સાચો પ્રેમ એટલે શું? પ્રેમમાં રહેલ દરેક વ્યક્તિ જરૂરથી વાંચે આ સ્ટોરી

0
5178

ઍક કોલોનીમાં એક પાર્ટીનું આયોજન થયું જેમાં કોલોનીના બધા જ દંપતીને બોલાવવામાં આવ્યા. સાંજના સમય હતો, બધા જ લોકો પોતાની ઓફિસ થી આવીને તૈયાર થયા બાદ સીધા પાર્ટીમાં પહોચી ગયા. બધા જ લોકો એકબીજા ત્યાં મળ્યા, સાંજનું જમવાનું પણ ત્યાં જ કરવામાં આવ્યું. પછી એક વૃધ્ધ વ્યક્તિ પાર્ટીમાં આવ્યા અને તેમણે કહ્યું કે તેમણે આ પાર્ટી રાખી છે અને આ એક વિશેષ પાર્ટી છે.

તેમણે વાતને આગળ વધારતા કહ્યું કે આજે આપણે કઈક નવું કરવાના છીએ. આખો દિવસ ઓફિસના કામકાજમાં સમય નીકળી જતો હોય છે. ચાલો આજે આપણે એક ગેમ રમીશું. પછી આટલું કહીને વૃધ્ધ વ્યક્તિએ એક વ્હાઇટ બોર્ડ મંગાવ્યું અને પાર્ટીમાંથી ઍક મહિલાને બોલાવી. પછી એ મહિલાને કહેવામા આવ્યું કે આ બોર્ડમાં ૨૦ નામ લખો કે જેને તમે પ્રેમ કરતાં હોય, જે તમારા પોતાના હોય. તે મહિલાએ પોતાની માતા, પિતા, પતિ, બાળકો, સગા સંબંધી અને પાડોશીઓના નામો લખ્યા.

હવે એ વૃદ્ધ વ્યક્તિ થોડું મલકયા અને બોલ્યા ચાલો હવે આમાંથી ૬ નામ કાઢી નાખો જે તમને ઓછા પસંદ હોય અને જેમના વગર તમે આસાનીથી રહી શકો છો. મહિલા થોડા વિચારમાં પડી ગઈ અને પોતાના પાડોશીઓના નામ કાઢી નાંખ્યા.

પાર્ટીમાં બેઠેલા બધા જ લોકો આ બધુ ધ્યાનથી જોઈ રહ્યા હતા. હવે એ વૃદ્ધ વ્યક્તિએ ફરીથી કહ્યું કે આમાંથી ૧૦ નામ બીજા કાઢી નાંખો જેને તમે ઓછો પ્રેમ કરો છો. મહિલાએ ફરી પોતાના સંબંધીઓના નામ કાઢી નાખ્યા.

હવે બોર્ડ પર ફક્ત ૪ નામ વધેલા હતા, માતા-પિતા, પતિ અને બાળકો. બધા જ લોકો ખૂબ જ ધ્યાનથી આ જોઈ રહ્યા હતા. વૃધ્ધ વ્યક્તિએ ફરીથી મહિલાને કહ્યું કે આમાંથી હવે ૨ નામ બીજા કાઢી નાખો. હવે એ મહિલા ખૂબ જ દુવિધામાં ફસાઈ ગઈ હતી. ગેમ તો મહિલા રમી રહી હતી પરંતુ ધબકારા ત્યાં બેઠેલા બધા વ્યક્તિના રોકાઈ ગયેલા હતા.

ખૂબ ભાર આપવા પર મહિલાએ રડતાં રડતાં પોતાના માતા પિતાના નામ બોર્ડ માંથી કાઢી નાંખ્યા. હવે ફક્ત બોર્ડ પર ૨ જ નામ બચેલા હતા. વૃધ્ધ વ્યક્તિએ કહ્યું, શાબાશ બેટા, ચાલો હવે આમાંથી ૧ નામ હજુ કાઢી નાંખો. હવે તે મહિલા અસંમંજસ માં ફસાઈ ગઈ હતી ત્યારે વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે હવે ફક્ત એક જ નામ કાઢવાનું છે તેને કાઢી નાખો.

મહિલા આગળ વધી અને પોતાના બાળકનું નામ કાઢી નાંખ્યું. હવે બોર્ડ પર ફક્ત તેના પતિનું જ નામ વધ્યું હતું. હવે વૃધ્ધ વ્યક્તિએ મહિલાને પોતાની સીટ પર બેસી જવા માટે કહ્યું અને ત્યાં બેઠેલા દરેક વ્યક્તિને વૃધ્ધ વ્યક્તિએ સવાલ કર્યો કે, એવું શા માટે બન્યું કે બોર્ડ પર ફક્ત તેના પતિનું જ નામ રહ્યું? પણ કોઈ આ વાતનો જવાબ ના આપી શક્યું.

વૃધ્ધ વ્યક્તિએ એ મહિલાને બોલાવી અને પૂછ્યું કે તમે તમારા પતિનું જ નામ શા માટે બોર્ડ પર રહેવા દીધું? તમારા માતા પિતાએ તમને જન્મ આપ્યો છે તેમનું નામ તમે કાઢી નાંખ્યું અને જે બાળકને તમે પોતે જન્મ આપેલો છે તેનું નામ પણ તમે કાઢી નાંખ્યું, આવું કેમ?

મહિલા એ જવાબ આપ્યો કે, સર, હું મારા માતા પિતાને પણ પ્રેમ કરું છુ, મારા માતા પિતા વૃધ્ધ થઈ ગયા છે અને બહુ જલ્દી તેઓ મને છોડીને જતાં રહેશે. હું મારા દિકરાને પણ પ્રેમ કરું છુ પરંતુ ખબર નથી કે મોટો થઈને એ પણ મારો સાથ આપશે કે નહીં?

પરંતુ જ્યાં સુધી મારા પતિ મારી સાથે છે ત્યાં સુધી મારા જીવ માં જીવ છે. હું તેમની અર્ધાંગિની છુ, એ મારૂ અડધું શરીર બનીને મારો મૃત્યુપર્યંત સાથે આપશે અને દરેક સુખ દુખમાં સાથે આપશે. એટલા માટે મને મારા પતિ બધાથી વધારે પ્રિય છે. આ મહિલાની વાત સાંભળીને ત્યાં બેઠેલા દરેક વ્યક્તિએ તેમણે તાળીઓના ગળગળાટથી વધાવી લીધા. બધા જ લોકો તે મહિલાના વિચારોની પ્રશંસા કરવા લાગ્યા. ત્યારે વૃધ્ધ વ્યક્તિએ કહ્યું કે, આ જે ગેમ ચાલી રહી છે તેમાં જીવનની સચ્ચાઈ છુપાયેલી છે.

પતિ પત્ની એકબીજાનું અડધું શરીર હોય છે, એકબીજા વગર જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. એટલે દરેક પતિ પત્નીઓ એકબીજાના પ્રેમને માન આપે, એકબીજા ના પ્રેમની ઇજ્જત કરે અને જીવનના દરેક સુખ દુખમાં સાથે આપે, ત્યારે જ લગ્નનો સાચો અર્થ સાર્થક થશે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો કોમેન્ટ ક જરૂરથી જણાવશો અને તમારા કિંમતી વિચારો અમને જરૂરથી જણાવશો તથા આ લેખ ને બીજા વ્યક્તિઓ સુધી પહોચડવા માટે શેયર જરૂરથી કરજો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here