રેલ્વેના 1st AC, 2nd AC અને 3rd ACમાં શું ફરક હોય છે?

0
1145

તમે ઘણી વખત ટ્રેનની સુખદ યાત્રાનો અનુભવ કરેલ હશે. દુનિયાનું સૌથી મોટું રેલવે નેટવર્ક ભારત પાસે છે તથા લોકોનું પ્રિય પરિવહન સાધન પણ રેલ્વે જ છે. ભારતીય પોતાની વિવિધતાઓ વિશે જાણીતા છે. દરેક પ્રકારના યાત્રીઓની ક્ષમતાના હિસાબથી ભારતીય રેલવેને ડિઝાઇન કરવામાં આવ્યું છે. વીઆઇપી સ્તરના લોકો 1st AC માં મુસાફરીનો આનંદ લે છે જ્યારે તેનાથી નીચેના સ્તરના લોકો 2nd AC માં સફર કરે છે. જ્યારે દેશની વસ્તીનો એક મોટો ભાગ 3rd AC ઇકોનોમિક કોચમાં સફર કરે છે.

આ શ્રેણીઓના કોચમાં અલગ-અલગ ભાડું હોય છે. તમને જણાવી દઇએ કે તેમાં ફક્ત ભાડાનો અંતર નથી હોતો પરંતુ અલગ-અલગ શ્રેણીમાં ભાડા સાથે થોડી સુવિધાઓ પણ આપવામાં આવે છે. આજે અમે તમને આ વિશે જ જણાવીશું જેથી કરીને તમે ભારતીય ટ્રેન ની વિવિધતાઓ વિશે જાણી શકશો.

1st AC Sleeper

આ રેલ્વે નો સૌથી મોંઘો ક્લાસ હોય છે, જેમાં મુસાફરી કરવી દરેક ભારતીય માટે સંભવ નથી. તેનું ભાડું ભારતમાં ચાલતી એરલાઇન્સ ના ભાડાથી ઓછું નથી હોતું. આ સમગ્ર કોચ એરકન્ડીશન હોય છે. તે ફક્ત મહાનગર શહેરોના અમુક રૂટ માટે જ સંચાલિત હોય છે. આવા કોચમાં ૧૮ થી ૨૦ યાત્રીઓને સફર કરવા માટેની સુવિધા હોય છે. આ શ્રેણીના કોચમાં કાર્પેટ પાથરેલ હોય છે જે યાત્રીઓને સફર એક ખાસ અનુભવ કરાવે છે. આ કોચમાં સુવાની સાથે તમારી લક્ઝરી સુવિધાઓ પણ હોય છે. રાજધાનીના ફર્સ્ટ ક્લાસ એસી માં મળતા ભોજનની ગુણવત્તા અન્ય શ્રેણીઓના ભોજન કરતા ઘણી ઉચ્ચ હોય છે. આ શ્રેણીમાં આઠ કેબિન હોય છે તથા કોચમાં યાત્રીઓની મદદ માટે એક સેવક પણ હોય છે.

2nd AC Sleeper

રેલ્વે નો 2nd AC કોચ પણ સ્લીપિંગ બર્થ સાથે પૂરી રીતે એર કન્ડિશન હોય છે. તેમાં એંપલ રૂમ હોય છે, પડદા હોય છે અને દરેક યાત્રી માટે અલગ-અલગ રીડિંગ લેમ્પ પણ હોય છે. આ કોચમાં છ સીટો બે સ્તરમાં વહેંચાયેલી હોય છે. ચાર સીટો કોચની પહોળાઈમાં આવેલી હોય છે જ્યારે બે સીટો સાઈડમાં હોય છે. અંગતતાનો ખ્યાલ રાખતા દરેક સીટમાં પડદા લગાવવામાં આવેલ હોય છે. તેમાં ૪૮ થી ૫૪ યાત્રી એક સાથે સફર કરી શકે છે.

3rd AC Sleeper

આ કોચમાં સ્લીપિંગ બર્થ હોય છે તથા આ કોચ પણ સંપૂર્ણ એરકન્ડીશન હોય છે. જોકે તેમાં પણ 2nd AC ની જેમ જ સીટો વ્યવસ્થિત હોય છે. પરંતુ પહોળાઈના સાપેક્ષમાં ત્રણ સીટ હોય છે અને બે સીટો સાઈડમાં હોય છે એટલે બધી મળીને કુલ આઠ સીટ હોય છે. તેમાં વાંચવા માટે કોઈપણ પ્રકારનો લેમ્પ લગાવેલ હોતો નથી. પરંતુ હાલમાં જ આ કોચને વધારે સુવિધાપૂર્ણ બનાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમાં ઉપલબ્ધ કરવામાં આવેલ બેડિંગનો ખર્ચો તમારા ભાડામાં સામેલ હોય છે. આ પ્રકારના કોચમાં ૬૪ થી ૬૫ યાત્રીઓ સફર કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here