રસ્તા પર અકસ્માત થઈને બેભાન પડી હતી યુવતી અને કપડાં હતા અસ્તવ્યસ્ત, પછી તેની મદદે આવ્યો ટ્રાફિક પોલીસ જવાન

0
1718

ઇન્દોર શહેરમાં ગુરુવારે થયેલા એક રોડ પરના હાદશા માં ઘાયલ યુવતી માટે ટ્રાફિક જવાન હીરો બનીને પહોંચી ગયો. હાદસા પછી તેના કપડાં અસ્તવ્યસ્ત હતા તેથી જવાનને મદદ કરવામાં થોડી ઝીઝક થઈ પરંતુ તેણે હિંમત ન હારી અને એક બીજી યુવતીની મદદ લઈને ઘાયલને દવાખાના સુધી પહોંચાડી. દવાખાનામાં જ્યારે યુવતી હોશમાં આવી તો બોલી કે તમે જ મારા ગોડફાધર છો.

નોલખી ની નિવાસી પ્રિયાંશી વાધવાની કઝીન બહેન ડિમ્પલ વાંધવાની સાથે ગુરુવારે બપોરે એક વાગ્યે ગાડીથી કોચિંગ ક્લાસ જઈ રહી હતી. બંને ભોપાલની રહેવા વાળી હતી. અહીં તેનું ભણતર પૂરું કરી રહી હતી. રીગલ તીરાહે થી હાઇકોર્ટ ચોક માટે તેઓ નીકળી. ચોકના પહેલા જ યુવકે કટ મારતા ત્યાંથી નીકળ્યો. ઉતાવળમાં પ્રિયાંશી એ બ્રેક લગાવી દીધી અને ગાડી સ્લીપ થઈ ગઈ અને બંને યુવતીઓ 20 ફૂટ સુધી ઘસાતા ઘસાતા ચાલી ગઈ. ઘટના પછી ત્યાં ભીડ જમા થઈ ગઈ. ડિમ્પલ બેહોશ થઈ ગઈ તો પ્રિયાંશી ડરીને રોવા લાગી.

ઘટના ની કહાની ટ્રાફિક સિપાહી રણજીત ની જુબાની

હાઇકોર્ટ ચોક પર મારી ડ્યૂટી હતી. ડિમ્પલ વાંધવાની અને પ્રિયાંશી વાંધવાની ને બાઈક સવાર યુવકે ઓવરટેક કરી લીધો હતો યુવક થી બચવા માટે ડિમ્પલે બ્રેક લગાવી તો બંને જમીન ઉપર પડી ગઈ. હું તરત જ મોકા પર પહોંચી ગયો ડિમ્પલ બેહોશ હતી તો તેને જોઈને પ્રિયાંશી રોવા લાગી.

ડિમ્પલ ના કપડા ફાટી ગયા હતા તેને ઉઠાવવામાં મને ઝીઝક મહેસૂસ થઈ. તેથી મેં ત્યાં ગુજરી રહેલી કેટલીક મહિલાઓ અને ઓટોરિક્ષા ચાલકોને રોક્યા અને 15 મિનિટ સુધી કોઈ રોકાણું નહીં. એક યુવતી મદદ માટે રોકાણી. જ્યારે મેં એક રીક્ષા વાળા ની સામે ઉભો રહીને તેને રોક્યો. યુવતીને તેને રિક્ષામાં બેસાડવામાં મારી મદદ કરી.

તેણે ડિમ્પલના કપડાં પણ વ્યવસ્થિત કર્યા. ઓટોરિક્ષા તે બંનેની લઈને હોસ્પિટલ પહોંચ્યો. હોસ્પિટલમાં ડિમ્પલને થોડાક સમય પછી હોશ આવી ગયો તેને માથામાં આઠ ટકા આવ્યા હતા. પ્રિયાંશી ને પણ ઘણી બધી જગ્યાએ વાગ્યું હતું. હાઇકોર્ટ જેવા વ્યસ્ત ચોકમાં મદદ માટે કોઈ ન આવ્યું તે ખૂબ જ તકલીફ દેવા વાળી વાત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here