સામાન્ય દેખાતી આ વસ્તુ છે ખુબ ચમત્કારિક, તેનાથી દુર કરી શકાય છે અનેક સમસ્યાઓ

0
1242

આયુર્વેદમાં ચણોઠીનો દવાઓ બનાવવામાં તથા પુજામાં ઉપયોગમાં લેવામાં આવે છે. આયુર્વેદના જાણકારોનાં કહેવા પ્રમાણે સફેદ ચણોઠીને પૂજા વખતે આમંત્રિત કરવામાં આવે છે અને મહાલક્ષ્મીનાં સ્થાને મૂકી મંત્રજાપ કરવામાં આવે છે જેથી લક્ષ્મીજીની કૃપા વરસે છે.

જોકે, પૂજામાં સફેદ ચણોઠી અને દવાઓ બનાવવામાં લાલ ચણોઠીનો ઉપયોગ કરવામાં આવે છે. મહત્ત્વની વાત એ છે કે ચણોઠીનો ઉપયોગ કરવામાં ઘણી સાવચેતી રાખવી પડે છે. જો ધ્યાન રાખવામાં ના આવે તો ખતરનાક પરિણામો આવી શકે છે. ચણોઠી આગળ જણાવ્યું તેમ બે પ્રકારની હોય છે. ચણોઠીને રત્તી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચણોઠીની જે શીંગ થાય છે તે પાક્યાં બાદ સૂકાઈ જાય છે.

ચણોઠીનાં ફાયદા વિશે આપણે વધું જાણકારી મેળવીએ. માનો કે, કોઇને વિષ (ઝેર) ચડે તો એને ચણોઠી આપીને ઉલ્ટી કરાવવાથી ઝેર શોષાઇ જાય છે. એ ઉપરાંત ચણોઠીનાં પાન કે જે સ્વાદમાં મીઠાં લાગે છે તેનો પાનની દુકાનમાં અગાઉ ઉપયોગ થતો. આ લીલાં પાન પાનમાં નાખવાથી જે લોકોને મોઢું આવી ગયું હોય તેને ઘણો ફાયદો થાય છે.

બીજી વાત, જો ચણોઠી ભૂલથી પણ આંખમાં જાય તો આંખમાં બળતરા થાય છે. જો વૈદ્યની સલાહ મૂજબ એનો ઉપયોગ થાય તો આયુર્વેદનાં મતે બળ આપનાર, વિર્યવર્ધક, વાત-પીત્ત, પેટના રોગોમાં, કોઢમાં ફાયદો કરનાર, વાળનો ગ્રોથ વધારવા માટે, લોહી સુધારનાર વગેરે રોગ માટે ઉપયોગી સાબિત થાય છે. આમ, ચણોઠી દવા માટે ઘણી ઉપકારક નિવડે છે. પરંતુ એનો ઉપયોગ વૈદ્ય કે જાણકારની સલાહ મૂજબ થવો જોઈએ.

લેખ સંપાદક : મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here