સપ્તપદીના સાત વચનો અને તેનું મહત્વ, દરેક દંપતિ જરૂરથી વાંચે

0
4584

સપ્તપદીના સાત વચનોની વૈદિક લગ્નવિધિને ખૂબ જ મહત્વની વિધિ માનવામાં આવે છે. લગ્નમાં ઉચ્ચારવામાં આવતા સપ્તપદીના સાત વચનો ગૂઢાર્થ ધરાવે છે. દાંપત્યજીવનમા આ સાત વચનોને ઉતારવામાં આવે તો લગ્નજીવનને દરેક પ્રકારે સુખી કરી શકાય છે. સપ્તપદીના સાત વચનોમાં ગૂઢ અર્થ રહેલા છે જે સુખી લગ્નજીવનની ચાવી પણ કહી શકાય છે.

સપ્તપદીના આ સાત વચનો પરણિત યુગલને માત્ર શબ્દો જ નહીં પરંતુ તેમને માનસિક, સામાજિક અને અધ્યાત્મિક રીતે એકબીજા સાથે જોડી રાખવામા અગત્યનો ફાળો આપે છે મદદરૂપ થાય છે. આ કારણોને લીધે જ સપ્તપદીના સાત વચનોને સુખી, આદર્શ અને ખુશહાલ લગ્નજીવનની ચાવી કહેવામા આવે છે.

Saptapadi_06

સપ્તપદીના સાત વચનો દ્વારા નવપરણિત યુગલ અરસપરસ સાત પ્રતિજ્ઞાઓ લે છે. આ પ્રતિજ્ઞાઓ દ્વારા બંને અકબીજાને વફાદાર અને સહાયભૂત થવા માટેના વચનો આપે છે. લગ્નએ એકબીજાને જીવનભર સાથ નિભાવવા માટેનું એક વ્રત છે. અહી તને સપ્તપદીના સાત વચનો અને તેનો અર્થ બતાવીશુ.

પ્રથમ વચન : સપ્તપદીના આ પ્રથમ વચનમાં કન્યા પોતાના પતિને જણાવે છે કે, મે ગત જન્મમાં કરેલા પુણ્યોને કારણે મને આ જન્મમાં પતિ રૂપમાં તમે પ્રાપ્ત થયા છો. આ પ્રથમ વચન દ્વારા કન્યા પોતાના પતિને જ પોતાનું હવે સર્વસ્વ મને છે અને પોતાના કપાળ પર ચાંદલો કરવાનું શરૂ કરે છે.

બીજું વચન : બીજા વચનમાં સ્ત્રી પોતાના પતિ, બાળક અને પરિવારની સારસંભાળનું વચન આપે છે. આ સિવાય તે પરિવારના દરેક સભ્યોને પ્રેમ, લાગણી અને સેવાભાવથી પોતાના બનાવવાનું વચન આપે છે. પરિવાર અને પતિ દ્વારા આપવામાં આવતા સંતોષથી તે ક્યારેય અસંતોષ વ્યક્ત નહીં કરે.

ત્રીજું વચન : સપ્તપદીના ત્રીજા વચનમાં કન્યા પોતાના પતિને પ્રેમપૂર્વક ભોજન તૈયાર કરી આપવાનું વચન આપે છે. પોતના દ્વારા તૈયાર કરેલ ભોજન દ્વારા પતિ થતાં પરિવારને પ્રેમપૂર્વક જમાડીને પોતાની ફરજ પૂરી કરવાનું વચન આપે છે. પત્ની દ્વારા વચન આપવામાં આવે છે કે પતિને તે હંમેશા સ્વાદ અનુસારનું ભોજન બનાવી આપશે તથા તેને લાગણીથી પીરસી આપશે.

ચોથું વચન : ચોથા વચનમાં પત્ની શણગાર કરી, મન, ભાવ, વિચાર, વાણી, શરીર તેમજ કાર્યથી પોતાના પતિને સહકાર આપવાનું વચન આપવાની વાત જણાવે છે. શરીરની સ્વચ્છતા તથા સ્ત્રી દ્વારા કરવામાં આવતો શૃંગાર સ્ત્રીના વ્યક્તિત્વને સુંદરતા બક્ષે છે, આવું કરવાથી તે પતિને આકર્ષિત કરે છે અને પોતાના પતિ માટે પ્રિયતમાની પણ ભૂમિકા ભજવશે તેવું પણ વચન આપવામાં આવે છે.

પાંચમું વચન : સપ્તપદીના પાંચમા વચનમાં સ્ત્રી પોતાના પતિને વચન આપે છે કે તે સુખ અને આણંદના સમયમાં તો તેની સાથે રહેશે પણ દુખ અને મુશ્કેલીના સમયમાં ક્યારેય પણ પોતાના પતિનો સાથ નહીં છોડે અને પતિના દરેક દુખમાં ભાગીદાર બનશે. આ સિવાય ક્યારેય પણ અન્ય પુરુષનો સાથે નહીં નિભાવવા માટેની પણ ખાતરી આપે છે.

છઠ્ઠું વચન : આ છઠ્ઠા વચનમાં સ્ત્રી પોતાના પતિના ઘરના તમામ કર્યો ખુશીથી કરશે તથા પતિના માતા-પિતાની સેવા પોતાના માતા-પિતાની જેમ જ કરશે અને પરિવાર તથા સગા સંબંધીનો આદર સત્કાર પણ કરશે. આ વચન ફક્ત પતિ પ્રત્યે જ નહીં પરંતુ તેના પરિવાર અને સગાસંબંધી પ્રત્યેની ફરજ માટે પણ છે.

સાતમું વચન : સાતમા વચનમાં સ્ત્રી તેના પતિને તમામ પ્રકારના યજ્ઞ અને ધાર્મિક કાર્યોમાં સાથે આપવાની ખાતરી આપે છે. અહી પત્ની દરેક પ્રકારના ધાર્મિક કાર્યોમાં પત્ની સાથે રહેવાનું વચન આપે છે.

અમારી પોસ્ટ સૌથી પહેલા વાંચવા માટે ફેસબુકમાં બતાવેલ સ્ટેપ પ્રમાણે સૌ પ્રથમ Visit Group ની બાજુના ત્રણ ડોટ પર ક્લિક કરો, ત્યારબાદ Following પર ક્લિક કરો અને પછી See First પર ક્લિક કરો. શાયરી તથા સુવિચાર વાંચવા માટે ફેસબુકમાં અમારા પેજ નિ:શબ્દ પ્રેમ તથા પ્રેમનો પાસવર્ડ જરૂરથી લાઇક કરી લેજો.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here