સાચો અને શુધ્ધ પ્રેમ કોને કહેવાય ? તમારી બે મિનિટ કાઢીને અચૂક થી વાંચજો

2
5849

પ્રેમ શબ્દ એટલો બધો વગોવાઈ ગયો છે કે આપણને એ પ્રશ્ન હંમેશા સતાવ્યા કરે કે સાચો પ્રેમ કોને કહી શકાય? જો ખરેખર પ્રેમ હોય તો એ કેવો હોય? સાચો પ્રેમ તમને ક્યાં મળી શકે? અને કેવી રીતે મળી શકે? આવા પ્રશ્નો દરેક વ્યક્તિ અને યુવાનોના મનમાં જરૂર થતાં હશે.

દરેક વ્યક્તિ પ્રેમમાં છે છતાં પણ તે પ્રેમની શોધમાં છે, ના સમજાયું ને? વ્યક્તિ અત્યારે પ્રેમમાં તો છે છતાં પણ તેને એવું લાગી રહ્યું છે કે સામેવાળી વ્યક્તિ તેને પ્રેમ કરે છે કે નહીં? આવા વિચારો માંજ તે પોતે પ્રેમ કરવાનું ભૂલી જાય છે અને પોતાના પાર્ટનર પાસેથી જ પ્રેમની આશા રાખે છે. અહી તમને એક ખૂબ જ સરસ વાત કરી છે જેના દ્વારા તમને પ્રેમનો અર્થ કદાચ સમજાવી શકશે.

શું પત્નીને I LOVE YOU કહેવું એજ પ્રેમ છે? શું તેને જાનું કે દિકું દિકું કહીને ફર્યા કરવું તે જ પ્રેમ છે? શું તમે રવિવારે ફ્રી હોય અને તે દિવસે ફરવા લઈ જવું કે બહાર જમવા લઈ જવું તેને જ પ્રેમ કહી શકાય? શું વેકેશનમાં પોતાની પત્નીને બહાર ફરવા લઈ જવો તેને જ પ્રેમ કહેવાય? કોઈ તેને કઈ કહે અને તમે તેની તરફેણ કરો અને તેની તરફેણમાં બોલો તેને જ પ્રેમ કહી શકાય? શું તમે આ બધી બાબતોને પ્રેમની નિશાની ગણો છો?

દિવાળીના સમયમાં પત્ની ઘર સાફ કરતી હોય અને થાકી ગઈ હોય ત્યારે તમે કહો કે તું આજે ઘરે જમવાનું ના બનાવતી હું બહારથી લઈ આવીશ આને પ્રેમ કહેવાય. જ્યારે તમે બહાર જતાં હોય અને આવવામાં મોડુ થવાનું હોય ત્યારે તમે કહો કે, “હું બહાર જાવ છુ, મારે આવવામાં મોડુ થશે એટલે તું સૂઈ જજે, હું લોકની ચાવી લેતો જાવ છું, આને પ્રેમ કહેવાય છે સાહેબ.

તમારી પત્ની ઘરે થાકેલી સૂતી હોય અને તમે બહારથી આવીને ધીમેથી દરવાજો ખોલો તેને પ્રેમ કહેવાય. એ સૂતી હોય ત્યારે પાણી પી ને ગ્લાસ જ્યારે તમે હળવેકથી મૂકી દો છો કારણ કે તેની ઉંધ ના બગડે આને પણ પ્રેમ જ કહેવાય છે. રસોડાની બારી બંધ કરવાનું ભૂલી ગઈ છે એમ સમજીને તમે જાતે જ તે બંધ કરી દો તેને પ્રેમ કહેવાય છે.

ખૂબ જ ઠંડી હોય અને તમે રૂમમાં તમે દાખલ થાવ ત્યારે જુવો કે આટલી ઠંડીમાં પણ તે ઓઢવાનું ભૂલી ગઈ છે અથવા તો સરકી ગયું છે તો તેને હળવેકથી ઓઢાડી દો તેને પ્રેમ જ કહેવાય છે.  સવારે જાગીને પોતાની પાથરી જાતે જ સરખી કરી લો ને સાહેબ, જેથી કરીને તેને એટલુ ઓછું કરવું પડે તેને પણ પ્રેમ જ કહેવાય છે. તમારી માટે સવારે નાસ્તો બનાવતી હોય ત્યારે તમે નાહીને પોતાનો ટુવાલ જાતે જ સુકાવી દો તેને પણ એક પ્રકારનો મૂંગો પ્રેમ જ કહેવાય છે.

પ્રેમ પ્રેમ સૌ કહે પણ પ્રેમ ન જાણે કોઈ, સાચો પ્રેમ જો જાણે તો જુદા ના રહે કોઈ.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here