સરદાર પટેલ બાદ દેશના આ શહેરમાં બની રહી છે શિવ ની સૌથી ઊંચી પ્રતિમા, ભગવાનનો ચહેરો જ હશે ૭૦ ફૂટ ઊંચો

0
591

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા “સ્ટેચ્યું ઓફ યુનિટી”  એ ભારતને ગર્વ કરવાનો મોકો આપ્યો છે. ૫૯૭ ફૂટ ઊંચી આ મુર્તિ અવકાશમાંથી પણ સ્પષ્ટ દેખાઈ આવે છે. અમેરિકાની કોમર્શિયલ સેટેલાઈટ નેટવર્ક પ્લેનેટએ ૪૦૦ કી.મી. ની ઊંચાઈ થી આની તસવીર લીધી હતી. હવે દેશમાં ભગવાન શિવની સૌથી ઊંચી મુર્તિ બનવા જઈ રહી છે. આવતા વર્ષે માર્ચ માહિનામાં તેનું અનાવરણ કરવામાં આવશે.

આ શિવ ભગવાનની મૂર્તિનું અનાવરણ ઉદયપુર થી ૫૦ કિલોમીટર દૂર શ્રીનાથદ્વારાની ગણેશ ટેકરીમાં થઈ રહ્યું છે. સીમેંટ કોંક્રીટમાંથી બનાવવામાં આવનારી આ મૂર્તિનું ૮૫% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. ભગવાન શિવની આ મુર્તિને મિરાજ ગ્રુપ બનાવી રહ્યું છે. આ મૂર્તિની ઊંચાઈ ૩૫૧ ફૂટ છે, આ દુનિયાની સૌથી ઊંચી શિવ મુર્તિ પણ છે. પ્રોજેક્ટના પ્રભારી રાજેશ મહેતા એ કયું કે, આ મૂર્તિનું લગભગ મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. માર્ચ ૨૦૧૯ સુધીના આ મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે.

ભગવાન શિવની મૂર્તિની ખાસ વાતો :

 • આ મૂર્તિમાં ચાર લિફ્ટ અને ચાર સીડી હશે, જેનાથી પર્યટકો મુર્તિને જોઈ શકશે. લોકો મુર્તિ જોવા માટે ૨૮૦ ફૂટની ઊંચાઈ સુધી જઈ શકશે.
 • એવું માનવમાં આવે છે કે આ મુર્તિને ૨૦ કી.મી. દૂર કાંકરોલી ફ્લાયઓવર થી પણ જોઈ શકાશે.
 • રાત્રિના પણ આ મુર્તિને પણ સરખી રીતે જોઈ શકાય તેના માટે અમેરિકા થી ખાસ પ્રકારની લાઇટ મંગાવવામાં આવેલી છે.
 • આ મૂર્તિની સાથો સાથ એક થિએટર પણ બનાવવામાં આવશે અને તેની સાથે મોટું ગાર્ડન પણ બનાવવામાં આવેલ છે.

મુર્તિના નિર્માણ સાથે જોડાયેલી ખાસ વાતો :

 • ૩૫૧ ફૂટ ઊંચી આ પ્રતિમામાં ભગવાન શિવનો ચહેરો ૭૦ ફૂટ લાંબુ હશે.
 • ૨૭૫ ફૂટ ઊંચે ગરદન અને ૨૬૦ ફૂટની ઊંચાઈ પર ખભો હશે.
 • ૧૭૫ ફૂટની ઊંચાઈ પર મહાદેવના કમરબંધ અને ૧૫૦ ફૂટ પંજા થી લઈને ઘૂંટણ સુધીની ઊંચાઈ હશે.
 • ૬૫ ફૂટ લાંબો પંજો હશે અને ૧૧૦ ફૂટનો આધાર બનાવવામાં આવેલ છે.
 • આ ભગવાન શિવની પ્રતિમા બનાવવામાં ૩૦૦૦ ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવશે. મુર્તિનું વજન ૩૦ હજાર ટન હશે.
 • આધાર સાથે પ્રતિમાની લંબાઈ ૩૫૧ ફૂટ થશે, ત્રિશૂલની લંબાઈ ૩૧૫ ફૂટ છે.

દેશ અને દુનિયામાં ઉપસ્થિત સૌથી ઊંચી શિવ ભગવાની પ્રતિમાઓ :

 • કૈલાશનાથ મંદિર, નેપાલમાં ૧૪૩ ફૂટ ઊંચી શિવ પ્રતિમા.
 • મુરુડેશ્વર મંદિર, કર્ણાટકમાં ૧૨૩ ફૂટ ઊંચી શિવ પ્રતિમા.
 • આદિયોગ મંદિર, તામિલનાડુમાં ૧૧૨ ફૂટ ઊંચી શિવ પ્રતિમા.
 • મંગલ મહાદેવ, મોરિશસ ૧૦૮ ફૂટ ઊંચી શિવ પ્રતિમા.
 • ઇલાહાબાદ, ઉતરપ્રદેશ ૧૦૮ ફૂટ ઊંચી શિવ પ્રતિમા.
 • હાર કી પૌડી, ઉતરાખંડ ૧૦૦ ફૂટ ઊંચી શિવ પ્રતિમા.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here