સાંઈબાબા કળિયુગના એવા દેવતા છે કે જે કોઈ પણ જાતિ કે ધર્મના બંધનમાં નથી બંધાયા. હિંદુ, મુસ્લિમ કે શીખ, ઈસાઈ સાઈનાં દરબાર તેમના ભક્તો માટે હંમેશા ખુલ્લા છે. જો તમે સાઇ ઉપર વિશ્વાસ રાખશો તો તમારા જીવનની દરેક મુસીબત દૂર થઈ જશે. પરંતુ સાંઈબાબા ની વિશેષ કૃપા તેની પર જ થાય છે જે હંમેશા સત્યનું પાલન કરે છે. જો તમારા જીવનમાં પણ મુસીબતો હોય તો સાંઈબાબા ના 11 વચન તમને નવો રસ્તો બતાવશે. 11 વચનનું સ્મરણ કરવાથી તમારા દરેક કામ સંપૂર્ણ થશે.
પહેલું વચન
‘जो शिरडी आएगा। आपद दूर भागाएगा।’ તેનો અર્થ એ છે કે સાંઈબાબા ની નગરી શિરડીમાં જે ભક્ત આવશે તેનો દરેક દુઃખ દૂર થશે. સાચા મનથી અહીં આવવાની શ્રદ્ધાથી દરેક દુઃખ દૂર થશે.
બીજું વચન
‘चढ़े समाधि की सीढ़ी पर। पैर तले दुख की पीढ़ी पर।’ આનો અર્થ એ થાય છે કે સાંઈ બાબાની સમાધિ ની સિઢિ પર પગ રાખવાથી જ દરેક દુઃખ દૂર થાય છે.
ત્રીજું વચન
‘त्याग शरीर चला जाऊंगा। भक्त हेतु दौड़ा आऊंगा।’ આનો અર્થ એ થાય છે કે સાંઈબાબા વર્તમાન ભલે શરીર ના રૂપમાં નથી પરંતુ જો કોઈ ભક્ત સમસ્યામાં હોય તો તે તેમની મદદ જરૂર કરી છે.
ચોથુ વચન
‘मन में रखना दृढ़ विश्वास। करे समाधि पूरी आसा।’ આનો અર્થ એવો થાય છે કે સાઈબાબાના રહેવાથી ભક્ત કમજોર થઈ જાય છે. તે એકલતા પણું મહેસૂસ કરે છે. પરંતુ ભક્તે વિશ્વાસ કરવો જોઈએ કે સમાધિ દ્વારા તેમની દરેક પ્રાર્થના પૂર્ણ થશે.
પાંચમુ વચન
‘मुझे सदा जीवित ही जानो। अनुभव कर सत्य पहचानो।’ સાંઈ કહે છે કે શરીર નશ્વર હોય છે પરંતુ આત્મા અમર હોય છે. એટલા માટે હું ભક્તો વચ્ચે હંમેશા જીવિત રહીશ. આ વાત ભક્તિ અને પ્રેમથી દરેક ભક્ત અનુભવ કરી શકે છે.
છઠ્ઠૂ વચન
‘मेरी शरण आ खाली जाए। हो कोई तो मुझे बताए।’ જે કોઈ ભક્ત પૂરી શ્રદ્ધાથી સાંઇના શરણમાં આવે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે.
સાતમું વચન
‘जैसा भाव रहा जिस मन का। वैसा रूप हुआ मेरे मन का।’ સાંઈ કહે છે કે જે વ્યક્તિ ના અંદર જેવો ભાવ રહેશે મારું રૂપ એવો નજર આવશે. ભક્ત જે ભાવથી કામના કરે છે સાંઈ તે ભાવથી તેમની કામના પૂર્ણ કરે છે.
આઠમુ વચન
‘भार तुम्हारा मुझ पर होगा। वचन न मेरा झूठा होगा।’ એટલે કે જે કોઈપણ ભક્ત એક વખત સાઇના દરબારમાં આવી ગયો તો તેનો દાયિત્વ અને તેનું જીવન દરેક સાઈના પણ હોય છે. ચિંતનથી મુક્ત અને આઝાદ પક્ષીની જેમ વિચરણ કરી શકે છે.
નવમુ વચન
‘आ साहयता लो भरपूर। जो मांगा वह नहीं दूर।’ સાઈ કહે છે કે જે ભક્ત શ્રદ્ધાભાવથી મારી સહાયતા માગશે તેની સહાયતા હું જરૂર કરીશ અને તેને નિરાશ નહીં કરું.
દસમું વચન
‘मुझ में लीन वचन मन काया। उसका ऋण न कभी चुकाया।’ આનો અર્થ એ થાય છે કે જે ભક્ત મન વચન અને કર્મથી સાંઈ માં લીન રહે છે. સાંઈ હંમેશા તેના ઋણી રહે છે. તે ભક્તોના જીવનની દરેક જિમ્મેદારી સાંઈ ની હોય છે.
અગિયારમુ વચન
‘धन्य- धन्य व भक्त अनन्य। मेरी शरण तज जिसे न अन्य।’ સાઈ બા કહે છે કે જે ભક્ત ધન્ય છે અને અન્ય ભાવથી મારી દરેક વાતનું પાલન કરે છે. અને તેથી પોતાની સમસ્યાથી ગભરાયા વગર મારામાં શ્રદ્ધા રાખે છે તેવા ભક્તો માટે મને પાર પ્રેમ છે.