રેસ્ટોરન્ટ જેવુ જ મન્ચુરિયન ઘરે બનાવવાની રીત

0
2343

મન્ચુરિયન બોલ માટે ની સામગ્રી

 • 1 કોબિજ ઝીણી સમારેલી
 • 4 છીણેલાં ગાજર
 • 2 ચમચાં મેંદો
 • અડધી ચમચી આજીનોમોટો
 • 6 ચમચી કોર્નફ્લોર
 • ચાર ઝીણાં કાપેલાં મરચાં
 • એક ચમચી કાળાં મરીનો પાવડર
 • મીઠું
 • 1 કપ તેલ તળવા માટે

મન્ચુરિયન સોસ બનાવવા માટે

 • 2 ઝીણાં સમારેલાં મરચાં
 • 1 ઝીણી સમારેલી ડુંગળી
 • 1 ચમચી ઝીણું સમારેલ લસણ
 • 2 ચમચી આદુની પેસ્ટ
 • 1 ચમચી ટામેટાં નો સોસ
 • 1 ચમચી રેડ ચીલી સોસ
 • 1 ચમચી ગ્રીન ચીલી સોસ
 • 1 ચમચી સોયા સોસ
 • ચપટી આજી નો મોટો
 • 1 કેપ્સિકમ
 • 4 ચમચી તેલ
 • મીઠું સ્વાદ અનુસાર

બનાવવાની રીત

મન્ચુરિયન એ ચાઈનીઝ વાનગી માં વપરાય છે જેમ કે મન્ચુરિયન ભેળ, મન્ચુરિયન રાઈસ વગેરે. બહાર જેવા જ મન્ચુરિયન બનાવવા માટે આજ નો આર્ટિકલ અંત સુધી જરૂર વાંચજો.

સૌ પહેલા કોબીજ ને મિકચર માં ક્રશ કરી લેવી અને તેમાં ઝીણા સમારેલા ગાજર અને મરચા મિક્સ કરો. પછી તેમાં સામગ્રી મુજબ કોર્ન ફ્લોર, મીઠું, મેંદો, તીખા, આજીનો મોટો, ચાઈનીઝ મસાલો, ગરમ મસાલો, ગ્રીન ચીલી સોસ , સોયા સોસ મિક્સ, કોથમીર ને ખૂબ જ સારી રીતે મિક્સ કરી લ્યો. મિશ્રણ ને કઠણ બનાવવા માટે જરૂર પડે તો મેંદો અને કોર્નફ્લોર ઉમેરી શકો છો.

5 મિનિટ સુધી મિશ્રણ ને રહેવા દયો જેથી તેમાં બધું જ સરખું મિક્સ થઈ જાય એ પછી તેમાં બટર ઉમેરો. પછી કડાઈ માં તેલ ગરમ કરી ભજીયા બનાવી તેમ મન્ચુરિયન ને ગોળ વાળી ને તળવા. મીડીયમ ફલેમ પર તળવા. થોડી થોડી વારે તેને હલાવતા રહેવું. જ્યારે આછા ગોલ્ડન કલર ના થાય એટલે તેને કાઢી લેવા.

મન્ચુરિયન સોસ બનાવવા માટે એક કડાઈ માં તેલ ગરમ કરો. પછી તેમાં ઝીણી સમારેલી કોબીજ, ક્રશ કરેલા મરચા અને ઝીણું સમારેલું કેપ્સિકમ નાખી હાઈ ફ્લેમ પર શેકવું. જો તમે ડુંગળી અને લસણ ખાવા માંગો છો તો આની સાથે તેને પણ ઉમેરી દેવા. પછી તેમાં આજી નો મોટો, મીઠું, ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ , સોયા સોસ, ટોમેટો કેચપ ઉમેરો. 1 મિનિટ પછી તેમાં પાણી સાથે મિક્સ કરેલો કોર્નફલોર એડ કરવો અને હલાવવું. થોડુક પાણી અને કોથમીર ઉમેરવી. જે મન્ચુરિયન તૈયાર કરી રાખ્યા છે તે તેમાં ઉમેરી દેવા. 2 સુધી બધું મિક્સ કરી તેના પર કોથમીર નાખી સર્વ કરવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here