રોજ સવારનો આ નિયમ ઝડપથી તમારું વજન ઉતારશે

0
4744

આજે અમે તમને એક એવો નિયમ બતાવવાના છીએ જેનું તમે પાલન કરશો તો તમને ક્યારેય પણ શરીરની ચરબી (સ્થૂળતા) અને વધતી ઉમરની અસર દેખાશે નહીં. જેના માટે લોકો હજારો મોંઘી દવાઓનો ઉપયોગ કરીએ છીએ એ હવે ઘરે બેઠા અને મફતમાં થઈ શકે છે. ચહેરાને પણ ચમકતો રાખવા માટે પણ આપણે મોંઘા ક્રીમનો ઉપયોગ કરીએ છીએ અને ક્યારેક તણી આડઅસર પણ થાય છે.

આજના સમયમાં આપણું જીવન બહુ જ સ્ટ્રેસ વાળું થઈ ગયું છે અને ખૂબ જ ટાઇટ સિડ્યુલ હોય છે કે તેની ભાગદોડમાં આપણે શરીર અને ત્વચાનું ધ્યાન રાખવાનું જ ભૂલી જઈએ છીએ. આજે અમે તમને એક એકદમ સરળ નુસખો બતાવીશુ જેને પીવું નાના બાળકથી લઈ ને વૃદ્ધ વ્યક્તિ માટે પણ આસન છે જેને પી ને વજન ઘટાડવું આસન છે.

સવારે ગરમ પાણી પીવાથી એ તમારા શરીર ને કસરત વગર પણ તંદુરસ્ત રાખશે. ગરમ પાણી પીવાથી એ શરીર ની વધારાની ચરબી ઘટાડી દે છે અને શરીરને પાતળું બનાવવામાં મદદ કરે છે. ગરમ પાણી સંધાને ચીકણા બનાવે છે અને સાંધાનો દુખાવો પણ મટાડે છે.

આજે અહી વાત કરી રહ્યા છીએ નવશેકા ગરમ પાણીની. ઘણા બધા લોકો દિવસની શરૂઆત ગરમ પાણીથી નહીં પરંતુ ચા અથવા કોફી થી કરે છે. ઘણા લોકોને તો સવારે જો ચા ના મળે તો એ પોતાને સુસ્ત ફીલ કરે છે, તેમનું પેટ સાફ નથી થતું અને તેમનું મૂડ પણ ખરાબ રહે છે, જો તમે પણ એ લોકોમાં છો આજથી જ આ સેવન બંધ કરી દેજો.

પાણી વગરનું આપના જીવનની કલ્પના કરવી પણ અશક્ય છે, આપણી બધી કાર્યક્ષમતા પાણી પર જ નિર્ભર છે. પાણી ઓક્સિજનની જેમ જ આપણાં શરીર માટે જરૂરી છે. ગરમ પાણીને જો આપણે રોજિંદા જીવનમાં સમાવેશ કરી લઈએ તો એ દવાની જેમ અસર કરે છે. નવશેકું પાણી પૂરી રીતે ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે, જે સ્વાસ્થ્ય અને સૌંદર્ય બંને માટે લાભદાયક છે. એટલા માટે ડોક્ટર આપણને સવારે ઊઠીને અને રાતે સૂતા પહેલા નવશેકૂ પાણી પીવાની સલાહ આપે છે.

આપણાં શરીરમાં ૭૦% પાણી હોય છે પાણીની અછતને લીધે શરીરમાં ઘણી બીમારીઓ થવા લાગે છે. એટલા માટે જરૂરી છે આપણે ભરપૂર માત્રામાં પાણી પીએ. ગરમ પાણીથી નાની મોટી બીમારીઓ તો તાત્કાલિક દૂર થઈ જશે. એટલે દર વખતે નવશેકું પાણી પીવું જોઈએ, જો એ શક્ય ના હોય તો સવારે ઉઠ્યા બાદ અને રાતે સુવાના ૧ કલાક પહેલા નવશેકા પાણીનું સેવન જરૂર કરો.

ઠંડીના દિવસોમાં વ્યાયામ અને યોગા કર્યા બાદ જરૂરથી નવશેકું પાણી પીવાની આદત બનાવી લો તેનાથી તમે દરેક બીમારીઓથી બચી શકશો. મોટા ભાગની બીમારીઓ ગંદુ પાણી પીવાથી થાય છે, એવામાં પાણીને ગરમ કરીને ઠંડુ કરીને પીવાથી પેટની કોઈ બીમારી થતી નથી. ગરમ પાણી કફ અને શરદીની પરેશાની દૂર કરે છે ખાસ કરીને તાવ આવવાની પરિસ્થિતિમાં તરસ લાગે તો ઠંડુ પાણી ના પીવો અને ગરમ પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે.

સવારે નવશેકા પાણીમાં લીંબુ નિચોવીને પીવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને શરીરને વિટામિન પણ મળવા લાગે છે. કોઈપણ પ્રકારની ત્વચા સંબંધિત સમસ્યા હોય તો અને ત્વચામાં ચમક લાવવા માંગતા હોય તો ગરમ પાણી એકદમ સચોટ ઉપાય છે. રોજ સવારે ગરમ પાણી પીવાનું શરૂ કરી દો થોડા સમયમાં તમારી ત્વચામાં ચમક આવવા લાગશે અને બાકીની ચામડીની તકલીફો પણ દૂર થવા લાગશે.

જે લોકોને ભૂખ ના લગતી હોય તેમણે એક ગ્લાસ ગરમ પાણીમાં કાળા મરી, મીઠું અને લીંબુનો રસ નાંખીને પીવું જોઈએ, તેનાથી તમને ભૂખ લાગવા લાગશે. ખીલ થતાં હોય તો તેમાં પણ ગરમ પાણીનું સેવન કરવાથી ખીલની તકલીફ દૂર થાય છે. ગરમ પાણી ચામડીની કરચલીઓને પણ દૂર કરે છે અને પાચનતંત્રને પણ મજબૂત કરે છે.

બહારનું ખાવાથી શરીરમાં ઝેરી પદાર્થો જમા થાય છે જે શરીર ને કમજોર બનાવી નાંખે છે, માણસ જલ્દી વૃદ્ધ થવા લાગે છે. આ સમસ્યાને રોકવા માટે સવારે નવશેકું પાણી પીવાની આદત બનાવી લો જે સાથે સાથે તમારા પેટને પણ ઓછું કરે છે. ગરમ પાણી પીવાથી શરીરનો વધારાનો કચરો સાફ થઈ જાય છે અને શરીર ની બધી જ અશુધ્ધિઓને આસાનીથી સાફ કરી દે છે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here