશે. આવું કરવાથી તમે ૨૦ વર્ષમાં ૨.૨૫ કરોડ પણ વધારે ફંડ ભેગું કરી લેશો. જે તમારી દરેક જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતા છે.
તમારે આ ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે દરરોજના ૫૦૦ રૂપિયા બચાવવાના રહેશે જેના લીધે તમે દર મહિને ૧૫ હજાર બચાવી લેશો. બસ આ આધાર પર તમે દર મહિને SIPમાં ઇન્વેસ્ટ કરતાં જાઓ. આવું કરવાનું તમે આગલા ૨૦ વર્ષ સુધી જાળવી રાખો. ૨૦ વર્ષ બાદ ૧૫% અંદાજિત વ્યાજના હિસાબે તમારી પાસે ૨.૨૫ કરોડથી પણ વધારે પૈસા હશે.
તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.
(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !
Save
Very good information sir help full information