રોજ સવારે આ સમયે કરો સ્નાન, પલટાઈ જશે નસીબ અને લક્ષ્મીજી થશે મહેરબાન

0
1299

હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં સ્નાન ના મહત્વ વિશે સમજાવ્યું છે. હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં સ્નાનને પવિત્રતા સાથે પણ જોડવામાં આવ્યું છે. એ તો સૌ કોઈ જાણે જ છે કે સ્નાન કરવાથી આપનું શરીર ચોખ્ખું રહે છે. શરીરમાં ચોખ્ખાઈ રહેવાની સાથે શરીરમાં સકારાત્મક ઉર્જા પણ ઉત્પન્ન થાય છે.

સામાન્ય રીતે દરરોજ નહાવા વાળા વ્યક્તિ હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. પણ મોટા ભાગના લોકોને ક્યાં સમયે સ્નાન કરવું જોઈએ એ ખબર નહીં હોય. એટલે અમે તમને આજે સ્નાન કરવાનો સાચો સમય અને તેના પ્રકાર વિશે જણાવીશું.

એવું કહેવામા આવે છે કે જે વ્યક્તિ સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરી લે છે તો તેના ઘરમાં સદાય સમૃધ્ધિનો વાસ રહે છે. સવારના સમયે સૂર્યોદય પહેલા કરવામાં આવતા સ્નાનને દેવ સ્નાન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે દરેક વ્યક્તિએ સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરી લેવું જોઈએ.

સવારેના સમયે સૂર્યોદયના થોડા સમય પહેલા સર્વમાં આવતા સ્નાનને મુનિ સ્નાન કહેવામા આવે છે. કહેવામા આવે છે કે જે કોઈ વ્યક્તિ સૂર્યોદય પછી સ્નાન કરે છે તો તેના ઘરની આર્થિક સ્થિતિ ઉપર સકારાત્મક પ્રભાવ પાડવા લાગે છે. સૂર્યોદય બાદ કરવામાં આવતા સ્નાનને માનવ સ્નાન કહેવામા આવે છે અને માનવમાં આવે છે કે જે વ્યક્તિ સૂર્યોદય બાદ સ્નાન કરે છે તેના જીવનમાં કોઈ ખાસ પ્રભાવ નથી જોવા મળતો.

 

આ સિવાય જો કોઈ વ્યક્તિ સૂર્યોદય બાદ અને સૂર્ય એકદમ આકાશમાં વચ્ચે આવી ગયા બાદ સ્નાન કરે છે તો એ સ્નાનને રાક્ષસી સ્નાન તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવામા આવે છે કે જે વ્યક્તિ આ સમયે સ્નાન કરે છે તેના જીવનમાં નકારાત્મક પ્રભાવ પાડવાનો શરૂ થઈ જાય છે. નકારાત્મક પ્રભાવ પડવાથી તેના ઘરમાં ક્યારેય બરકત નથી રહેતી અને બરકત નાં રહેવાથી તેને ઘણી તકલીફો અને આર્થિક મુસીબતોનો સામનો કરવો પડે છે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here