સાચો પ્રેમ શું હોય છે? આ આર્ટિક્લ વાંચ્યા પછી જરૂર સમજાઈ જશે

3
2926

પ્રેમની આગળ સમયના બદલાવ ની કોઈ જ અસર નથી, પ્રેમ માટે એ મહત્વ નથી કે પૈસા જોઈએ. પ્રેમ માટે તો બસ દિલ સાફ જોઈએ એકબીજાનો દિલ મળવું જોઈએ અને પ્રેમમાં વિશ્વાસ હોવો જોઈએ અને એકબીજા માટે તડપ હોવી જોઈએ એટલે તો એક ગરીબ પતિ પત્ની વાત કરી રહ્યા છે એમના જોડે પૈસા તો નથી પણ એમના જોડે પ્રેમ છે કે જે પૈસા વાળા જોડે પણ નથી.

પત્ની ની ખાસિયત એ હતી કે એ ખૂબ જ સુંદર હતી અને એની સુંદરતા ને વધુ સુંદર બનાવતા હતા. એના લાંબા વાળ એક દિવસ પત્નીએ તેના પતિને કહ્યું કે સાંભળો તમે મારા વાળ માટે નવી ક્લિપ લાવી શકો છો? જેનાથી હું મારા વાળ સારી રીતે રાખી શકુ. પતિએ કહ્યું મને માફ કર યાર અત્યારે હું તારા માટે ક્લીપ ખરીદી શકું તેમ નથી હાલ મારી જોડે એટલા રૂપિયા નથી અને હજુ તો મારે મારી તૂટેલી ઘડિયાળ પણ સરખી કરાવવાની છે આટલું કહી પતિ કામ કરવા નીકળી ગયો.

કામથી પરત ફરતા પતિ ઘડિયાળ ની દુકાને ગયો અને એની તૂટેલી ઘડિયાળ આપી અને એના જે પૈસા આવ્યા એમાંથી તેની પત્ની માટે ક્લિપ લાવ્યો, પણ ઘરે આવીને જોયું તો તેની પત્નીના વાળ નાના અને કાપેલા જોઈ ખૂબ જ નિરાશ થઈ ગયો ત્યારે એની પત્ની એ કીધું કે મેં મારા વાળ વેચીને તારા માટે એક નવી ઘડિયાળ ખરીદી છે હવે તારે તારી તૂટી ગયેલી ઘડિયાળ સરખી કરવાની કોઈ જરૂર નથી.

આ સાંભળીને પત્ની આંખોમાંથી આંસુ આવી ગયા અને કંઈ જ બોલ્યા વગર એ તેના માટે લાવેલ ક્લીપ એની પત્નીને આપે છે આ ક્લિપ જોઈને પત્ની બધું જ સમજી જાય છે અને તેની આંખોમાં પણ આંસુ આવી જાય છે એ બંને એકબીજાને ગળે લગાવી લે છે અને થોડા સમય સુધી બંને રહે છે પણ દિલને જે સુકુન મળ્યું કે એણે એની સૌથી સુંદર ચીજ વાળને કાપીને એના પતિને એટલા માટે આપી દીધી કે એના પતિ ની ઘડિયાળ તૂટી ગયેલી હતી અને પતિએ એને ઘડિયાળ એટલા માટે આપી દીધી કે એ તેની પત્ની માટે નવી ક્લિપ લઈ શકે અને તેની ઈચ્છા પૂરી કરી શકે અને તેને ખુશ રાખી શકે.

પ્રેમ કોઈ વસ્તુ માટે નથી એ તો બસ તમારા માટે તમારા દિલ માટે છે બસ અહેસાસ થવો જોઈએ કે એના કરતાં વધુ આ દુનિયામાં કંઈ જ નથી, પ્રેમ તો સમર્પણ નું નામ છે  પ્રેમ તો ત્યાગ નું નામ છે,  જેટલો પ્રેમ કરી શકો એટલો કરો જેટલો એના માટે કરશો એનાથી વધુ એ તમારા માટે કરશે એટલે તો કહ્યું છે કે પ્રેમ અમર છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here