સાચો પ્રેમ નસીબવાળાને જ મળે છે, જરૂરથી વાંચજો આ સ્ટોરી

0
4726

એક સમયની વાત છે કે રસ્તા પર ચાલતા એક ફકીરને એક છોકરા એ પુછ્યું કે, બાબા, મે ઘણી જગ્યાએ વાંચ્યું છે અને સંભાળ્યું પણ છે કે સારો પ્રેમ બધાના નસીબમાં નથી હોતો. હું એ જાણવા માંગુ છુ કે લોકો આવું શા માટે બોલે છે? લેખકો પણ શા માટે પોતાના પુસ્તકોમાં પણ આવી વાતનો ઉલ્લેખ કરે છે. આ વાતમાં કેટલું સત્ય છે? જો તમે મને જણાવી શકો છો તો મારૂ માર્ગદર્શન કરો.

એ વૃધ્ધ ફકીરે તે છોકરની વાતને પૂરી સાંભળીને ઊંડો શ્વાસ લેતા જણાવ્યુ કે, “બેટા, એક કામ કર કે તારા ઘરની પાસે જે ફૂલોનો બગીચો છે, એ બગીચા માંથી મને ત્યાનું સૌથીસુંદર ફૂલ લાવીને આપ. હું તારા દરેક સવાલનો સંતોષકારક જવાબ આપીશ.

છોકરાએ ફકીરની વાત માની લીધી અને બગીચામાંથી ફૂલ લેવા માટે ચાલ્યો ગયો. થોડા સમય બાદ એ છોકરો ખાલી હાથે પાછો ફર્યો. તેના હાથમાં કોઈપણ પ્રકારના ફૂલો ના હતા. જ્યારે ફકીરે છોકરને પુછ્યું કે, “ફૂલ ક્યાં છે?” ત્યારે છોકરાએ કહ્યું કે, “બાબા, જ્યારે હું બગીચામાં પહોચ્યો હતો ત્યારે મને શરૂઆતના વૃક્ષોમાં ખૂબ જ સુંદર ફૂલ મળી ગયા હતા. પરંતુ હું તેનાથી વધુ સારા ફૂલની શોધમાં આખા બગીચામાં ભટકતો રહ્યો. જ્યારે મને કોઈ વધારે સારા ફૂલો ના મળ્યા ત્યારે હું એજ ફૂલોને લેવા માટે ફરી ત્યાં ગયો. પરંતુ ત્યાં સુધીમાં તો તે ફૂલોને કોઈ લઈને જતું રહ્યું હતું અને મારે ખાલી હાથે પરત ફરવું પડ્યું.

છોકરાની આખી વાત સાંભળીને ફકીરે હંસીને જવાબ આપ્યો કે, “દિકરા, આવું જ આપણી જિંદગીમાં પણ થાય છે. ઘણીવાર આપણી પાસે જે હોય છે તેનાથી સારું શોધવાની કોશિશમાં વ્યર્થ સમય પસાર કરીએ છીએ. પરંતુ તેમને એ ખબર નથી હોતી કે જે પ્રેમ અને લાગણીને તેઓ શોધી રહ્યા છે તે તેમની પાસે પહેલાથી જ છે. જ્યારે તેમને આ વાતનો અહેસાસ થાય છે ત્યારે બહુ જ મોડુ થઈ ચૂક્યું હોય છે વધારે સારું શોધવાના ચક્કરમાં એ બધી જગ્યાએથી વંચિત રહી જાય છે.

કોઈએ સાચું જ કહ્યું છે કે, “સાચો પ્રેમ બહું નસીબ વાળાને જ મળે છે” એટલા માટે તમારા જૂના સંબંધોની કદર કરો. આ વાત સાંભળીને છોકરાની આંખોમાં એક અજબ જ ચમક આવી ગઈ. કદાચ તેને દુનિયા સૌથી અણમોલ સબક મળી ચૂક્યો હતો. કદાચ તેને સંબંધોને કેવી રીતે નિભાવવા એ જાણી લીધું હતું. એ છોકરો હસતો હસતો પોતાના ઘરે ચાલ્યો ગયો અને ફકીર પણ પોતાના રસ્તે જતો રહ્યો.

અમારી પોસ્ટ સૌથી પહેલા વાંચવા માટે ફેસબુકમાં બતાવેલ સ્ટેપ પ્રમાણે સૌ પ્રથમ Visit Group ની બાજુના ત્રણ ડોટ પર ક્લિક કરો, ત્યારબાદ Following પર ક્લિક કરો અને પછી See First પર ક્લિક કરો. શાયરી તથા સુવિચાર વાંચવા માટે ફેસબુકમાં અમારા પેજ નિ:શબ્દ પ્રેમ તથા પ્રેમનો પાસવર્ડ જરૂરથી લાઇક કરી લેજો.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here