સખત મહેનત કરવા છતાં પણ સફળતા કેમ નથી મળતી?

0
598

માત્ર સખત મહેનત કરવાથી દુનિયામાં કંઈ નથી થતું આ સૌથી મોટી સમસ્યા છે નાનપણથી જ માતા-પિતા આપણને શીખવાડે છે કે જો આપણે ને ભણવું હોય તો કેવી રીતે ભણવું જોઈએ મહેનતથી શિક્ષા મેળવો. જો તમારે કામ કરવું હોય તો કામ પણ મહેનતથી કરો. તમે બધું સખત મહેનતથી કરો છો.

જો તમે સખત મહેનતથી કામ કરશો તો કામ નહીં થાય હા બસ એક ગધેડા જેવું જીવન બની જશે દરેક કામ સખત મહેનતથી કરવુ. કોઈએ તમને એ નથી કહ્યું સુખની સાથે શિક્ષા મેળવો. કોઈએ તમને એ નથી કહ્યું કે પ્રેમની સાથે કામ કરો. તેમણે કહ્યું કે તમારે સખત મહેનત કરવી પડશે. તેમણે પોતાના માટે પોતાનું જીવન કઠણ બનાવી લીધું અને હવે એ એવું કહેવા માંગે છે કે તમારું જીવન પણ અઘરું બની જાય.

તમે મહેનતથી કામ શું કરવા કરો છો? જો મહેનત લાગે છે તો વધારે તો તેને મૂકી દો. જો તમે ખુશી ખુશી તેની કરી શકો છો તો કરો નહીંતર તે કામને રહેવા દો. જો તમે કામ કરવાના સમયે પોતાની જાતને દુઃખી કરતા હોય તો તમારા કામનો તમારા માટે કે તમારા આજુબાજુ રહેતા વ્યક્તિઓ માટે કોઈ ફાયદો જ નથી.

તમે બસ મંદિરના દરવાજા ઉપર બેસીને ભીખ માંગો, તમારા માટે આ બરાબર છે. કોઈ તમારી આગળ એક કે બે રૂપિયા નાખશે તમે તેનાથી તમારું પેટ ભરી લેજો. કમસેકમ એટલું તો તમે ખુશીથી કરો. માણસો તમારે વાટકામાં જે નાખે તેનાથી તમે તમારું પેટ ભરો. જો તમે દુનિયામાં દુઃખ ફેલાવવા જઈ રહ્યા છો તો તેનાથી સારું છે કે તને કંઇ ના કરો. અને જો તમે સંસારમાં સુખ વધારવા જઈ રહ્યા છો તો જેટલું વધારો એટલું ઓછું છે. અત્યારે તમે સખત મહેનત કરો છો પણ સખત મહેનતથી જરૂર નથી કે બધા કામ થઈ જાય અને બધા કામ થતાં પણ નથી.

એક દિવસની વાત છે શંકર અંતરે ની પુરાની જૂની એમ્બેસેડર ચાલો નહોતી થતી તો તે ઘરની અંદર ગયો તેના ઘરમાં એક બિલાડીનું બચ્ચું હતું બિલાડીના બચ્ચા ને લઈ આવ્યો અને તેને એમ્બેસેડરથી બાંધીને કહ્યું, “ચલો ચલો, કારને ખેંચો.” બધા આ જોઈને કહ્યું તું ગાંડો છે? પાગલ થઈ ગયો છે કે શું? એક નાનું બિલાડીનું બચ્ચું એમ્બેસેડર ગાડી કેવી રીતે ખેંચશે? તું કરી શું રહ્યો છે? શંકરને કહ્યું જુઓ મારી જોડે ઘોડાવાળી ચાબુક છે. તમને લાગે છે કે તમે કોઈ પણ કામ સખત મહેનતથી પૂરું કરી શકો છો? માત્ર પૂરી મહેનતથી કામ નથી થતું કામ કરવા માટે તમારે સાચી મહેનતની જરૂર છે. જો તમે સાચી જ વસ્તુ નથી કરતા તો કામ નહીં થાય.

જે માણસો ને સફળતા મળી છે જરૂર નથી કે તેમની સફળતા સખત મહેનતથી મળી હોય. તેમને બસ ખબર હતી કે તેમના કામમાં કરવા માટે સાચો રસ્તો કયો છે એટલા માટે તે સફળ થયા. બીજા એક દિવસ શંકરન ખભા સુધી ગંદકીમાં ફસાઈ ગયો તેણે તે ગટરમાંથી બહાર નીકળવાના ઘણા બધા પ્રયાસો કર્યા પરંતુ તે નીકળી ન શક્યો તેણે થોડા ટાઈમ પછી બૂમો ચાલુ કરી, “આગ, આગ”.

પાડોશીઓએ તેનો અવાજ સાંભળીને ફાયરબ્રિગેડને ફોન કરી કર્યો. ફાયરમેન એ આવીને ચારે બાજુ જોયું ક્યાંય આગ નહોતી પછી તેમને સેપ્ટિક ટેન્ક માં શંકર અને જોયા તેમણે તેને બહાર કાઢ્યા અને પૂછ્યું કે તમે આગ આગ એવું કેમ બોલી રહ્યા હતા શંકરને જવાબ આપ્યો, “જો હું ગંદકીમાં ફસાયો છું એવી બૂમો પાડતો તો તમે આવવાના હતા??

તમારી સાચી વસ્તુ કરવી પડશે નહીંતર કામ નહીં થાય. તો સખત મહેનત કરવાથી કંઈ નહીં થાય તમારે સાચો રસ્તો પકડવો પડશે નહીંતર કામ નહીં થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here