રાતના સમયે અને દિવસે પણ ઘણી વખત આપણને કુતરાના રડવાનો અવાજ સંભળાય છે. વડીલો કુતરાના રડવાના અવાજને અશુભ ગણાવે છે. તેમનું માનવું છે કે કુતરાનું આવી રીતે રડવું એ અમંગલ છે. ઘણા લોકો આ વાતને ફક્ત અંધવિશ્વાસ ગણાવે છે, તો ઘણા લોકો કુતરાના રડવાને ધર્મ સાથે પણ જોડે છે. ચાલો તમને જણાવીએ કે આની પાછળનું સાચું કારણ શું છે.
સમગ્ર દુનિયામાં કૂતરાને સૌથી વિશ્વાસુ પ્રાણી માનવમાં આવે છે. કુતરાઓને પણ માનવ વસ્તીમાં વસવાટ કરવો વધારે પસંદ આવે છે અને મનુષ્ય સાથે તેનો એક અલગ જ સંબંધ છે. મનુષ્ય સાથે તેને એક અલગ જ પ્રેમ અને લાગણી બંધાયેલી છે. તમારું મિત્ર અને વિશ્વાસુ બનેલું કુતરું તમારો હંમેશા સાથ આપે છે.
વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન કરવા પણ જાણવા મળ્યું કે, કુતરાઓ જ્યારે પોતાના ગ્રુપ થી અલગ હોય એટલે કે એકલું હોય ત્યારે એ રડે છે. કુતરું જ્યારે એકલું હોય છે ત્યારે તે પોતાની જગ્યાનુ સ્થાન અન્ય કુતરાઓ સુધી પહોચડવા માટે મોટેથી રડે છે આવું કરીને તે પોતાનું લોકેશન બીજા કુતરાઓ સુધી પહોચાડે છે.
વૃધ્ધો અને વડીલો એવું કહેતા આવ્યા છે કે, કુતરાઓ જ્યારે કોઈ આત્મા કે યમરાજને જોવે છે ત્યારે તેઓ ખૂબ રડે છે. આ સિવાય તેમની આસપાસ કોઈ આત્મા ફરી રહી હોય તો પણ તેઓ રડે છે. આ બાબતની જાણ બીજા કુતરાઓને કરવા માટે પણ તે રડવા લાગે છે. અન્ય કુતરાઓને પણ જ્યારે આ વાતની જાણ થાય છે ત્યારે તેઓ પણ તેની સાથે રડવાનું ચાલુ કરી દે છે.
એટલે જો વડીલોની વાત માનીએ તો એ નક્કી કરી શકાય કે કુતરાઓ જ્યારે રાતના સમયે રડે છે ત્યારે એ જરૂરથી અશુભ માની શકાય છે. એવું ઘણી પૌરાણિક કથાઓમાં પણ જણાવવામાં આવેલું છે કે કુતરાઓને આત્માઓ દેખાય છે. તો હવે જ્યારે રાતે કુતરાઓના રડવાનો અવાજ સંભળાય તો સમજવું કે કઈક છે જે તેમણે દેખાઈ રહ્યું છે.
તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.
(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !