રીલાયન્સ જીયો હવે લોંચ કરશે 5G સર્વિસ, કેટલો સમય ફ્રી સર્વિસ આપશે? જાણો અહી.

0
1168

રીલાયન્સ જીયો 4Gમાં ધૂમ મચાવ્યા બાદ હવે બજારમાં થોડા સમયમાં 5G લોંચ કરવા જઈ રહ્યું છે. હાલમાં કંપની 5G ને લઈને પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મીડિયા દ્વારા જણાવવામાં આવેલ રિપોર્ટમાં જણાવ્યુ છે કે આ સિમની કિંમત આશરે ૨૦ રૂપિયા આસપાસ હશે. જેમાં કંપની અનલિમિટેડ કોલિંગ, 5G ડેટા સહિત ઘણું બધુ ૩ મહિના માટે ફ્રી આપવાની છે. આ સર્વિસ આ વર્ષમાં જ લોંચ કરવામાં આવશે એવું જાણવા મળેલ છે.

રીલાયન્સ જિયોએ ૨૦૧૬ માં ટેલિકોમ ક્ષેત્રમાં પદાર્પણ કરીને 4G સર્વિસ લોંચ કરી હતી. જેમાં શરૂઆત માં તેને ગ્રાહકોને ૬ મહિના માટે ઇન્ટરનેટ, કોલિંગ અને મેસેજ સહિત બધુ જ ફ્રી આપ્યું હતું. જિયોના લોંચ બાદ માર્કેટમાં ફરિફાઇ નો દોર ચાલુ થયો હતો. બધી જ કંપની ઓછા માં ઓછી કિંમતમાં ગ્રાહકોને ડેટા આપવામાં આવે તેવા સસ્તા પ્લાન રજૂ કરી રહ્યા હતા જે હાલ પણ ચાલુ જ છે.

રિપોર્ટ અનુસાર માનીએ તો 5G સર્વિસ ની સ્પીડ 4G સર્વિસથી ૧૫ ગણી વધારે હશે અને 2.5 GBPS ની સ્પીડ 5Gમાં હશે. ગ્રાહકો રીલાયન્સ જીયોની 5G સર્વિસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે આ સમાચાર તેમના માટે કોઈ લોટરીથી ઓછા નથી.

રીલાયન્સ જીયો અત્યારે વોડાફોન અને એરટેલ કરતાં આગળ નીકળીને બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે. આ રિપોર્ટ TRAI દ્વારા રજૂ કરવામાં આવેલા જુલાઈ મહિનાના આંકડાના આધાર પરથી રજૂ કરવામાં આવેલ છે. ફક્ત જુલાઈ માહિનામાં જ ૧ કરોડ લોકો જીયોમાં જોડાયા હતા અને હવે જીયોમાં કુલ ૧૫ કરોડ લોકો જોડાઈ ચૂક્યા છે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here