સરકાર આયુષમાન સ્કીમ હેઠળ આપશે ૫ લાખ સુધીનો હોસ્પિટલ ખર્ચ, અહી ક્લિક કરીને જાણો તમને લાભ મળશે કે નહીં

0
1315

આયુષમાન યોજનાની શરૂઆત પીએમ મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કરી હતી. આ યોજનાની મદદથી દેશમાં ગરીબ દસ કરોડ પરિવારોને પાંચ લાખ સુધીની મફત સારવાર નો લાભ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ યોજનાની શરૂઆત કરીને દેશને સ્વસ્થ અને સફળ ભેટ આપી છે.

આજે તમને જણાવીશું કે આ યોજનાનો લાભ તમને મળશે કે નહીં તે કેવી રીતે તપાસ કરવી. તમે તમારા મોબાઈલ નંબર થી જાણી શકો છો કે આ યોજનાનો લાભ તમને મળશે કે નહીં.

આયુષ્માન યોજના નો લાભ તમને મળશે કે નહીં તે કેવી રીતે તપાસ કરવું?

આયુષ્માન ભારત યોજના ની પૂરી જાણકારી તમને. https://mera.pmjay.gov.in/search/login પર જઈને મળી જશે. તમે તમારો મોબાઈલ નંબર નાખીને જાણી શકો છો કે તમને આ યોજનાનો લાભ મળશે કે નહીં.

આ વેબસાઈટ માં તમારો નંબર નાખ્યા બાદ તરત જ તમારા મોબાઇલમાં એક ઓટીપી આવશે જેને ત્યાં બનેલા બોક્સમાં નાખવાનો રહેશે અને આવું કરતા ની સાથે એક નવું પેજ ખુલશે. તે પેજ માં તમારે તમારું નામ, તમારા પિતાનું, નામ તમારું એડ્રેસ જેવી તમામ જાણકારી ભરવાની રહેશે. તેના પછી તમે જાણી શકો છો કે આયુશમાન ભારત યોજના માં તમારું નામ છે કે નથી.

કોણ લઇ શકે છે આયુષ્માન ભારત યોજના

આયુષ્માન ભારત યોજનાનો તમે લાભ લેવા માટે તમે યોગ્ય છો કે નથી તેની જાણકારી તમે તમારા રેશનકાર્ડ થી પણ મેળવી શકો છો. કોઈપણ પરિવારનું રેશનકાર્ડ નંબર કે તે પરિવારના સદસ્યો નો મોબાઇલ નંબર ડેટા કનેક્શન માટે લીધો છે. જેને નાખવાથી તમે પોર્ટલ પર તેની માહિતી મેળવી શકશો કે તમે આયુષ્માન ભારત યોજના નો લાભ લઇ શકો છો કે નથી. સર્ચ કરતી વખતે તમને એક મેસેજ મળશે જેનાથી તમને ખબર પડશે કે તે યોજનાનો લાભ તમને મળશે કે નહીં.

હોસ્પિટલમાં દાખલ થવાથી મળશે લાભ

આયુષ્માન ભારત યોજના માં તમને હોસ્પિટલમાં દાખલ થવાથી લઈને આવવા જવાના વાહન સુધી નો પણ લાભ મળશે. તેમાં ઓપીડી નો ખર્ચ અલગથી આવશે. ખાલી દાખલ થવા નો લાભ મળશે. આ યોજનામાં દાખલ થવાથી ત્રણ દિવસ પહેલાં અને પંદર દિવસ પછી નો ખર્ચ લાભ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here