રતન ટાટાએ એક સ્કૂલના ભાષણમાં જણાવી ૧૦ વાતો જે વિદ્યાર્થીઓને જીવનમાં ક્યારેય શીખવવામાં નથી આવતી

0
2995

જીવનના ફક્ત સારી શૈક્ષણિક યોગ્યતા અથવા સારું કેરિયર જ મહત્વનું નથી. તમારું લક્ષ્ય હોવું જોઈએ કે એક સંતુલિત અને સફળ જીવન જીવવામાં આવે. સંતુલિત જીવન નો મતલબ છે તમારું સ્વાસ્થ્ય, લોકો સાથે જ સારા સંબંધ અને મનની શાંતિ. આ બધું જ સારું હોવું જોઈએ.

ફક્ત પૈસા અને નામ કમાવું જ કાફી નથી. વિચારો જ્યારે તમારું બ્રેકઅપ થયેલ હોય અને એ દિવસે કંપનીમાં આપેલ પ્રમોશન કોઈ મહત્વ રાખતું નથી. જ્યારે તમારી પીઠમાં દર્દ થઈ રહ્યું હોય તો કાર ડ્રાઈવિંગ કરવાનો આનંદ આવતો નથી. જ્યારે તમે ટેન્શન માં હોય ત્યારે પણ શોપિંગ કરવાની પણ મજા આવતી નથી. આ જીવન તમારું છે તેને એટલું પણ ગંભીર ના બનાવો. આપણે સૌ આ દુનિયામાં થોડા સમયના મહેમાન છીએ તો જીવનનો આનંદ લો અને તેને વધારે પડતું ગંભીરતાથી ના લેવું જોઈએ.

આપણે લોકો દુનિયામાં ફક્ત એક મોબાઇલના રીચાર્જ ની જેમ છીએ, જે પોતાની વેલીડીટી બાદ સમાપ્ત થઈ જશે, તેમ આપણી પણ વેલિડિટી છે. અને આપણે ભાગ્યશાળી રહ્યા તો ઓછામાં ઓછું 50 વર્ષ જીવીશું, આ પચાસ વર્ષમાં ફક્ત 2500 સપ્તાહ આવે છે. શું ત્યારે પણ આપણે ફક્ત કામ જ કરતા રહેવાની જરૂર છે? જીવનને એટલું પણ કઠિન ના બનાવો કે તમે ખુશીઓથી દૂર થઇ જાવ.

રતન ટાટા એ એક સ્કૂલના ભાષણ દરમિયાન એવી દસ વાતો જણાવેલ હતી જે વિદ્યાર્થીઓને કોઈ સ્કૂલ કે કોલેજમાં ક્યારેય પણ શીખવવામાં આવતી નથી. જે તમારા જીવનને ખૂબ જ સરળ બનાવી દે છે. તો ચાલો અમે તમને જણાવીએ એ 10 વાતો.

  • જીવન ઉતાર-ચઢાવથી ભરેલું છે તેની આદત પાડી લો.
  • લોકો તમારા સ્વાભિમાન ની પરવાહ નથી કરતા એટલા માટે પહેલા પોતાને સાબિત કરીને બતાવો.
  • કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પાંચ આંકડા વાળો પગાર વિશે ના વિચારો. એક રાતમાં કોઈ વાઇસ પ્રેસિડન્ટ નથી બનતું. તેના માટે અથાગ મહેનત કરવી પડે છે.
  • અત્યારે તમને પોતાના શિક્ષક સખત અને ડરામણા લાગતા હશે કારણ કે હજુ સુધી તમારા જીવનમાં બોસ નામના પ્રાણી સાથે મુલાકાત નથી થઈ.
  • તમારી ભૂલ ફક્ત તમારી છે, તમારો પરાજય ફક્ત તમારો છે. તેના માટે કોઈપણ વ્યક્તિને દોષના આપો અને ભૂલમાંથી શિખો અને આગળ વધો.
  • તમારા માતા-પિતા તમારા જન્મ પહેલા આટલા નિરસ અને સખત ન હતા જેટલાં તમને અત્યારે લાગી રહ્યા છે. તમારા પાલન-પોષણ કરવામાં તેઓએ એટલો કષ્ટ ઉઠાવ્યો છે કે તેમનો સ્વભાવ બદલી ગયો છે.
  • સાંત્વના પુરસ્કાર ફક્ત સ્કૂલોમાં જોવા મળે છે. સ્કૂલોમાં તમે પરીક્ષા પાસ ન કરો ત્યાં સુધી તમે પરીક્ષા વારંવાર આપી શકો છો પરંતુ બહારની દુનિયામાં નિયમ અલગ છે ત્યાં હારવા વાળાને બીજો અવસર આપવામાં આવતો નથી.
  • જીવનની સ્કૂલમાં કક્ષાઓ અને વર્ગ નથી હોતા અને ત્યાં મહિનાઓની સુધી રજા મળતી નથી. ત્યાં તમને શીખડાવવા માટે કોઈ સમય આપતું નથી. અહીંયા બધુ જ તમારે જાતે કરવું પડે છે.
  • ટીવી માં બતાવેલ જીવન સાચું નથી હોતું અને જીવન ટીવીના સીરીયલ જેવું નથી હોતું. હકીકત ના જીવન માં આરામ નથી હોતો, ફક્ત કામ અને કામ જ હોય છે.
  • સતત અભ્યાસ કરતા અને સખત મહેનત કરતા તમારા મિત્રોની ક્યારેય મજાક કરો નહીં. એક સમય એવો આવશે જ્યારે તમારે તેના નીચે કામ કરવું પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here