સાચો મિત્ર કોણ? આ સ્ટોરી વાંચજો આંખોમાં પાણી આવી જશે

0
937

કેટલી ભીડ છે દુનિયામાં પરંતુ દરેક માણસ અંદરથી એકલો કેમ છે? કેટલા મિત્રો આપણે બનાવીએ છીએ પરંતુ દરેક માણસ અંદરથી એકલો કેમ છે?  આપની અંદરનું એકલ પણ દૂર કરવા માટે કેટલા નવા સંબંધો બનાવીએ છીએ તે છતાં દિલમાં રહેલું ખાલી પણુ જતું નથી.

બહુ જ નસીબદાર હોય છે એ માણસો જેમના જીવનમાં એવો દોસ્ત હોય જેના હોવાથી દિલની દરેક ઈચ્છા પૂરી થઈ જાય. ભલે ગમે તેવો સમય આવે જીવનમાં પરંતુ દરેક સમયને હંમેશા સાથે જ ઊભો રહે.

આ વાર્તા છે ઈટલી શહેરના બે મિત્રો ની. ત્યાંના રાજાએ કોઈ ગુના ના લીધે ડેમન નામના છોકરાને જીવન દંડની સજા આપી હતી. ડેમને રાજા ને પ્રાર્થના કરી કે મને એક વર્ષનો સમય આપો હું ક્રિસ જઈને મારી બધી જ સંપત્તિ વેચી ને આવું અને મારા પરિવાર માટે કંઈક સગવડ કરી ને આવું હું તમને વચન આપું છું કે હું સમય પર નક્કી પહોંચી આવીશ.

રાજાએ કહ્યું હું તને કોઈ એક શરત પર જ છોડુ છું કે તારી કોઈ જમાનત લે અને વચન આપે કે જો તું ના આવે તો તારી જગ્યા પર તેને ફાંસી ઉપર ચડવું પડશે. રાજાની આ શરત સાંભળીને ડેમન નો મિત્ર આગળ આવ્યો. તેણે ડેમન ની જમાનત કરી અને ડેમન ને છોડી દેવામાં આવ્યું. દિવસ જવા લાગ્યા અને વર્ષ પૂરું થવા આવ્યું પરંતુ ડેમન ના કોઈ સમાચાર ના આવ્યા તેના મિત્રને ફાંસી ઉપર ચઢાવવા નો ટાઈમ આવી ગયો. બધાએ કહ્યું આ કેટલો મૂર્ખ છે મૃત્યુને પામવા માટે કોઈ આગળ કઈ રીતે આવી શકે છે. પરંતુ તેનો મિત્ર ઈટલીસ્ટ ખુશ હતો તેને વિશ્વાસ હતો કે તેનો મિત્ર જરૂરથી સમય ઉપર આવી જશે.

પરંતુ તે વિચારી રહ્યો હતો કે કેટલું સારું થાય સમુદ્રમાં તોફાન આવી જાય અને ડેમન નુ જહાજ રસ્તો ભૂલી જાય તે સમયે પરના પહોંચી અને મારા મિત્રને જીંદગી બચી જાય અને તેના બદલામાં રાજા મને ફાંસી ઉપર ચડાવી દે. અને સાચે જ ડેમન નક્કી સમય પર ના પહોંચ્યો તો રાજાએ ઈટલીસ ને પ્રાણ દંડની સજા આપી દીધી અને તેને વધ સ્થળ ઉપર પહોંચાડવામાં આવ્યો. પરંતુ તે જ સમયે હાફ તો અને દોડતો આવતો ડેમન વધ સ્થળ ઉપર આવી ગયો અને દૂરથી બૂમ પાડવા લાગ્યો કે હું ડેમન છું મારા મિત્રને ફાંસીના આપો.

ડેમન સાચા જ સમયે નીકળ્યો હતો પરંતુ તેનું જહાજ સમુદ્રના તુફાન મા ફસાઈ ગયું હતું. ઘણા પ્રયત્નો કરી અને કિનારા પર આવી અને તેમને જે કોઈપણ સાધન મળ્યું તેનાથી તે આવી ગયો. તેનો છેલ્લો ઘોડો દોડવાના કારણે મરી ગયો હતો. ડેમન ઘણા સમયથી ભૂખ્યો હતો તેના બંને પગમાં છાલા પડી ગયા હતા. તેની બસ એક જ ધૂન હતી કે સમય ઉપર પહોંચી ને મારા મિત્ર નો જીવ બચાવુ. રાજાએ આ બંને મિત્ર નો પ્રેમ જોયો તો તેમની આંખોમાં આંસુ આવી ગયા અને રાજાએ કહ્યું તમારા જેવા મિત્રોને જીવન દંડ નહી આપી શકુ. અને રાજાએ કહ્યું કે બસ મારી એક જ વિનંતી છે કે તમે બંને મિત્રો મને પણ તમારો મિત્ર બનાવી લો.

જીવનમાં હજાર મિત્રો હોય પણ તે શું કામના કે જ્યારે આપણે તકલીફમાં હોય અને દુઃખમાં હોય ત્યારે તે સમજી ના શકે અને તે દુઃખના સમયમાં આપણી સાથે ના હોય. પરંતુ એક જ મિત્ર બરાબર છે કે જે આપણા ગમે તે સમયમાં આપણો હાથ પકડીને ઊભો રહી જાય અને કહે “હું છું ને ચિંતા ના કર”.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here