સગા ભાઈઓએ ક્યારેય પણ જીવનમાં અબોલા ન રાખવા, જાણો કેમ

0
13875

રાહુલ અને પરાગ છેલ્લા કેટલા ટાઈમ થી એકબીજા સાથે નહોતા બોલતા બંને ભાઈ વકીલ હતા અને બંને એકબીજાથી સ્વતંત્ર પ્રેક્ટિસ કરતા હતા. એક ફોજદારી કેસ લેતો હતો અને એક દિવાની. આમ એકબીજાને સામસામે આવી જવાના સંજોગો ઊભા થતાં નહીં. પરંતુ એકવાર એક આરોપી બંને પ્રકારના કેસમાં સંડોવાયેલો હતો અને તે કેસમાં બંને ભાઈઓ આમનેસામને આવી ગયા. બંને વચ્ચે અણબનાવ થઈ ગયો કારણ કે એકની હાર બીજાની જીત બની.

બસ ત્યારથી બંને વચ્ચે અબોલા થઈ ગયા સમય પસાર થતો ગયો તેમ અબોલા દુશ્મનાવટમાં પલટાઈ ગયા. સગા વ્હાલા અને સ્નેહીઓ બધા જાણી ગયા કે બંને એકબીજાને દુશ્મન માને છે. પછી તો જ્યારે કોઈ પણ પ્રસંગ હોય અને બંને ભાઈઓને આમંત્રણ હોય અને જો બંને ભાઈઓ હાજર હોય તો લોકોને તેમની ઉપર જ નજર રહેતી. તેમના હાવભાવ વાણી વર્તન સૌ કુતૂહલતાથી જોયા કરે લોકોના માટે તે એક તમાશો થઈ જતો.

પ્રભાબહેને એકવાર કહેલું તમે બંને એક જમાના પેટે જન્મેલા એક જ ઘરમાં ઉછેર્યા છો એક પિતાની આંગળી પકડીને બહાર નીકળ્યા છો તો આવુ શું કામ ભૂલી જાઓ બધું મતભેદ અને એક થઇ જાવ. પરંતુ બંને દિકરાઓએ મા ની વાત માની જ નહિ તને કંઈ સમજ ના પડે તેમ કહીને મા ને ચૂપ કરી દીધી. પ્રભાબેન મન માં મૂંઝાય છે પીડાય છે દુભાય છે પરંતુ મનની વેદના મનમાં જ રાખે છે તેના લીધે તેમનું શરીર લથડવા માંડ્યું. અવર-નવર છાતીમાં દુખાવો પડે અને દિવસો સુધી માથું દુખે ચક્કર આવે ખેંચ આવે પણ સુનિલભાઈ પાસે તે વાત છેડે નહીં.

સુનિલભાઈ અને પ્રભાબેને જીવનમાંથી રસ ઊડી ગયો પરંતુ જીવ્યા વગર ઓછું ચાલે. એક દિવસ સુનિલ ભાઈ દુકાને ગયા હતા અને પ્રભાબહેનને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો બાજુમાં રહેતા ચંપા બની તાત્કાલિક સુનિલભાઈ ને ફોન કર્યો ખબર આપી અને ડોક્ટરને બોલાવ્યા ડોક્ટરે દવાખાનામાં દાખલ કરવાની સલાહ આપી. દવાખાનામાં દાખલ કર્યા બંને છોકરાઓને ખબર પડી તો દોડતા આવ્યા.

એક છોકરો ડાબી બાજુ બેઠો અને બીજો જમણી બાજુ. બંને માને ખંભાળિયા છે અને સુનિલભાઈ સાથે તેમની તબિયત ની વાત કરે છે પરંતુ બંને એકબીજા સાથે બોલતા નથી. પ્રભાબહેન બેભાન અવસ્થામાં હતા. તેમને ભાન આવ્યુ અને બંને દીકરાઓને તેમની પાસે બેઠેલા જોયા. અને ખુશીની લહેર તેમનો પ્રસરાઈ ગઈ તેમને થયું કે મારી નાદુરસ્ત તબિયતને બંનેને બોલતા કર્યા તેની સાથે તેમણે કહ્યું કે બંને બોલતા થઇ ગયા. અને બંને બોલ્યા નહીં પ્રભાબહેને પ્રશ્નાર્થ દ્રષ્ટિ થી પતિ સામે જોયું પતિ જાણતા હતાં કે જો સાચી વાત કહીશ તો પ્રભાને દુઃખ થશે પરંતુ તે પત્નીને છેતરી ના શક્યા. તેમને નિરાશામાં ના કહ્યું પ્રભાબહેન બોલી ઉઠ્યા કે શું થયું છે તમને ક્યાં સુધી રાહ જોવાની આ સાંભળી તેમણે આંખો મીંચી દીધી.

સુનિલભાઈને ધ્રાસ્કો પડયો કે પત્ની હૃદયમાં ઈચ્છા લઈને મરી જશે કે શું. દીકરાઓના હૃદય પીગળશે નહીં એમની માની ઈચ્છા પૂરી નહીં થાય દરેક મા-બાપની ઈચ્છા હોય કે તેમના સંતાનો સંપથી રહે. શું અમારી ઈચ્છા પૂર્ણ નહીં થાય. તેમણે વ્યાકુળ હૈયે દીકરાઓની સામે જોયું તેની આંખોમાં ઠપકો હતો. થોડીવાર રહી પ્રભાબેને આંખો ખોલી રાહુલ બોલ્યો તને જોવાનું સુખ મળતું હોય તો હું બોલું તારા ખાતર બોલું પ્રભાત બહેન ચિડાઈ ગયા અને બોલ્યા તમે બંને ભાઈઓ છો તમારે તમારા ખાતર બોલવાનું છે. તમે સાથે હશો તો તમારી તાકાત વધશે.

આટલું બોલતા બોલતા તો તેમને ખૂબ કષ્ટ પડ્યું. તમે શ્વાસ ચડે સુનિલભાઈ બૂમ પાડી નર્સ દોડી ડોક્ટર પાછળ-પાછળ આવ્યો. બે ઇન્જેક્શન લગાવ્યા અને નર્સ એ બધાને બહાર કાઢ્યા. તને કહ્યું સુનિલભાઈને કે તેમને ડિસ્ટર્બ થાય તેવું ના થવું જોઈએ પછી અમને દોષ ના આપતા. દીકરાઓને હવે બંધ થયું કે માં જઈ રહી છે કાયમ માટે આ ગળી વીતી જશે અને બધું જ મનમાં રહી જશે મા ને સંતોષ આપવાની તક ફરીથી નહીં મળે. માં જશે પછી આપણને કોણ સુલેહ કરવાનું કહેશે.

બંને જણ ને બાળપણ યાદ આવી ગયું. નાના હતા અને તે ઝઘડો કરતા હતા મારામારી કરતા હતા. એકબીજાની વસ્તુઓ લઈને તોડી દેતા હતા. એ બધું થોડી ક્ષણો માટે તેમની આંખો સામે આવી ગયુ. નાનપણમાં થી બધું જ ભૂલી શકતા કોણે કોની વસ્તુ તોડી તે બધું ભૂલી જતા તો હવે કેમ નથી ભૂલી જતા ક્યાં ગઈ સરળતા, ક્યાં ગયેલા પણ ક્યાં ગયું એ ડાયપણ ક્યાં ગયું એ બાળપણ. માં બંને સાચું કહેતી અને તેમના કહેવા મુજબ બંને વર્તતા હતા એ ખુશ રહેતા હતા તો અત્યારે કેમ માની વાત નથી માનતા.

અબોલા થયા ત્યારથી માં બહુ દુખે છે તે વાત બંને જાણે છે. પણ માના દુઃખ થી કેમ તેઓ દુઃખી નથી થતા. તેઓ કેમ આવા લાગણીશૂન્ય અને ઘમંડી થઈ ગયા છે? હવે મા ઉપર પ્રેમ નથી માની તેમની જરૂર નથી બન્નેનાં હૃદયમાં આવા સવાલો થયા અને પસ્તાવાનો પારાવાર થાય છે બંને એકબીજા સામું જોઈને બંનેની આંખો આંસુથી ભરાઈ ગઈ બંનેના મોઢા ઉપર લાગણી એક જ હતી.

એકે હાથ લંબાવ્યો અને બીજાએ પકડી લીધો. સુનિલભાઈ એ આ જોયુ તો તેમની અપરંપાર શાંતિ થઈ. મનોમન બોલ્યા પ્રભા તું જલદી સાજી થઈ જા તારા દીકરાઓ એક થઈ ગયા છે અને થોડા કલાક પછી ડોક્ટરે પ્રભાબેન રૂમમાં જવાની છૂટ આપી ત્યારે બંને ભાઈઓ હાથ પકડીને સાથે ગયા પ્રભાબહેને આ જોયું અને તે જોતાં જ રહી ગયા તેમના હૃદય માં આનંદ આનંદ થઈ ગયો કે હાથ દીકરાઓ વચ્ચે હવે કોઈ વેરભાવ નથી. તેઓ ઈશ્વરનો આભાર માન્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here