રેલ્વેમાં મુસાફરી કરતાં લોકો માટે સારા સમાચાર, રેલ્વેમાં હવે વેઇટિંગ ટિકિટ હશે તો પણ કન્ફર્મ ટિકિટ

0
697

ભારતીય રેલવે દ્વારા મુસાફરોને વધુ ને વધુ સગવડતા અપાઈ રહી છે.  હાલમાં જ ભારતીય રેલવે દ્વારા એક સગવડતાનો ઉમેરો કરતા હવે મુસાફરોને ટ્રેનમાં મુસાફરી કરતા હોય ત્યારે વેઇટિંગ ટિકિટ વાળા મુસાફરોને સરળતાથી કન્ફર્મ ટિકિટ મળી રહેશે. ભારતીય રેલવે દ્વારા મુસાફરોને સગવડતા માટે આ એક નવો ઉમેરો કરેલ છે.

રેલવે વિભાગ દ્વારા દેશભરના ટિકિટ નિરીક્ષકોને હવે એક મોબાઇલ ટેબલેટ આપવામાં આવ્યો છે જેની મદદથી તેઓ ટ્રેનમાં સીટની વ્યવસ્થા અને ઉપલબ્ધતા જોઈ શકશે અને તેની જાણકારી પણ આપી શકશે. જેથી કરીને મુસાફરોની સગવડતા માં વધારો થશે.

રેલ્વે ના જુના નિયમ મુજબ પહેલા વેઇટિંગ ટિકિટ વાળા મુસાફરોને કન્ફર્મ ટિકિટ આપવામાં આવતી ન હતી.  તથા તેઓએ રેલ્વે ની ટિકિટ બારી પર થી ખરીદેલ ટિકિટ પર જ મુસાફરી કરી શકતા હતા અને એ ટિકિટમાં જ તેઓ nasit મળતી હતી. ઓનલાઈન બુકિંગ કરવામાં આવેલી વેઇટિંગ ટિકિટ પર મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળતી ન હતી પરંતુ હવે આ નિયમ ઓનલાઈન બુક માં આવેલી ટિકિટ ઉપર પણ લાગુ પડશે.

હવે નવા નિયમ મુજબ ભારતીય રેલવેએ વેઇટિંગ ટિકિટ ધરાવતા યાત્રીઓને સરળતા રહે તે હેતુથી ચાટ બન્યા પછી પણ જે મુસાફરોના નામ વેટિંગ લિસ્ટ માં રહેતા હતા તેઓને હવે કોઈપણ જાતનો દંડ ભર્યા વગર કન્ફર્મ ટિકિટ આપવામાં આવશે. આ માટે હાલમાં કામ કરી રહેલા શિક્ષકોને મોબાઇલ ટેબલેટ જેવા આધુનિક આપવામાં આવ્યા છે જેની મદદથી તેઓ  સીટની ઉપલબ્ધતા જાણી શકશે.

પહેલા આ સગવડતા ફક્ત શતાબ્દી અને રાજસ્થાની ટ્રેનમાં જ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી પરંતુ હવે ધીમેધીમે આ સગવડતા દરેક ટ્રેનમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવું ભારતીય રેલવે દ્વારા જણાવવામાં આવેલ છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here