રામનવમીના દિવસે આ ૫ કામો કરવાથી મળે છે આર્થિક તંગી માંથી મુક્તિ

0
1064

રામનવમીના દિવસે આ પાંચ કાર્યો કરવાથી તમને આર્થિક પરિસ્થિતિ માંથી મુક્તિ મળશે. ચૈત્ર શુક્લ પક્ષની નવમી તિથિને રામનવમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે કુંવારી કન્યાઓનું પૂજન કરી અને નવરાત્રીનાં આ નવ દિવસો નો વ્રતને પૂર્ણ કરવામાં આવે છે.

આ વખતે રામનવમી ૧૩ એપ્રિલે સવારે 8:19 વાગ્યાથી ૧૪ એપ્રિલે સવારે છ 6:05 સુધી રહેશે. રામ નવમી ચૈત્ર નવરાત્રિના છેલ્લા દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી રામનો જન્મ પણ થયો હતો. અને તેથી તેનું મહત્વ હિન્દુ ધર્મ વધારે માનવામાં આવે છે.

રામનવમીના દિવસે કન્યા પૂજન એટલા માટે કરવામાં આવે છે કે તેનાથી મા જગદંબાની કૃપા તમારા ઉપર સદાય રહે છે. તે ઉપરાંત પંડિત રમાકાન્ત મિશ્રા જણાવે છે કે, રામનવમી ના દિવસે અમુક વસ્તુઓ નું ધ્યાન રાખવાથી આર્થિક પરિસ્થિતિમાંથી મુક્ત થવાય છે.

આ રામનવમીના દિવસે સામાન્ય રીતે વિધિવિધાન સાથે પૂજા અર્ચના કરવામાં આવે તો તમારી આર્થિક પરિસ્થિતિમાં સુધાર આવશે. રામનવમીના દિવસે આ વસ્તુઓનું ધ્યાન રાખવું.

  • રામનવમીના દિવસે ભગવાન શ્રીરામની પૂજા અર્ચના કરવી.
  • કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માગો છો તો રામ નવમીના દિવસે તેમનું ધનુષ્ય પ્રત્યંચા વાળુ સ્વરૂપમાં પૂજનમાં રાખવો.
  • નવરાત્રીના નવમા દિવસે એટલે કે રામનવમી ના દિવસે મા દુર્ગા નો નવમું સ્વરૂપ સિદ્ધિદાત્રીની પૂજા ઉપાસના કરવી. તે ઉપરાંત પોતાની શક્તિ પ્રમાણે નવ દીવા પ્રગટાવવા.

  • રામ નવમી ના દિવસે રામરક્ષાસ્ત્રોત, રામ મંત્ર  હનુમાન ચાલીસા, બજરંગ બાણ, સુંદરકાંડ કરવાથી પુણ્ય જ નહીં પરંતુ તેની સાથે ધન લાભ નિરંતર વધવાના યોગ જાગ્રત થાય છે.
  • રામનવમીના દિવસે કુંવારી કન્યાઓને ભોજન કરાવવું. અને મંદિરમાં કેસરી રંગની ધ્વજા ચઢાવી. કન્યાઓને પ્રસાદ ના સ્વરૂપ માં પીળું ફૂલ, પીળી બંગડી, અને પીળા કલરના કપડાં આપવા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here