સંબંધ એટલે શું? તમારી પ્રિય વ્યક્તિ સાથેનો સંબંધ કેટલો મજબૂત છે એ જાણવા જરૂર વાંચજો

1
4667

મને જો કોઈ સંબંધનો અર્થ કે તેની વ્યાખ્યા કહેવાનું કહે તો હું ફક્ત એક જ વાક્યમાં તેનો જવાબ આપું કે, “સંબંધ એટલે પોતાની જાત પર વિશ્વાસ, સાચવવો પડે તે નહીં પરંતુ સચવાય તે સંબંધ. સુગંધ જેવો હોય છે સંબંધ, જેને અનુભવી શકાય છે પણ પકડી શકતો નથી.” આપા જીવનમાં જ્યારે પણ કોઈ સંબંધ બંધાય છે ત્યારે ત્યારે જીવનમાં એક નવી જ દુનિયા રચાય છે.

સંબંધ ગમે તે હોય અને ગમે તે નામનો હોય પણ તે એકદમ સોના જેવો હોય છે. સંબંધ જ માનવને આધ્યાત્મિકતાની ઊંચાઈ સુધી લઈ જવાનું કાર્ય કરે છે. વ્યક્તિના જીવનમાં એક ય બીજા સ્વરૂપે તે જોવા મળે છે, સંબંધને લીધે જ વ્યક્તિના જીવનમાં તમામ કાર્યોમાં વેગ અને પ્રગતિ મળી રહે છે.

ક્યારેક કોઈ સંબંધો વિશે કોઈ શબ્દો જ નથી હોતા અને તેના વિશે વિચરવું પણ શક્ય નથી હોતું. કોઈપણ સંબંધની સૌથી સારી બાબત એ છે કે તેને એકાંતમાં પણ મહેસુસ કરી શકાય છે, પછી એ સંબંધ કોઈપણ હોય શકે, માતા-પિતાનો સંબંધ, ભાઈ-બહેનનો સંબંધ, પતિ-પત્નીનો સંબંધ કે પછી પ્રેમી-પ્રેમિકાનો સંબંધ.

કોઈપણ સંબંધ સરળતાથી જ શરૂ થાય છે અને એ રીતે જ આગળ પણ વધે છે. સંબંધમાં જ્યારે પ્રેમની સુવાસ ભળે અને ત્યારબાદ કોઈપણ કારણસર તે સંબંધથી અલગ થવું પડે તો તેમાં માત્ર સરળતા સિવાય બીજું કશું જ ના હોવું જોઈએ. સંબંધની બાબતમાં તમે કોઈ વ્યક્તિને લાંબો સમય સુધી ના રાખી શકો, તમને કઈ વ્યક્તિ ચાહે છે અને કઈ વ્યક્તિ પસંદ નથી કરતી એ તમને આપોઆપ ખબર પડી જાય છે.

જીવનમાં ઘણા સમયે વ્યક્તિના સંજોગો, સમય, વિચારો આ બધી બાબતો પર પરીવર્તન આવે છે અને તેની અસર સંબંધો પર જરૂર થાય છે. જીવનમાં ક્યારેય તમે જે વ્યક્તિની ખૂબ જ નજીક રહેતા હોય તે વ્યક્તિ તમારાથી અચાનક જ દૂર પણ થઈ જાય છે, પણ તેવા સમયે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી બની રહે છે.

કોઈપણ સંબંધમાં મેળવવા કરતાં પામવું ખૂબ જ મહત્વની બાબત છે. કોઈપણ સંબંધ મેળવીને નહીં પરંતુ પામીને જ જીવનપર્યંત તમારી સાથે રહે છે. આકાશને આપણે મેળવી નથી શકતા પરંતુ પામી જરૂર શકીએ છીએ.

જીવનમાં સમયની સાથે સાથે સંબંધોનું વર્તુળ મોટું થતું જ જાય છે અને ઘણીવાર આ વર્તુળ સંકોચતું પણ લાગે છે પણ એ સમયે તમારી સૌથી નજીક કોણ છે? એવી કઈ વ્યક્તિ છે જેને તમે તમારી દરેક વાત કરવાનું પસંદ કરો છો? આ સંબંધોમાં એવી કઈ વ્યક્તિ છે જેને તમે તમારી અંગત દરેક વાતો કરો છો? જે વ્યક્તિ પણ આ બધી બાબતોથી તમારી સૌથી નજીક હોય તેને કાયમ માટે પોતાની સાથે રાખવી.

જો ક્યારેય પણ એ વ્યક્તિ તમારાથી દૂર થઈ જશે તો ક્યારેક દિલના એક ખૂણામાં દુકાળ પડી ગયો હોય એવું લાગશે. દિલમાં પડેલા આ દુકાળને સહન કરવો ખૂબ જ આકરો હોય છે. પરિસ્થિતી ગમે તેવી હોય પણ સંબંધને હંમેશા અકબંધ રાખવો જોઈએ. સંબંધોમાં ગૂંચવણ કે અવિશ્વાસ ના હોવો જોઈએ એ મૂળભૂત વાત છે.

સંબંધોને બનાવવા તથા તેને સાચવવા જેટલા અઘરા છે એટલે જ તેને તોડવા ખૂબ જ સહેલા છે. સંબંધો વિના જીવવું અશક્ય છે, આ વાત જો સમજાય જાય તો સંબંધોને સાચવવાનો સવાલ ઊભો થતો જ નથી. પછી બધુ જ એકદમ સરળ લાગવા લાગે છે.

સંપાદન : કૌશિક સંઘાણી

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here