રસ્તા પર ઘાયલ અવસ્થામાં તડપતી યુવતીને ડ્રાઇવરે ટેક્સી વેંચીને કરાવ્યો ઈલાજ, યુવતીએ આ રીતે ચુકવ્યું ઋણ

0
2485

સડક પર ચાલવા વાળા તથા ગાડીમાં મુસાફરી કરતા બધા જ માટે નિયમો બનાવવામાં આવ્યા છે છતાં પણ દરરોજ મોટી સંખ્યામાં અકસ્માતો થાય છે. ઘણી દુર્ઘટનાઓ તો એટલી ભયંકર હોય છે કે સામેવાળાનું મૃત્યુ થઈ જાય છે અને ઘણા લોકોનું મૃત્યુ એટલા માટે થાય છે કે કોઈ તેમની મદદ કરવા માટે સામે નથી આવતું. આવા સમાચારો દરરોજ તમે અખબારમાં વાંચતા હશો અને ટીવી પર જોતાં પણ હશો.

આજના સમયમાં ટેકનોલોજી વધી ગઈ છે અને લોકોના હૃદય નાના થતા જાય છે. એટલા માટે તો લોકો સડક ઉપર ઘાયલ થયેલા વ્યક્તિની મદદ પણ કરતા નથી પરંતુ ઘણા દયાળુ લોકોના કારણે આ દુનિયા આજે પણ ચાલી રહી છે. સડક દર ઘટનાને લઈને આવી જ એક ખબર સામે આવી છે જેને વાંચીને લોકોની આંખોમાં ખુશીના આંસુ આવી જાય છે.

રોજની માફક આજે એક યુવતી રસ્તો પાર કરી રહી હતી ત્યારે તેનો અકસ્માત થઈ ગયો. તે યુવતી રસ્તા પર ઘાયલ અવસ્થામાં પડી હતી. ઘણા લોકો સડક પરથી પસાર થઈ રહ્યા હતા પરંતુ કોઈપણ વ્યક્તિએ તેની મદદ કરી નહીં. એક ટેક્સીવાળા વ્યક્તિની નજર તેના પર પડી તો તેને આ હાલતમાં જોઈ શક્યો નહીં. ટેક્સીવાળાએ તુરંત કે યુવતીને પોતાની ટેક્સીમાં બેસાડી અને હોસ્પિટલ લઇ ગયો.

ટેક્સી ડ્રાઇવર નું નામ રાજવીર છે. રાજવીર જ્યારે એ યુવતીને લઈને હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ડોક્ટરે કહ્યું કે આ યુવતીનો ઓપરેશન કરવું પડશે જેમાં બે લાખનો ખર્ચ થશે. રાજવીર પાસે વિચારવાનો સમય ન હતો તેણે તુરંત જ પોતાની ટેક્સી વેચી દીધી અને બે લાખ રૂપિયા લઈ આવ્યો. તમને જણાવી દઈએ કે રાજવીરની ટેક્સી જ તેની રોજીરોટી હતી. ટેક્સી ચલાવીને જ તે પોતાના પરિવારનું પાલન-પોષણ કરતો હતો તથા હાલમાં જ તેણે આ નવી ટેક્સી ખરીદી હતી. ટેક્સી વેચીને તેણે યુવતીનો જીવ બચાવ્યો અને ઠીક થયા બાદ તે યુવતી પોતાના ઘરે ચાલી ગઈ.

યુવતી જ્યારે પૂરી રીતે સ્વસ્થ થઈ ગઈ ત્યારે તેણે રાજવીના ઘરે જવાનું વિચાર્યું. તે રાજવીર ના ઘરે પહોંચી અને કહ્યું કે તેનો અભ્યાસ પૂર્ણ થયો છે અને તેનું સન્માન કરવામાં આવનાર છે. યુવતીનું નામ આશિમા હતું. આ સીમાએ રાજવીર ને કહ્યું કે આ ખુશીના સમયમાં તમારે આવવાનું છે. રાજવીના ઘરની પરિસ્થિતિ સારી ન હતી અને તેણે પોતાની ટેક્સી વેચી દીધી હતી છતાં પણ તે આશિમાને ના પાડી શક્યો નહિ.

જ્યારે આસીમા ના બોલાવવા પર રાજવીર પોતાની વૃધ્ધ માં સાથે યુનિવર્સિટી પહોંચ્યો તો બધાની પાછળ જઈને બેસી ગયો. કાર્યક્રમ શરૂ થયો અને રાષ્ટ્રપતિએ સૌથી પહેલા આસીમા નું નામ બોલ્યા. આસીમાને ગોલ્ડમેડલથી સન્માનિત કરવામાં આવનાર હતી. આ સીમાએ મેડલ લેવાને બદલે પોતાના ધર્મના ભાઈ રાજવીર પાસે ગઈ અને કહ્યું કે આ ગોલ્ડ મેડલ ના સાચા હકદાર મારા ભાઈ છે અને પોતાની સાથે બનેલી સમગ્ર ઘટના જણાવી. લોકોને જ્યારે આ વાતની જાણ થઈ તો તેઓ ભાવુક થઈ ગયા. આશિમા એ પોતાના આ ભાઈને એક ટેક્સી અપાવી અને તેમની સાથે રહેવા પણ લાગી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here