રુદ્રાક્ષ ધારણ કરવાથી શરીર અને મસ્તિસ્કને મળે છે આ ૫ ફાયદાઓ

0
1450

હિંદુ ધર્મ અનુસાર રુદ્રાક્ષ પહેરવું શુભ માનવામાં આવે છે. રુદ્રાક્ષને પહેરવું એ ફક્ત ધર્મની પરંપરા અનુસાર શુભ નથી પરંતુ તેના સ્વાસ્થ્ય માટે પણ ઘણા લાભો છે. રૂદ્રાક્ષ તમારા મન અને હૃદયને શાંત રાખવા માટે લાભદાયી છે. રુદ્રાક્ષ પહેરવાથી વ્યક્તિના આધ્યાત્મિક અને માનસિક સ્વાસ્થ્યને ભરપૂર ફાયદો થાય છે.

રુદ્રાક્ષમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ગુણોને કારણે અદભુત શક્તિ હોય છે. ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ફ્લોરિડાના વૈજ્ઞાનિક ડો. ડેવિડ લિ ના જણાવ્યા અનુસાર રુદ્રાક્ષ વિદ્યુત ઉર્જા ના આવેશોને સંચિત કરે છે. જેના લીધે તેમાં ચુંબકીય ગુણ વિકસિત થાય છે. રુદ્રાક્ષની ડાયનેમિક પોલેરોટી અદભુત હોય છે, તે આપણા મગજમાં થોડા કેમિકલ્સને પ્રોત્સાહિત કરે છે. તો ચાલો અમે તમને જણાવીએ રુદ્રાક્ષના કયા કયા ફાયદા થાય છે.

રુદ્રાક્ષનો માનસિક પ્રભાવ

રુદ્રાક્ષ તમારા તન અને મન બન્ને માટે ફાયદાકારક છે. રુદ્રાક્ષ તમારી બૌદ્ધિક ક્ષમતા અને સ્મરણશક્તિને સારી બનાવવા માટે ફાયદાકારક છે. એ સિવાય તણાવ અને ચિંતા ની સમસ્યાથી પરેશાન લોકોએ પણ રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. તેના લીધે તમારો માનસિક તણાવ ઓછો થાય છે અને શરીરમાં ઉર્જા ની વૃદ્ધિ થાય છે. આ સિવાય રુદ્રાક્ષ પહેરવાથી તણાવ, ડિપ્રેશન અને માથાના દુખાવાની સમસ્યાઓ પણ ઓછી થઈ જાય છે.

હૃદય માટે રુદ્રાક્ષ

રુદ્રાક્ષ તમારા હૃદય માટે પણ લાભદાયક ગણવામાં આવે છે. તેમાં રહેલ કિમોફાર્માલોજીકલ વિશેષતાઓને કારણે તે હૃદય સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. રુદ્રાક્ષ હૃદયરોગ, રક્તચાપ અને કોલેસ્ટ્રોલના સ્તરને જાળવી રાખવામાં પણ પ્રભાવી છે. હૃદય, ફેફસાં, કિડની અને મગજની બિમારીઓથી ગ્રસ્ત લોકોએ પણ રુદ્રાક્ષ ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે.

ચેતાતંત્ર (Nervous System) માટે રુદ્રાક્ષ

રુદ્રાક્ષ તમારા ચેતાતંત્ર (Nervous System) ઉપર પણ પ્રભાવ પાડે છે. રુદ્રાક્ષ ન્યુરોટ્રાન્સમીટર ના પ્રભાવને પણ સંતુલિત રાખે છે. રુદ્રાક્ષમાં કોબાલ્ટ, આયરન, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ અને સિલિકા જેવા તત્વ મળી આવે છે. જેના લીધે રુદ્રાક્ષ ધારણ કરવાથી તમારુ ચેતાતંત્ર (Nervous System) વ્યવસ્થિત રહે છે.

ડાયાબિટીસ અને કિડની માટે રુદ્રાક્ષ

ડાયાબીટીસ અને કીડની માટે રુદ્રાક્ષ ફાયદાકારક છે. નિયમિતરૂપથી રુદ્રાક્ષ ધારણ કરવાથી ડાયાબિટિસનું સ્તર સંતુલિત રહે છે અને તે કિડની માટે પણ ફાયદાકારક છે.

બ્લડ પ્રેશર માટે રુદ્રાક્ષ

સામાન્ય રીતે તો રુદ્રાક્ષ ૧ થી લઈને ૨૧ મુખી સુધીના હોય છે, પરંતુ પંચમુખી રુદ્રાક્ષ ને સૌથી વધારે ઉચ્ચ માનવામાં આવે છે. એટલા માટે પંચમુખી રુદ્રાક્ષ અને મહિલા, પુરુષ તથા બાળકો બધા જ માટે સારુ માનવામાં આવે છે. બ્લડ પ્રેશર ની પરેશાની વાળા લોકો પણ રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. પંચ મુખી રુદ્રાક્ષ પહેરવાથી રક્તચાપ નીચે આવે છે અને તમારો બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here