રાતે સૂતા પહેલા પાર્ટનર સાથે કરો આ કામ, સંબંધોમાં આવશે મધુરતા

0
2400

આજકાલ સંબંધો જેટલા આસાનીથી જોડાઈ રહ્યા છે તેટલી જ આસાનીથી તૂટી પણ રહ્યા છે. બ્રેકઅપ થવું એ આજકાલ ફેશન બની ગયું છે, તેનું મુખ્ય કારણ એ ક્યાંકને ક્યાંક સ્માર્ટફોન છે. બિલકુલ, ભલે તમને જાણ ન હોય પરંતુ ક્યાંકને ક્યાંક મોબાઈલ તમારા સંબંધોને ખરાબ કરી રહ્યો છે. કપલ નહીં એકબીજાના સાથની જરૂર હોય છે અને સાથ એવો હોવો જરૂરી છે જેમાં સાથે પસાર કરેલો સમય યાદ કરીને હસી શકાય. થોડી સારી આદતો વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે પોતાના પાર્ટનર સાથે સબંધ સારા કરી શકો છો.

એકસાથે જમવાનું બનાવો

આજકાલ એવું સમય છે જ્યાં છોકરાઓ છોકરીઓ કરતા વધારે સારું જમવાનું બનાવી લે છે. તેવામાં તમે પોતાની પત્ની સાથે જમવાનું બનાવી શકો છો. આવું કરવાથી ભોજન બનાવતા સમયે તમારા વચ્ચે ઘણી વાતો પણ થતી રહેશે અને તે તમારા માટે રોમેન્ટીક સમય રહેશે. એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ સમયમાં તમારા બંનેમાંથી કોઇ પણ વ્યક્તિ મોબાઈલનો ઉપયોગ નહીં કરે. આવું કરવાથી તમે બંને એકબીજા સાથે યાદગાર સમય પસાર કરી શકશો.

સુતા પહેલા થોડી વાતો કરવી

સામાન્ય રીતે લોકોનો રાત્રે સુતા પહેલા અલગ-અલગ આદતો હોય છે. થોડા લોકો વાંચવાનું પસંદ કરે છે તો અમુક લોકો ગીત સાંભળવાનું પસંદ કરે છે. તેવામાં તમે પોતાના પાર્ટનર સાથે સુતા પહેલા થોડી હળવી વાતો કરવી જોઈએ. હંમેશાં બંને વર્કિંગ કપલ હોવાને કારણે એકબીજા સાથે વાતચીત એકદમ બંધ થઈ જાય છે. તેવામાં રાત્રે સૂતા પહેલા જે સમય હોય છે તે ઘણો જ આરામદાયક હોય છે અને એ દરમ્યાન તમે રોમેન્ટિક વાતો પણ કરી શકો છો.

એક સમય પર જ સુવાનું રાખો

તમને તમારું કામ પૂર્ણ કરવા માં ભલે ગમે તેટલો સમય લાગે પરંતુ એક જ સમયે સાથે સૂવાથી સબંધો સારા બની રહેશે. સાથોસાથ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે સુતા પહેલા તમારું ધ્યાન ભટકાવતી બધી જ વસ્તુઓને પોતાના બેડ થી દુર કરી દો. સાથોસાથ એક જ સમયે એક સાથે કોઈ પુસ્તક વાંચો અથવા તો કોઈ ગીત સાંભળો.

રાત્રે ઝઘડો ના કરો

આમ તો ઝઘડો કોઈપણ સમયે ના કરવો જોઈએ પરંતુ જો સૂતા પહેલા બન્ને ઝઘડો કરી લેશો તો આખી રાત ઊંઘ આવશે નહીં. તેની સાથે તમારું આગળનો દિવસ પણ ખરાબ જશે. તમારા પાર્ટનરને તમારી વાત ખુબ જ શાંતિથી જણાવો જેથી કરીને એ તમારી વાત સમજી શકે. રાતના સમયે પાર્ટનર સાથે મીઠી વાતો કરો જેથી તમારો આગળનો દિવસ પણ ખૂબ જ સારો રહે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here